ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / One person can spread corona to hundreds of people! Learn about dreaded superspreader patients
ADVERTISEMENT
ADVERTISEMENT
સંક્રમણ ફેલાવવામાં ઘણા પરિબળો કામ કરે છે. વાયરસ ટ્રાન્સમિશનને લગતો એક અંગ્રેજીમાં શબ્દ પ્રચલિત છે સુપર સ્પ્રેડર્સ, એટલે કે સંક્રમિત દર્દીઓ કે જેઓ સંક્રમણને સૌથી ઝડપથી ફેલાવે છે. આ વાયરસ ટ્રાન્સમિશનના સ્ટાન્ડર્ડ દર કરતા ઘણો વધારે દર ધરાવે છે. છેલ્લી વખત જ્યારે સાર્સ અને મર્સ જેવી મહામારી ફેલાયી હતી ત્યારે સુપર સ્પ્રેડર્સથી આ વાયરસ ઝડપથી ફેલાયો હતો.
ADVERTISEMENT
શું સુપર સ્પ્રેડર્સ છે સૌથી મોટો ખતરો
એક રિપોર્ટ અનુસાર કોરોના વાયરસ સંક્રમણના મુદ્દે સુપર સ્પ્રેડર્સ ઓછા જોવા મળ્યા છે. એટલે કે તેવા સંક્રમિત દર્દી ઓછા છે, જેને વધુ ઝડપીથી બીજા સ્વસ્થ્ય લોકોમાં સંક્રમણ ફેલાવ્યું. એક રિપોર્ટમાં વાત કરતા જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના નિષ્ણાંત અમેશ અદલજા કહે છે કે સુપર સ્પ્રેડર કોઈ સાઇન્ટિફિક ટર્મ નથી. તેમાં કોઈ નિશ્ચિત સ્કેલ નથી, જેના આધારે સંક્રમિત દર્દીને સુપર સ્પ્રેડર્સ કહી શકાય. પરંતુ એમ કહી શકાય કે સુપર સ્પ્રેડર્સના કારણે અન્ય સંક્રમિત દર્દીઓની તુલનામાં આ વાયરસનું સંક્રમણ વધુ ઝડપથી ફેલાય છે.
ADVERTISEMENT
વાયરસનું સંક્રમણ ફેલાવવું ઘણી વસ્તુઓ પર આધારિત છે. ઉદાહરણ તરીકે, દર્દીના સંપર્કમાં કેટલા સ્વસ્થ લોકો આવ્યા, સંપર્ક કેટલો નજીક હતો અને સંપર્ક કેટલા સમય સુધી હતો. નોવલ કોરોના વાયરસના કિસ્સામાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે સંક્રમિત દર્દી 2 થી 3 સ્વસ્થ લોકોમાં સંક્ર્મણ ફેલાવી રહ્યો છે. સરેરાશ ટ્રાન્સમિશન રેટ ફક્ત 2 થી 3 છે.
ADVERTISEMENT
કોરોના વાયરસના અમુક સુપર સ્પ્રેડર્સ પણ જોવા મળ્યા છે.
જો કે અમુક સંક્રમિત દર્દી એવા પણ મળ્યા છે, જેણે ઘણી ઝડપથી અને મોટી સંખ્યામાં સ્વાસ્થ્ય લોકોને બીમાર કર્યા છે. તે જ પ્રકારનું સંક્રમિત દર્દી એક બ્રિટિશ નાગરિક જોવા મળ્યું. આ બ્રિટીશ નાગરિકે ડઝન તંદુરસ્ત લોકોને બીમાર બનાવ્યા. જ્યારે તે સિંગાપોરથી પાછો ફર્યો ત્યારે પણ તેણે આ સંક્રમણ ફેલાવ્યો અને જ્યારે તે આલ્પ્સની ટેકરીઓમાં સ્કીઇંગ કરવા ગયો ત્યારે પણ તેણે સંક્રમણ ફેલાવ્યો. ઘરે પરત ફર્યા બાદ, તેણે પાંચ લોકોને કોરોના વાયરસથી સંક્રમિત કર્યા.
ADVERTISEMENT
તેમજ, દક્ષિણ કોરિયામાં એક સંક્રમિત મહિલાએ ડઝન લોકોને બિમાર કર્યા. મહિલાને પેશન્ટ નંબર 31 કહેવામાં આવી રહી છે. નોવલ કોરોના વાયરસ સંક્રમણ ચીન અને ઇટાલી પછી દક્ષિણ કોરિયામાં સૌથી વધુ ફેલાઈ રહ્યો છે. તેમ છતાં પણ એક વ્યક્તિથી બીજામાં સંક્ર્મણ ફેલાઈ રહ્યું છે, તેના વિશે ખૂબ નિશ્ચિત રેકોર્ડ આપી શકાતો નથી. એ જ રીતે, એમ કહી શકાય કે બાળકોમાં કોરોના વાયરસનાં લક્ષણો હળવાં જોવા મળ્યાં છે, પરંતુ તેઓ સંક્રમણ ફેલાવવાની ક્ષમતા પણ રાખે છે, જેના કારણે દુનિયાભરમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો