બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હવે જુના ફોન કરશે તમારા ઘરની સુરક્ષા, ગણતરીની મીનિટમાં બની જશે સિક્યોરિટી કેમેરો

તમારા કામનું / હવે જુના ફોન કરશે તમારા ઘરની સુરક્ષા, ગણતરીની મીનિટમાં બની જશે સિક્યોરિટી કેમેરો

Published By: Jinal Chauhan

Last Updated: 10:37 AM, 12 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે તમે નવો ફોન ખરીદો ત્યારે જુનો ફોન ડ્રોવરમાં જ પડ્યો રહે છે. અને પડ્યા પડ્યા તે ખરાબ થવા લાગે છે.પણ શું તમે જાણો છો કે એ જ ફોન તમારા ઘરની સુરક્ષા પણ કરી શકે છે.

જ્યારે આપણે નવો ફોન ખરીદીયે ત્યારે જુનો ફોન ડ્રોવરમાં પડ્યો પડ્યો ખરાબ થવા લાગે છે. પણ શું તમે જાણો છો કે એ જ જૂનો ફોન તમારા ઘરની સુરક્ષા વધાવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. જી હા, માત્ર આટલા ઈઝી સેટિંગ્સ અને એક પરફેક્ટ એપની મદદથી તમારો જુનો સ્માર્ટફોન મીનિટમાં એક શાનદાર હોમ સિક્યોરિટી કેમેરો બની શકે છે. આ કોઈ પણ પ્રકારનો ખર્ચ કર્યા વગર તમારા ઘર પર નજર રાખી શકે છે.

Old Phones

પરફેક્ટ એપ પસંદ કરવું સૌથી પહેલું સ્ટેપ

સૌથી પહેલા તમારે એવી એપને ઈન્સ્ટોલ કરવી પડશે જે તમારા જુના ફોનની સિક્યોરીટી કેમેરાને બદલી શકે. એવી એપી જેમાં Alfred Camera, Manything, IP Webcam અથવા Home Security Camera અવેલેબેલ હોય, જે લાઈવ વીડિયો સ્ટ્રીમિંગ, મોશન ડિટેક્શન અને રેકોર્ડિંગ જેવી સુવિધા આપે છે. તમારા જુના ફોનમાં આમાંથી કોઈ પણ એક એપ્લિકેશન ડાઉનલોડ કરો અને સેટઅપ પ્રોસેસ શરૂ કરો.

કેવી રીતે ફોનને કેમેરા મોડમાં સેટ કરશો?

એપ્લિકેશન ઈન્સ્ટોલ કર્યા પછી તેમાં કેમેરા મોડ સિલેક્ટ કરો. તેનાથી તમારો જુનો ફોન રેકોર્ડિંગ અને લાઈવ મોનિટરિંગ માટે તૈયાર થઈ જશે. ફોનની બેટરી ખતમ ન થાય તેા માટે તેને સતત ચાર્જિંગ કરતા રહો. બેસ્ટ વીડિયો ક્વોલિટી માટે કેમેરાના સેટિંગ્સને એડજસ્ટ કરો અને ઈન્ટરનેટ કનેક્શનને સરખુ રાખો.

vtv app promotion

આ પણ વાંચોઃ 'બંધ કરો Google Chrome બ્રાઉઝર', iphone યુઝર્સને કંપનીની કડક ચેતવણી

ફોનને ક્યાં રાખશો?

સિક્યોરિટી કેમેરાની જેમ કામ કરવા માટે ફોનની લોકેશન સૌથી મહત્વની છે. ફોન એવી જગ્યાએ રાખો જ્યાંથી દરવાજા, બારી કે મુખ્ય એન્ટ્રી પોઈન્ટ બરાબર દેખાય. જો લાગે તો ફોનને ટ્રાઈપોઈડ કે મોબાઈલ સ્ટેન્ડ પર ફિક્સ કરી શકો છો, જેનાથી કેમેરો સ્થિર રહેશે અને રેકોર્ડિંગ ચોખ્ખુ દેખાશે.

લાઈવ વ્યૂ જેવા ફિચર્સની મળશે મદદ

મોટાભાગની સિક્યોરિટી એપ્લિકેશન તમારા નવા ફોન પર લાઈવ ફીડ જોવાની સુવિધા આપે છે. એટલે કે તમે ગમે ત્યાંથી તમારા ઘરની દેખરેખ રાખી શકો છો સાથે જ મોશન ડિટેક્શન ફીચર ઓન કરી દેવાનું જેનાથી કોઈ પણ શંકાસ્પદ હરકત થાય તો તમને તરત જ નોટિફિકેશન મળશે. આ ફીચર ખાસ કરીને ત્યારે કામ લાગે જ્યારે તમે ઘરની બહાર હોવ.

ઓછા ખર્ચે ફુલ સિક્યોરિટી

જૂના ફોનને સિક્યોરિટી કેમેરામાં ફેરવવો ઈઝી જ નહીં પણ એકદમ ઓછા ભાવે થઈ જાય છે. તમારે અલગથી કોઈ મોંઘાદાટ સીસીટીવી કેમેરા ખરીદવાની જરૂર નહીં પડે.બસ એક સારી એપ્લિકેશન, મજબૂત વાઈફાઈ અને યોગ્ય જગ્યાએ લગાવેલો જૂનો ફોન તમારા ઘરની સુરક્ષા કરશે.

આટલુ જ નહીં તમે ઈચ્છો તો એકથી વધુ જુના ફોનનો ઉપયોગ કરીને મલ્ટી કેમેરા સેટઅપ પણ તમે બનાવી શકો છો. એટલે કે તમારો જૂનો સ્માર્ટફોન હવે બેકાર નહીં પડ્યો રહે પણ ઘરની સુરક્ષામાં કામમાં લાગશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

smart home security old phone cctv setup phone as camera

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ