બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Organized a special meeting of leaders of the Kshatriya community at the Chief Minister's residence at Gandhinagar

લોકસભા ચૂંટણી 2024 / ક્ષત્રિય આંદોલનને લઈ મોટા સમાચાર, મુખ્યમંત્રી નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક

Dinesh Chaudhary

Last Updated: 11:47 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનોની ખાસ બેઠકનું આયોજન કરાયું છે. જે બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિવાદીત ટીપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ પ્રસરેલો જોવા મળી રહ્યો છે. ત્યારે જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ આ વિવાદ પણ શાંત થતો જોવા મળી રહ્યો છે. અગાઉ પરસોત્તમ રૂપાલાએ સાધુ-સંતો તેમજ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી હતી. તો હવે ગાંધીનગર ખાતે ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ  ક્ષત્રિય સમાજના આગેવાનોને મુખ્યમંત્રી નિવાસ સ્થાને બોલાવવામાં આવ્યા છે.

 

ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનોની ખાસ બેઠકનું આયોજન કરાયું છે. જે બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે. સૂત્રો પાપ્ત માહિતી મુજબ ક્ષત્રિય સમાજમાં ફેલાયેલા રોષ મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. 

 

રૂપાલાએ સાધું-સંતો સાથે બેઠક યોજી હતી
થોડા દિવસ અગાઉ રૂપાલાએ સાધુ સંતો સાથે બેઠક યોજી હતી. જેમાં પાળીયાદ ધામના ગાદીપતીએ રૂપાલા સાથે બેઠક કરી વિવિધ ચર્ચાઓ કરી હતી. પાળીયાદ ધામના ભયલુ બાપુએ તેમજ બલિયાવડ શક્તિધામના આઈશ્રી દેવલઆઈએ પણ મુલાકાત કરી હતી. જે બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પણ હાજર રહ્યાં હતાં.

વાંચવા જેવું:  સી.કે. રાઉલજીએ છેડ્યો બોર્ડ નિગમના પદનો મુદ્દો, પ્રદેશ ભાજપના નેતાઓ સામે કાર્યકરોની દુઃખતી નસ દબાવી

જાણો સમગ્ર વિવાદ 
રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું હતું. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.  તેમણે કહ્યું હતું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. 

 


 

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Election 2024 Parshottam Rupala News Parshottam Rupala Statement gandhingar news લોકસભાની ચૂંટણી 2024 Lok Sabha Election 2024
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ