બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 'બંધ કરો Google Chrome બ્રાઉઝર', iphone યુઝર્સને કંપનીની કડક ચેતવણી

ટેક્નોલોજી / 'બંધ કરો Google Chrome બ્રાઉઝર', iphone યુઝર્સને કંપનીની કડક ચેતવણી

Published By: Jinal Chauhan

Last Updated: 01:02 PM, 8 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઇફોનએ તેના યુઝર્સને ગૂગલ ક્રોમનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપી છે. તેને પ્રાઈવસી માટે જોખમી માનવામાં આવે છે.

એપલે તેના આઇફોન યુઝર્સને ચોખ્ખુ કહ્યું છે કે તેઓ ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ બંધ કરે. કંપનીએ કહ્યું કે ક્રોમ તમારી પ્રાઈવસીને પ્રોટેક્ટ કરતું નથી જ્યારે તેનું પોતાનું સફારી બ્રાઉઝર તમારી પ્રાઈવસીને સેફ રાખે છે. હવે એપલે તેની ચેતવણીમાં "ફિંગરપ્રિન્ટિંગ" નામની ગુપ્ત ટેકનીકને પણ એડ કરી છે.

google-chrome-2

ફિંગરપ્રિન્ટિંગ શું છે?

ફિંગરપ્રિન્ટિંગ એ એક ટ્રેકિંગની રીત છે જે તમારા ફોન વિશેની નાની વિગતો, જેમ કે સ્ક્રીનની સાઈઝ, ફોન્ટ અને બેટરી લેવલ જાણીને તમારી અલગ ઓળખ બનાવે છે. તેને બંધ કરી શકાતી નથી અને કૂકીઝથી વિપરીત, કોઈ નાપસંદ કરવાનો વિકલ્પ નથી. આ વર્ષે ગૂગલે આ ટેકનીક પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે તેથી તે ફરીથી વધી રહી છે.

સફારી તમને કેવી રીતે સેફ રાખશે?

એપલ કહે છે કે સફારી તમારા ફોનની સાચી માહિતી છુપાવે છે. આનાથી લાખો ફોન એક જેવા જ લાગે છે જેના ટ્રેકર્સને તમારી ઓળખ કરી શકતા નથી. સફારી ટ્રેકિંગ અટકાવવા માટે AIનો પણ ઉપયોગ કરે છે પુરેપુરી સેફ્ટી આપે છે અને લોકેશન પણ ટ્રેક થવા દેતું નથી.એપલનો દાવો છે કે ક્રોમ આ બધામાં ફેઈલ છે.

ગૂગલ એપ્સથી સાવધ રહો

જો તમે સફારીનો ઉપયોગ કરો છો તો પણ ગૂગલ તમને ફસાવી શકે છે. મોટાભાગના લોકો સફારીમાં ગૂગલ સર્ચમાં ડિફોલ્ટ હોય છે. ગૂગલ દરેક સર્ચ પેજના નીચે એક મોટું વાદળી બટન હોય છે 'Try Google App'. જો ભૂલથી તમે ટચ કરી દેશો તો સીધા ગૂગલ એપમાં રિડાયરેક્ટ થઈ જશો. એપલની ચેતવણી પ્રમામે ગૂગલ એપ ક્રોમ કરતાં પણ વધુ ડેટા ભેગા કરે છે અને તેને તમારા નામ સાથે જોડી દે છે. તેથી તે વાદળી બટન ક્યારેય દબાવો નહીં.

ક્રોમ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ છે

વિશ્વભરમાં 3 અબજથી વધુ લોકો ક્રોમનો ઉપયોગ કરે છે. વારંવાર ચેતવણીઓ છતાં લોકો હજુ પણ તેનો ઉપોયગ કરે છે. જો તમે જાણી જોઈને ક્રોમ અથવા ગૂગલ એપ્સનો ઉપયોગ કરવા માંગતા હો તો તે તમારો નિર્ણય છે, પરંતુ પહેલા સમજો કે તમારી પ્રાઈવસીનું શું થશે.

vtv app promotion

આ પણ વાંચોઃ Chatgpt નું આ એક સેટિંગ્સ તમારા કામને બનાવી દેશે આસાન, ટિપ્સ જોરદાર!

તમારે શું કરવું જોઈએ?

એપલ કહે છે કે સૌથી સહેલો રસ્તો એ છે કે સફારીનો ઉપયોગ કરો. ગૂગલ સર્ચ કરતી વખતે નીચેના બ્લુ બટનને ભૂલથી પણ ટચ ન કરશો અને જો તમે ખરેખર પ્રાઈવસી ઇચ્છતા હોવ તો તમારા સર્ચ એન્જિનને ડકડકગો અથવા અન્ય ખાનગી સર્ચ એન્જિનમાં બદલો. તમારી પ્રાઈવસી તમારા હાથમાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chrome risks Apple Safari security iPhone privacy warning,

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ