ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:24 PM, 15 October 2026
ADVERTISEMENT
ગોલ્ડમેન સૈક્સએ એક મોટા જોખમ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ અનુસાર 100 બેસિસ પોઇન્ટ અથવા 1% વ્યાજ દરમાં વધારો વિકસિત બજારોમાં GDP માં આવતા વર્ષે 0.6% ઘટાડો કરી શકે છે કારણ કે હાઇ કોસ્ટ હાઉસ ઇન્ફલેશન, ઘરગથ્થુ ખર્ચ, વ્યવસાયિક રોકાણ અને સરકારી નાણાં પર દબાણ વધે છે.
ADVERTISEMENT
ગોલ્ડમેન સૈક્સના અર્થશાસ્ત્રી દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં ચાર ક્ષેત્રો પર ઊંચા વ્યાજ દરોની અસરનો અભ્યાસ કરવામાં આવ્યો હતો: હાઉસિંગ, ગ્રાહક ખર્ચ અને લોન, કોર્પોરેટ રોકાણ અને સરકારી લોન અને ખાધ સામેલ છે.
ભારતને લઇને પણ આના પર એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે, જેમા કહેવાયુ છે કે આની ભારત પર ગંભીર અસર પડી શકે છે. નબળી આર્થિક ગતિવિધીથી એન્જીનીયરિંગ ઉત્પાદનો, મશીનરી અને ઓટો સેક્ટર સહિત ભારતીય મેન્યુફૈક્ચરિંગ વસ્તુઓની માંગને અસર કરી શકે છે, જો કે ગોલ્ડમેન સૈક્સના અંદાજ વિકસિત અર્થતંત્રો પર આધારિત છે અને ભારતના નિકાસ પર અસરનું સીધું મૂલ્યાંકન કરતા નથી.
ADVERTISEMENT
દબાણ હેઠળ વ્યાપાર રોકાણ
ગોલ્ડમેન સૈક્સનો અંદાજ છે કે વ્યાજ દરમાં 100 બેસિસ પોઈન્ટનો વધારો વિકસિત બજારોમાં વ્યાપાર રોકાણમાં સરેરાશ 1.8 ટકાનો ઘટાડો લાવી શકે છે. નેધરલેન્ડ્સ, સ્વીડન અને જર્મનીમાં તેની અસર વધુ પડી શકે છે, જ્યાં રોકાણમાં અનુક્રમે 3.5 ટકા, 3.1 ટકા અને 2.1 ટકાનો ઘટાડો થઈ શકે છે.
ADVERTISEMENT
આ જોખમ ભારતના એન્જિનિયરિંગ ગુડ્સ ક્ષેત્ર સાથે સંબંધિત છે, જેણે મજબૂત નિકાસ વૃદ્ધિ જાળવી રાખી છે. ઉદ્યોગ સંસ્થા EEPC ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર નાણાકીય વર્ષ 2027 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એન્જિનિયરિંગ નિકાસ પાછલા વર્ષની તુલનામાં 18.21 ટકા વધીને 46.38 અરબ ડોલર સુધી પહોંચી ગઈ છે, જે એક વર્ષ અગાઉ $39.24 અરબ ડોલર હતી.
સરકારી દેવું દબાણ વધારી શકે છે
ADVERTISEMENT
હાલની લોનની પરિપક્વતા અને ઊંચા વ્યાજ દરો પર ચુકવણી દરમિયાન સરકારોને વ્યાજ ખર્ચમાં વધારો થઈ શકે છે. આ અસર જાહેર દેવાની પરિપક્વતા માળખા અને ઊંચા વ્યાજ દરોને કારણે ઉધાર ખર્ચમાં વધારા પર આધારિત રહેશે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ વિશ્વ / નવરાત્રિના પહેલા જ દિવસે અમેરિકામાં ભારતીયોને ખતમ કરવાનું ષડયંત્ર રહ્યું નિષ્ફળ, આરોપીની ધરપકડ
રિયલ એસ્ટેટ પણ નબળી પડી શકે છે
ADVERTISEMENT
ગોલ્ડમેન સૈક્સનું કહેવું છે કે વધતા વ્યાજ દરો હોમ લોન ચુકવણી અને ગ્રાહક લોનના ખર્ચમાં વધારો કરી શકે છે, જેના કારણે પરિવાર પાસે વિવેકાધીન ખર્ચ માટે ઓછા પૈસા રહે છે. ગોલ્ડમેન સૈક્સનો અંદાજ છે કે વ્યાજ દરોમાં 100 બેસિસ પોઈન્ટનો વધારો વિકસિત બજારોમાં ગ્રાહક ખર્ચમાં સરેરાશ 0.2 ટકાનો ઘટાડો કરી શકે છે. ઓસ્ટ્રેલિયા, સ્વીડન અને કેનેડા એવા અર્થતંત્રોમાં સામેલ છે જે આ મધ્યમ ગાળાની અસરથી સૌથી વધુ પ્રભાવિત થવાની સંભાવના ધરાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
The paisa point / FD vs RD: પૈસા ક્યાં રાખવા? જાણો કયું ક્યારે કામ આવે
ADVERTISEMENT
ADVERTISEMENT