બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / C.K. Raulji touched on the issue of board corporation posts, pressing the workers' grievances against state BJP leaders.

લોકસભા ચૂંટણી 2024 / સી.કે. રાઉલજીએ છેડ્યો બોર્ડ નિગમના પદનો મુદ્દો, પ્રદેશ ભાજપના નેતાઓ સામે કાર્યકરોની દુઃખતી નસ દબાવી

Dinesh

Last Updated: 10:58 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં 60થી વધુ બોર્ડ નિગમમાં વિવિધ પદ ઘણાં સમયથી ખાલી છે. 2022ની વિધાનસભા ચૂંટણી અગાઉ નિગમના હોદ્દેદારોના રાજીનામા લઈને પ્રદેશ ભાજપે નામ પણ મંગાવ્યા હતા.

ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીએ લોકસભા ઉમેદવાર ઉમેદવારીપત્ર ભરવા જાય તે પહેલાં યોજાયેલી જાહેરસભામાં બોર્ડ નિગમનો મુદ્દો છેડીને ચર્ચા જગાવી છે. લોકસભા ચૂંટણી બાદ સી.કે.રાઉલજીએ ગાંધીનગર જઈને રજૂઆત કરવાની વાત કરી છે. ત્યારે ગુજરાતમાં 60થી વધુ બોર્ડ નિગમમાં વિવિધ પદ ઘણાં સમયથી ખાલી છે. 2022ની વિધાનસભા ચૂંટણી અગાઉ નિગમના હોદ્દેદારોના રાજીનામા લઈને પ્રદેશ ભાજપે નામ પણ મંગાવ્યા હતા. 

હોદ્દા મળવાની કાર્યકરોમાં આશા જાગી હતી
જિલ્લા પ્રમુખ અને સાંસદો પાસેથી યોગ્ય કાર્યકરના નામ મંગાવતા નિગમમાં હોદ્દા મળવાની કાર્યકરોમાં આશા જાગી હતી. વિધાનસભા ચૂંટણીમાં પડતા મૂકાયેલા નેતાઓને તેમજ પક્ષપલટો કરીને ભાજપમાં આવેલાં કેટલાંક નેતાઓને બોર્ડ નિગમમા તક મળી શકે તેમ હતી. પરંતુ, ભાજપના કાર્યકરોની આશા ઠગારી નિવડી હતી. લોકસભા ચૂંટણી સમયે સી.કે.રાઉલજીએ બોર્ડ નિગમના પદનો મુદ્દો છેડી પ્રદેશ ભાજપના નેતાઓ સમક્ષ કાર્યકરોની દુઃખતી નસ દબાવી છે.

બોર્ડ નિગમની સ્થિતિ શું છે?
60થી વધુ બોર્ડ નિગમમાં પદો છેલ્લા કેટલાય સમયથી ખાલી છે. વર્ષ 2022ની ચૂંટણી અગાઉ હોદ્દેદારોના રાજીનામા લીધા હતા. પ્રદેશ ભાજપે બોર્ડ નિગમો માટેના નામો મંગાવ્યા હતા. જિલ્લા પ્રમુખ, સાંસદ સહિતના હોદ્દેદારો પાસે નામો મંગાવ્યા હતા. ચૂંટણી દરમ્યાન જે નેતાઓને પડતા મુકાયા હતા તેમને તક મળી શકે એમ હતી. પક્ષપલટુઓને પણ જે તે સમયે બોર્ડ-નિગમમાં ગોઠવવાની તજવીજ ચાલતી હતી

આ વિભાગો પર છે નજર!
ગુજરાત પવિત્ર યાત્રાધામ
ગુજરાતના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ હેઠળ બે વિભાગ 
વન અને પર્યાવરણ વિભાગ
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ 
ઉદ્યોગ, ખાણ વિભાગ અને તેના 15 જેટલા પેટા વિભાગ
રોડ અને બિલ્ડિંગ વિભાગ 
પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગ 
ગૃહનિર્માણ વિભાગ 
પંચાયત ગ્રામીણ ગૃહ અને ગ્રામ્ય વિકાસ વિભાગ 
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
નારી અને બાળ કલ્યાણ વિભાગ 
નર્મદા વોટર રિસોર્સિઝ અને કલ્પસર વિભાગ 
ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટ
સાયન્સ અને ટેકનોલોજી વિભાગ

બોર્ડ નિગમમાં ક્યા હોદ્દા મળે?
ચેરમેન 
વાઇસ ચેરમેન
ડિરેક્ટર
સભ્ય

વાંચવા જેવું: જૂનાગઢ તોડકાંડ: સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટને જેલમાં જ રહેવું પડશે, કોર્ટે જામીન અરજી ફગાવી

બોર્ડ-નિગમમાં એન્ટ્રી માટે માપદંડ શું?
ભાજપે બોર્ડ-નિગમમાં નિમણૂક માટે બનાવ્યા ધારાધોરણો છે. 60 વર્ષથી વધુ વયનાને સ્થાન નહીં મળે તેમજ વિધાનસભા ચૂંટણી લડ્યા હોય તેમને સ્થાન પણ નહી અપાય. સામાજિક,રાજકીય સમીકરણો આધારે નિમણૂંકની ગણતરી છે. જ્ઞાતિ,સામાજિક પ્રભુત્વ ધરાવનારાને પ્રથમ પસંદગી અપાશે જ્યારે ભાજપના સંગઠનમાં હોદ્દો ધરાવનારાને સ્થાન ન મળે અને પસંદગી થાય તો સંગઠનના હોદ્દા પરથી રાજીનામું આપવું પડે. વિધાનસભામાં ટિકિટ ન આપી શક્યા હોય તેમને સાચવી લેવા સ્થાન મળી શકે છે. નવા ચહેરાને તક મળે તે બાબતે સહમતિ બની હતી 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ