બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / માત્ર 2 જ વર્ષમાં મળશે રૂ. 60,000નું ફિક્સ વ્યાજ, પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ
Last Updated: 11:33 AM, 25 October 2025
Post Office Time Deposit: પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ (TD) સ્કીમ એક સુરક્ષિત સરકારી રોકાણ સ્કીમ છે, જે તમે માત્ર રૂપિયા 1,000 થી શરૂ કરી શકો છે. 2 વર્ષમાં 60,000 સુધીનું વ્યાજ કમાવાનો મોકો આપે છે, 7.5 ટકા સુધીનો નિશ્ચિત વ્યાજ દર મેળવો.
ADVERTISEMENT
આજના સમયમાં જ્યારે ઘણા રોકાણ વિકલ્પો ઉપલબ્ધ છે, ત્યારે યોગ્ય જગ્યાએ રોકાણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે સુરક્ષિત અને ગેરંટીકૃત વળતર ઇચ્છતા હો તો પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ (TD) સ્કીમ તમારા માટે સારી છે. આ સ્કીમ બેંક એફડી જેવી જ છે, પરંતુ તે સરકારી ગેરંટી સાથે વધુ સારા વ્યાજ દરનો લાભ આપે છે.

ADVERTISEMENT
આ સ્કીમનો સમયગાળો ?
પોસ્ટ ઓફિસ ટીડી યોજના એ એક નિશ્ચિત આવક યોજના છે જે ખાસ કરીને એવા રોકાણકારો માટે બનાવવામાં આવી છે જેઓ જોખમ લેવાનું ટાળે છે અને તય વ્યાજ દરે નિશ્ચિત વળતર ઇચ્છે છે. આ યોજના હેઠળ રોકાણકારો તેમની સુવિધા મુજબ 1, 2, 3 અથવા 5 વર્ષ માટે પૈસા જમા કરાવી શકે છે. વ્યાજ દર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે અને તે સંપૂર્ણપણે સલામત છે કારણ કે તે ભારત સરકાર દ્વારા સમર્થિત છે.
ADVERTISEMENT
4 લાખનું રોકાણ કેટલા પૈસા કમાશે?
તમે પોસ્ટ ઓફિસ ટીડી યોજનામાં રૂપિયા 4 લાખનું રોકાણ કરો છો, તો તમે 2 વર્ષમાં પાકતી મુદ્દતે રૂપિયા 4,59,552 કમાઈ શકો છો. આનો અર્થ તમે ફક્ત વ્યાજમાંથી આશરે રૂપિયા 60,000 નો નફો મેળવશો. ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે જે તેમની બચત સુરક્ષિત જગ્યાએ રાખવા માંગે છે.
ADVERTISEMENT

તમે કેટલી રકમથી શરૂઆત કરી શકો છો?
ADVERTISEMENT
આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે ફક્ત 1,000 થી શરૂઆત કરી શકો છો. તમારી ક્ષમતા અનુસાર ગમે તેટલી રકમ જમા કરાવી શકો છો. તમે એક વર્ષથી પાંચ વર્ષ સુધીની મુદત પસંદ કરી શકો છો. 5 વર્ષની મુદત ધરાવતા રોકાણકારો 7.5 ટકા સુધીના વ્યાજ દરનો લાભ મેળવી શકે છે, જે ઘણી બેંક ફિક્સ્ડ ડિપોઝિટ કરતા વધારે છે.
ખાતું કેવી રીતે ખોલવું?
ADVERTISEMENT
તમારે ફક્ત તમારી નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લેવાની અને ટાઈમ ડિપોઝિટ ખાતું ખોલવાની જરૂર છે. તે સિંગલ અને જોઈન્ટ એકાઉન્ટ બંને વિકલ્પો મળે છે. વધુમાં આ ખાતું સગીરના નામે પણ ખોલી શકાય છે.

આ પણ વાંચોઃ માતા વૈષ્ણોદેવીના દર્શને જવાનું વિચારો છો? IRCTC લઈને આવ્યું સૌથી સસ્તું ટુર પેકેજ
કરમુક્ત
સરકાર દર ક્વાર્ટરમાં આ યોજના પર વ્યાજ દર નક્કી કરે છે. હાલમાં વ્યાજ દર 1 વર્ષની મુદત માટે 6.9ટકા, 2 વર્ષની મુદત માટે 7ટકા, 3 વર્ષની મુદત માટે 7.1ટકા અને 5 વર્ષની મુદત માટે 7.5ટકા છે. 5 વર્ષની ટીડી યોજનામાં કરવામાં આવેલા રોકાણો આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર મુક્તિ માટે પાત્ર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.