ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / nitish kumar heart for pm post neither contender nor longing

રાજકારણ / PM પદ માટે નીતિશ કુમારે કહી દીધી પોતાના દિલની વાત: વિપક્ષને આપ્યો આડકતરી રીતે સંકેત

Published By: Pravin

Last Updated: 03:32 PM, 6 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની 2024ની ચૂંટણીને લઈને વિપક્ષ તરફથી કોણ ઉમેદવાર હશે, તેને લઈને અત્યારથી ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. ત્યારે હવે આ બાબતને લઈને નીતિશ કુમારે પોતાની મનની વાત જણાવી છે.

ADVERTISEMENT

  • 2024ની લોકસભા ચૂંટણીને લઈને વિપક્ષ તરફથી કોણ હશે પીએમ ઉમેદવાર
  • એક એવી ચર્ચા પર છે કે, નીતિશ કુમાર પીએમ પદના ઉમેદવાર હોય શકે
  • ત્યારે હવે નીતિશ કુમારે આ બાબતને લઈને ચોખવટ કરી છે

2024ની લોકસભા ચૂંટણીમાં પીએમ પદ માટે વિપક્ષનો કોઈ સામૂહિક ચહેરો હશે કે પછી જનતાની વચ્ચે આ ચહેરો હશે. હાલના સમયમાં બે નામ ચર્ચામાં છે. પ્રથમ છે તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ અને બીજૂ નામ છે બિહારના સીએમ નીતિશ કુમાર. નીતિશ કુમાર વિશે સહયોગી ઘટક આરજેડીના તેજ પ્રતાપ યાદવ પહેલા પણ કહી ચુક્યા છે કે, નીતિશજીને પીએમ બનાવાની જવાબદારી અમે ચોક્કસથી પુરી કરીશું. હા એ વાત અલગ છએ કે, જેડીયૂના રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં સીધી રીતે નીતિશ કુમારે પોતાના વિશે કંઈ નથી કહ્યું. જો કે, એ મેસેજ આપ્યો છે કે, જો વિપક્ષ એકજૂટ થઈ જાય તો, 2024માં કેન્દ્રની સત્તામાંથી ભાજપને હટાવાનું આસાન થઈ જશે. જો કે, ખુદની દાવેદારી પર બોલવાનું તેમણે ટાળ્યું હતું. પણ હવે તેઓ ખુલ્લીને કહી રહ્યા છે કે, પીએમ પદને લઈને તેમના મનમાં શું છે.

ન દાવેદાર, ન લાલચ

સીપીએમ નેતા સીતારામ યેચૂરી સાથે દિલ્હીમાં મુલાકાત કર્યા બાદ નીતિશ કુમારના ભાવને સમજીએ તો, સ્પષ્ટ થઈ જશે કે, 2024માં દિલ્હીની ગાદીને લઈને તેમની કોઈ ઈચ્છા નથી. નીતિશ કુમારે કહ્યુ કે, તેઓ ન તો દાવેદાર છે, ન તો તેમને તેની કોઈ લાલચ છે. પણ સવાલ એ છે કે, રાજકારણમાં આ પ્રકારના શબ્દોનો શું અર્થ છે. શું નેતાઓના શબ્દો અંતિમ હોય છે કે પછી તે પલ્ટી મારવાની કોઈ સંભાવના છુપાયેલી હોય છે. 

જાણકારોનું શું કહેવુ છે 

આ બાબતને લઈને જાણકારોનું કહેવુ છે કે, 2024ની ચૂંટણીમાં સત્તા પક્ષ અને વિપક્ષ માટે અતિ મહત્વની છે. જો નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ ફરી એક વાર સરકાર બનાવામાં સફળ રહેશે, તો તે આ દાયકાની સૌથી મોટી સફળતા હશે. જો વિપક્ષ નરેન્દ્ર મોદીને સત્તામાંથી હટાવામાં સફળ થશે તો, મેસેજ જશે કે, કોઈ પણ પાર્ટીને કસોટીમાંથી પાર ઉતારવાનું કામ જનતા ખૂબ સારી રીતે જાણે છે. હવે સવાલ એ થાય કે, નીતિશ કુમારના આ પ્રકારના નિવેદનનો શું અર્થ છે, તો નીતિશ કુમાર વિપક્ષને એ મેસેજ આપવા માગે છે કે, તેમની પીએમ બનવાની કોઈ ઈચ્છા તો નથી, પણ જો વિપક્ષ એક થાય તો, તમામ પાર્ટીઓ ભેગી થઈને તેમના નામ પર આપોઆપ મહોર લગાવી શકે.

સંકળાયેલા મુદ્દાઓ

2024 election 2024 લોકસભા ચૂંટણી Nitish Kumar PM candidate નીતિશ કુમાર પીએમ પદના ઉમેદવાર Nitish Kumar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ