બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Note the date! The lives of the 5 zodiac signs will change, Venus will give immense wealth and luxurious life
Last Updated: 02:00 PM, 1 November 2022
ADVERTISEMENT
વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ 11 નવેમ્બરે રાશિ બદલી રહ્યો છે. શુક્ર ગૌચર કર્યા બાદ તે વૃશ્વિક રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર ગ્રહને ધન, સમૃધ્ધિ, વૈભવ, પ્રેમ અને સુંદરતાને કારક માનવામાં આવે છે. હાલમાં શુક્ર તુલા રાશિમાં છે. વૃશ્રિક રાશિમાં શુક્રનું ગોચર 5 રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે. શુક્રની કૃપાથી આ લોકોની આવકમાં વધારો થશે. જીવનમાં સુખ- વિલાસમાં વધારો થશે. પ્રેમ અને વિવાહિત જીવન સારુ રહેશે.
સિંહ: શુક્રનું ગોચર સિંહ રાશિના લોકોને મોટો ફાયદો કરાવશે. શુક્રની નિશાની બદલાતા જ આ લોકોના જીવનમાં સુખ-સમૃધ્ધિ વધી શકે છે. તમે કોઈ નવું કામ શરુ કરી શકો છે. વેપારમાં લાભ થશે. નફામાં વધારો થશે. આવકમાં વધારો થવાથી આર્થિક સ્થિતિ સારી રહેશે.
ADVERTISEMENT
તુલા: શુક્રના રાશિ પરિવર્તનથી તુલ રાશિના લોકોને મોટો ફાયદો થશે. તેમને અચાનક ક્યાંકથા પૈસા મળી શકે છે. આવકના સ્ત્રોત બનશે. રોકાણ કરવા માટે સારો સમય છે. તમે આ મહિને બચત કરવામાં સફળ રહેશો. તમને દેવાથી મુક્તિ મળશે.
ધનુ: શુક્રનું રાશિ પરિવર્તન ધનુ રાશિના લોકો માટં પણ સાનુકૂળ રહેશે. વેપારમાં લાભ થશે. કરિયર માટે પણ આ સમય સારો રહેશે. આવકમાં વધારો થશે. જીવનમાં સુખ-સૃધ્ધિઓ વધશે. લવ લાઈફ, દાંપત્ય જીવન માટે સારો સમય છે.
ADVERTISEMENT
મકર: શુક્રનું રાશિ પરિવર્તન મકર રાશિના લોકોને શુભ ફળ આપશે. પગાર વધી શકે છે. પ્રમોશન મળી શકે છે. માન-સન્માન વધશે. પૈસાથી ફાયદો થશે. નાણાંકીય સ્થિતિ સારી રહેશે. જીવનમાં ખુશીઓ વધશે.
કુંભ રાશિઃ કુંભ રાશિના લોકો માટે શુક્રનું સંક્રમણ સારુ સાબિત થશે. કરિયરમાં તમને સફળતા મળશે. મોટી સિધ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. લોકો તમારે કામની પ્રશંસા કરશે. પગાર વધારો, પ્રમોશન મળવાના ચાન્ય છે. વેપાર માટે પણ સમય સારો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.