ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:16 AM, 2 October 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
સાવધાન યાત્રા પર નીકળ્યા ઓમ પ્રકાશ રાજભર
સાવધાન યાત્રાને લઈને સંતકબીરનગર જિલ્લાના હેસર ક્ષેત્રમાં પહોંચેલા સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે જનસભાને સંબોધિત કરતાં સમયે મંચ પર જ ગાડીમાં પેટ્રોલ ન હોવાના નામ પર ફાળો માંગી લીધો. જેવી તેમણે મંચ પરથી ચાદર લટકાવીને લોકો સામે ફેલાવી, તેવા જ ફાળો આપવા માટે લોકો ભારે ભીડમાં એકઠા થઈ ગયા. જોતજોતામાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચાદર ભરાઈ ગઈ.
ADVERTISEMENT
પેટ્રોલ ન હોવા પર કાર્યકર્તાઓ પાસે માંગ્યો ફાળો
સાવધાન યાત્રા લઈને નીકળેલા ઓપી રાજભર રવિવારે ધનઘટા વિધાનસભાનાં હેસર ચાર રસ્તા પર ડૉક્ટર ભીમરાવ આંબેડકર ડીગ્રી કોલેજ પહોંચ્યા હતા. અહીં તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. સમાજવાદી પાર્ટી અને બસપા પર હુમલો કરતાં તેમણે કહ્યું કે ગરીબો, દલિતો તથા શોષિત સમાજ માટે લડાઈ ચાલી હી છે. ત્યાર બાદ તેમણે મંચ પરથી ચાદર ફેલાવીને કાર્યકર્તાઓ પાસેથી ફાળો માંગ્યો. જોતજોતામાં કાર્યકર્તાઓએ 10,20,50,100,500 રૂપિયા રાજભરની ચાદરમા ભરી દીધા.
ADVERTISEMENT
जनपद संत कबीर नगर इकाई द्वारा आयोजित सावधान सभा डॉ भीमराव अम्बेडकर डिग्री कालेज कोचरी हैंसर बाजार संत कबीर नगर में बतौर मुख्य अतिथि सुभासपा राष्ट्रीय अध्यक्ष आदरणीय श्री .@oprajbhar जी ने सावधान रैली जनसभा को संबोधित किया।। pic.twitter.com/9GhoGg0Gz9
— SBSP SANTKABIRNAGAR (@sbsp4skn) October 1, 2022
ADVERTISEMENT
લડત હજુ ખૂબ જ લાંબી
રાજભરે પાર્ટીના કાર્યકર્તાઓને કહ્યું કે આ લડત હજુ લાંબી ચાલશે. શું તમે મારો સહયોગ કરશો? મારી પાસે પૈસા ખૂટી ગયા છે. મને તમારા સહયોગની અપેક્ષા છે. ત્યાર બાદ ઓપી રાજભર પોતાની ચાદર ફેલાવીને ઊભા રહી ગયા. કાર્યકર્તાઓએ પણ તેમને નિરાશ ન કર્યા અને તેમની પાસે જે કંઇપણ હતું, રાજભરની ઝોલીમા નાંખી દીધું. આ પહેલા આઝમગઢમાં પણ ઓપી રાજભરે ફાળો માંગ્યો હતો.
જાતિવાર જનગણનાની માંગ
નોંધનીય છે કે ઓપી રાજભર 27 સપ્ટેમ્બરથી સાવધાન યાત્રા લઈને નીકળ્યા છે. આ યાત્રા 27 ઓકટોબર સુધી ચાલશે અને બિહારની રાજધાની પટનામાં તેનું સમાપન થશે. રાજભર જાતિવાદ જનગણનાની માંગને લઈને સાવધાન યાત્રા પર નીકળ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ