બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભર ઉનાળે પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, 8થી 10 દિવસે પાણી આવતા લોકોમાં રોષ

ગીર સોમનાથ / ભર ઉનાળે પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, 8થી 10 દિવસે પાણી આવતા લોકોમાં રોષ

Last Updated: 04:02 PM, 22 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાળઝાળ ગરમી વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જિલ્લાના 41 ગામના લોકો પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. લોકોની માગ છે કે પાણીની અછત માટે તંત્ર સત્વરે પગલા લે અને તેમને પાણીની સમસ્યામાંથી મુક્તિ મળે.

એક તરફ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે ગીર સોમનાથ જીલ્લા ના દરિયા કાંઠાના ગામો હાલની કાળઝાળ ગરમીમાં પાણી ન મળતા ત્રાહિમામ પોકારી ઊઠયા છે. જિલ્લાના 41 ગામોમાં પીવાના પાણી નો વિકટ પ્રશ્ન ઉદ્ભવ્યો છે. ગામમાં નર્મદા લાઈન અને અન્ય સ્ત્રોતો હોવા છતાં પરંતુ પાણી નથી. ત્યારે આ પાણીની મુશ્કેલી ને પહોંચી વળવા જિલ્લા તંત્ર દ્વારા 41 ગામો ટેન્કર દ્વારા પાણી વિતરણ શરૂ કરાયું છે. ત્યારે આ ટેન્કર દ્વારા મળતું પાણી પણ જરૂરિયાત પ્રમાણે પૂરતું ના થતાં અનેક ગામોમાં તો આ ગરમી માં 8 થી 10 દિવસે પાણી મળતાં તંત્ર સમક્ષ પૂરતું પાણી આપવા ગ્રામજનોની ગુહાર લગાવી રહ્યા છે.

vlcsnap-2024-05-22-15h56m21s162

41 ગામો માં ટેન્કર દ્વારા પાણી વિતરણ શરૂ કરાયું

ગીર સોમનાથ જીલ્લા નાં દરિયા કિનારે વસેલા ધામળેજ ગામના આપ જોઈ શકો છો કે બાળકો થી લઇ અને વૃધ્ધો આ ધમધોખતા તાપમાં પાણી ભરવા માટે મજબુર બન્યા છે.ગામમાં ઘરે ઘરે નળ છે પણ નળ માં ક્યારે પાણી આવશે તે નક્કી નથી અત્યાર સુધી આ ગામને મળતું નર્મદા યોજનાનું પાણી ઉનાળો આવતા જ તે પાણી માં મોટા પાયે કાપ પડતા જિલ્લા તંત્ર દ્વારા પાણી ની ઘટ ને પહોંચી વળવા જીલ્લાના 41 ગામો માં ટેન્કર દ્વારા પાણી વિતરણ શરૂ કરાયું છે. ત્યારે આ ટેન્કર દ્વારા મળતું પાણી પણ જરૂરિયાત પ્રમાણે પૂરતું ના થતાં અનેક ગામોમાં તો આ કાળઝાળ ગરમી માં 8 થી 10 દિવસે પાણી મળતાં તંત્ર સમક્ષ પૂરતું પાણી આપવા ગ્રામજનોની ગુહાર લગાવી રહ્યા છે.તો બીજી તરફ ટેન્કર ગામમાં આવતા વિતરણ કરવાના સંપ સુધી પહોંચે તે પૂર્વે જ લોકો રસ્તા માં ટેન્કર રોકી પાણી ભરવા મજબુર બન્યા છે. ગીર સોમનાથ જીલ્લા ના 41 ગામોમાં જોવા મળે છે.

vlcsnap-2024-05-22-15h56m35s939

પાણી માટે લોકોને રઝળપાટ કરવી પડે છે

સરકાર વિકાસ ની વાતો કરી રહી છે જ્યારે બીજી તરફ ગીર સોમનાથ જીલ્લામાં અનેક ગામોમાં મહિલાઓ પાણીનાં મળતું હોવાના પોકાર કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા છેવાડાનાં ગામડા ઓ ને પાણી આપવા માટે કરોડો રૂપિયા નો ખર્ચ કરે છે અને છેવાડાનાં ગામો સુધી પાણી પહોચાડ્યા નાં દાવા કરાય છે. ત્યારે ગતીશીલ ગુજરાતનાં દરિયા કિનારે છેવાડાનાં ગામોમાં હકીકત કાંઈક જુદી જ જોવા મળે છે. અહીં આવેલા કુદરતી પાણીના સ્ત્રોત છે. તેમાં ખારું અને મોળું પાણી મળે છે. પીવા લાયક મીઠું પાણી તો અહીંના લોકોને મળતું જ નથી માટે પીવાના પાણી નો આધાર નર્મદા યોજના દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. વર્તમાન સમયમાં નર્મદા યોજનાનું પાણી પૂરતું ન આવતું હોય અને તેમાં પણ ઉનાળાએ પોતાનું રુદ્ર સ્વરૂપ બતાવતા ગીર સોમનાથ જિલ્લાના ૪૧ ગામોમાં પાણીનો પોકાર ઊઠવા પામ્યો છે જેને યેનકેન પ્રકારે પહોંચી વળવા તંત્ર અથાગ મહેનત કરી રહ્યું છે દરેક ગામની વસ્તી પ્રમાણે ટેન્કરો દ્વારા પીવાના પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમ છતાં પણ લોકોને પોતાની જરૂરિયાત કરતા ઓછું પાણી મળી હોવાનું લોકો જણાવી રહ્યા છે. માણસોને પોતાના કામ ધંધા બંધ રાખી પાણી માટે રજળપાટ કરવું પડે છે. ત્યારે અહીંના લોકો પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ઘર બેઠા રોજિંદુ મળી રહે તેવી વ્યવસ્થા કરવા સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે.

vlcsnap-2024-05-22-15h57m16s682

વધુ વાંચોઃ સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલી DGVCLની ટીમ સામે લોકોનો વિરોધ, ફરી જુના મીટર લગાવવામાં આવે તેવી માગ

vlcsnap-2024-05-22-15h56m44s084

ગામની 50% ની વસ્તી તો દરિયા કિનારે રહે છે

પાણીના પોકાર બાબતે ધામળેજ ગામના સરપંચ પ્રતિનિધિને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે અમારું ગામ છેવાળાનું ગામ છે દરિયા કિનારે વસ્તુ ગામ છે. ગામની 50% ની વસ્તી તો દરિયા કિનારે રહે છે ત્યાં બોર કરીએ કે કૂવો કરીએ ખારું પાણી આવે છે તે પીવા લાયક નથી. ત્યારે અમારા ગામની વસ્તી પ્રમાણે અમને નર્મદા નું પાણી પહેલા પણ પૂરું ન હતું. મળતું હાલ તો નર્મદાનું પાણી સાવ ઓછું આવે છે ત્યારે પાણી ની સમસ્યાને પહોંચી વળવા તંત્ર દ્વારા અમને રોજિંદા 24 ટાંકા મળે છે. તો પણ પાણીની ઘટ પાડે છે. 10 ટાંકાની અમારી માંગણી છે. ત્યારે અમોએ વારંવાર રજૂઆત કરીએ છીએ કે કાં તો અમને નર્મદા નું પાણી પૂરું આપો અથવા તો ટાંકાઓ દ્વારા પૂરતું પાણી મળે તો જ અમે ગામની પાણીની જરૂરિયાત અને પહોંચી વળી શકીએ તેવી સ્થિતિ છે.હાલ તો અમે 15 કી.મી દૂરથી પાણીના ટાંકા લાવી સંપમાં ઠલવી અને ઘર સુધી પહોંચાડીએ છીએ પણ આ ટાંકા સંપ સુધી પોહચે તે પૂર્વે જ લોકો રસ્તામાં રોકી અને પાણી ભરે છે અમારી મજબૂરી છેકે અમે લોકોની સ્થિતિ જોઈ ના પણ પાડી શકતા નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Gir Somnath
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ