ન્યૂઝ ઉપડેટસ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Chatgpt નું આ એક સેટિંગ્સ તમારા કામને બનાવી દેશે આસાન, ટિપ્સ જોરદાર!
Last Updated: 12:24 PM, 8 December 2025
ChatGPT જેવા AI ચેટબોટ્સનો ઉપયોગ સતત વધી રહ્યો છે. તે અભ્યાસથી લઈને વ્યાવસાયિક જીવન સુધી દરેક ક્ષેત્રમાં લોકોને મદદ કરી રહ્યું છે. જો તમે તેનો ઉપયોગ તમારા પોતાના કામ માટે કરો છો તો અમુક સેટિંગ્ ઓન કરવાથી તમારું કામ સરળ બની શકે છે. આજે અમે તમને આવા કેટલાક સેટિંગ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તેમને ChatGPT નો ઉપયોગ સરળ બનાવવા અને તમારો સમય બચાવવા માટે મદદ કરશે.
ADVERTISEMENT
ChatGPT માં મેમરી ઓન કરવાથી તે તમારો પ્રેફરન્સ , રાઈટિંગ સ્ટાઈલ અને અન્ય વિગતો યાદ રાખે છે જેનાથી તમારે વારંવાર તમારી ડિટેલ નાંખવાની જરૂર પડતી નથી.આટલું જ નહીં પણ તમારી જૂની ચેટથી AI સમજી જશે કે તમારે કેવો રિસપોન્સ જોઈએ છે.

ADVERTISEMENT
કસ્ટમ સૂચનાઓનો ઉપયોગ કરવાથી તમે ChatGPTને તમારી સાથે કેવી રીતે વાતચીત કરવી તે કહી શકો છો. તમે ટોન,ડિટેલ, ફોર્મેટ અને અન્ય કોઈપણ પસંદગીઓને કસ્ટમાઇઝ કરી શકો છો. એકવાર સેટ થઈ ગયા પછી ChatGPT તમારી ઇચ્છા મુજબ રિસપોન્સ આપશે. આ સર્વિસ તમારો ઘણો સમય બચાવી શકે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ખતમ થવા જઈ રહી છે ઓફર, 251 રુ.માં 100 GB ડેટા, ફ્રી કોલ્સ, SMS, છેલ્લી તારીખ આ દિવસે
ADVERTISEMENT
ઇન્ટિગ્રેશનની મદદથી તમે ChatGPTને બ્રાઉઝર, કેલેન્ડર અને બીજી એપ્સ સાથે ઈન્ટિગ્રેટ કરી શકો છો. એક વાર ઇન્ટિગ્રેશન થઈ જાય પછી તમે આ એપ્સમાંથી સીધી જ માહિતી મેળવી શકો છો જેથી તમારું કામ વધુ સરળ બની જાય છે. ઇન્ટિગ્રેશનથી તમે ChatGPTને એક અસિસ્ટન્ટમાં બદલી શકો છો જે તમને કેલેન્ડર અને અન્ય જરૂરી માહિતી સમયસર આપતું રહેશે.
ADVERTISEMENT
ઘણાં ડિવાઈસ ChatGPTના વોઇસ મોડને સપોર્ટ કરે છે. તેને ચાલુ કર્યા પછી તમે ChatGPT સાથે એ જ રીતે વાત કરી શકો છો જેમ તમે કોઈ માણસ સાથે કરો છો. વોઇસ મોડથી તમે તેને હેન્ડ્સ-ફ્રી રીતે ઉપયોગ કરી શકો છો. જો તમે એક સાથે ઘણા કામ કરો છો અથવા ટાઇપ કરવું મુશ્કેલ લાગે છે તો વોઇસ મોડ તમારું કામ બહુ સરળ બનાવી દે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.