ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / રાત્રે પણ ધરતી પર ખીલશે દિવસ જેવી રોશની? અંતરિક્ષમાં મિરર સેટેલાઇટની યોજના, જાણો ભારત સાથે શું છે કનેક્શન

વિશ્વ / રાત્રે પણ ધરતી પર ખીલશે દિવસ જેવી રોશની? અંતરિક્ષમાં મિરર સેટેલાઇટની યોજના, જાણો ભારત સાથે શું છે કનેક્શન

Published By: Pravin Joshi

Last Updated: 04:31 PM, 16 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના સ્ટાર્ટઅપ 'રિફ્લેક્ટ ઓર્બિટલ' અને ભારતની ખાનગી સ્પેસ કંપની 'સ્કાયરૂટ એરોસ્પેસ' વચ્ચે એક ઐતિહાસિક સમજૂતી થઈ છે.

ADVERTISEMENT

શું તમે ક્યારેય વિચાર્યું છે કે રાતના સમયે જ્યાં ઘોર અંધારું હોય ત્યાં અંતરિક્ષમાંથી સીધો સૂર્યપ્રકાશ પહોંચાડીને અજવાળું કરી શકાય? આપણે જે માત્ર કલ્પના જ કરી શકીએ, તેને અમેરિકા અને ભારતની સ્પેસ કંપનીઓ મળીને વાસ્તવિકતામાં બદલવાનો રોડમેપ તૈયાર કરી ચૂકી છે. અમેરિકી સ્પેસ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ 'રિફ્લેક્ટ ઓર્બિટલ' અને ભારતની અગ્રણી ખાનગી સ્પેસ કંપની 'સ્કાયરૂટ એરોસ્પેસ' વચ્ચે આ અનોખી ટેકનોલોજી માટે મહત્વપૂર્ણ કરાર થયા છે.

આ યોજના હેઠળ કેલિફોર્નિયા સ્થિત રિફ્લેક્ટ ઓર્બિટલ અંતરિક્ષમાં વિશાળ અરીસા ધરાવતા સેટેલાઇટ્સ મોકલશે. આ ખાસ અરીસાઓ સૂર્યના કિરણોને રિફ્લેક્ટ કરીને પૃથ્વીના નિર્ધારિત વિસ્તારો સુધી પહોંચાડશે. કંપનીનો લક્ષ્યાંક એક સમયે પૃથ્વી પરના આશરે 5 કિલોમીટરના વિસ્તારને રાત્રે રોશન કરવાનો છે. આ ટેક્નોલોજીની મદદથી જરૂરિયાત મુજબ પ્રકાશની તીવ્રતા વધારી કે ઘટાડી શકાશે.

didha - 2026-10-16T162941.116

ભારત સાથે શું છે ખાસ કનેક્શન?

આ અદભુત મિશન માટે સેટેલાઇટ્સને અંતરિક્ષમાં સ્થાપિત કરવાની જવાબદારી ભારતની 'સ્કાયરૂટ એરોસ્પેસ' ને સોંપવામાં આવી છે. કરાર મુજબ, પ્રથમ સેટેલાઇટ સ્કાયરૂટના વિક્રમ-1 (Vikram-1) રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે, જ્યારે બીજા સેટેલાઇટ માટે પ્રગતિ હેઠળના વિક્રમ-1U (Vikram-1U) રોકેટનો ઉપયોગ કરાશે.

સ્કાયરૂટના સીઈઓ પવન ચંદનાએ આ ભાગીદારીને અંતરિક્ષ ટેકનોલોજીના નવા યુગ તરફનું મહત્વનું પગલું ગણાવ્યું છે. રિફ્લેક્ટ ઓર્બિટલના વડા બેન નોવાકે જણાવ્યું કે આ સેટેલાઇટના નિર્માણ, લોન્ચિંગ અને સંચાલન માટે અમેરિકી સંઘીય સંચાર આયોગ (FCC) તરફથી મંજૂરી મળી ચૂકી છે.

didha - 2026-10-16T163003.159

શું છે આ ટેક્નોલોજી અને શા માટે થઈ રહ્યો છે વિરોધ?

અંતરિક્ષમાંથી પૃથ્વી પર સૂર્યપ્રકાશ રિફ્લેક્ટ કરવાનો વિચાર તદ્દન નવો નથી. વર્ષ 1993 માં રશિયન વૈજ્ઞાનિકોએ 'ઝનામયા' (Znamya) પ્રયોગ હેઠળ અંતરિક્ષમાં મોટો અરીસો મૂકીને પૃથ્વી પર પ્રકાશ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આર્થિક કારણોસર તે આગળ વધી શક્યો ન હતો.

આ પણ વાંચોઃ નેશનલ / મેજરના પોતાના જ સાથી ઓફિસર્સની પત્ની સાથે અફેર્સની ફરિયાદ! ઈન્ડિયન આર્મીનો ચોંકાવનારો કિસ્સો

હવે આ પ્રોજેક્ટ સામે પર્યાવરણવિદોએ ચિંતા વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે. પર્યાવરણ સંગઠનોનું કહેવું છે કે રાત્રે કુત્રિમ સૂર્યપ્રકાશ ફેલાવવાથી વન્યજીવોની દિનચર્યા, મનુષ્યોની પ્રાકૃતિક બાયોલોજિકલ ક્લોક અને ખગોળીય સંશોધનો પર નકારાત્મક અસર પડી શકે છે. કેટલીક સંસ્થાઓએ આ મિશનની મંજૂરી રદ કરવા પણ માંગ કરી છે. આ ટેક્નોલોજી ભવિષ્યમાં રાત્રે રોશની મેળવવાનો મોટો વિકલ્પ બની શકે છે, પરંતુ તેના પર્યાવરણીય પ્રભાવોનું મૂલ્યાંકન કરવું પણ એટલું જ જરૂરી બનશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ReflectOrbital SkyrootAerospace Vikram1

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ