ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / નવરાત્રિના પહેલા જ દિવસે અમેરિકામાં ભારતીયોને ખતમ કરવાનું ષડયંત્ર રહ્યું નિષ્ફળ, આરોપીની ધરપકડ

વિશ્વ / નવરાત્રિના પહેલા જ દિવસે અમેરિકામાં ભારતીયોને ખતમ કરવાનું ષડયંત્ર રહ્યું નિષ્ફળ, આરોપીની ધરપકડ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 09:50 AM, 15 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

America News: અમેરિકાના શિકાગોમાં એક 19 વર્ષીય યુવકની હિન્દુ ધર્મસ્થળ પર હુમલો કરવાનું કાવતરું ઘડવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

ADVERTISEMENT

અમેરિકાના શિકાગોમાં નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તોથી ખીચોખીચ ભરેલા મંદિરમાં રક્તપાતના મનસુબા સાથે આવેલા યુવકને દબોચી લેવાયો છે. 11 ઓક્ટોબર 2026 નવરાત્રીનો પહેલો દિવસ મંદિર સંકુલ ભક્તોથી ભરેલું હતું. આ દરમિયાન એક માણસ મોડિફાઇડ AR-સ્ટાઇલની રાઇફલ અને 300 રાઉન્ડ ગોળિયો લઈને પ્રવેશ કરે છે. આ ગોળીઓથી દસ મેગેઝિન લોડ કરી શકાય છે. તે માણસ ટ્રિગર વ્યુ, પરંતુ રાઇફલ જામ થઈ ગઇ. કલ્પના કરો, જો રાઇફલ જામ ન થઈ હોત, તો આ 300 ગોળીઓથી કેટલા ભક્તો મૃત્યુ પામ્યા હોત?.

ખરેખર, ઇલિનોઇસના ઓરોરામાં હિન્દુ ધર્મસ્થળ પર હુમલો કરવાનું કાવતરું ઘડવા બદલ 19 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. તે પેલેટાઇનનો રહેવાસી છે. તેનું નામ એલેક્ઝેન્ડ્રોસ પૈપોરાકિસ છે. તેણે માસ શૂટિંગનું પ્લાનિંક કર્યું હતું. મીડિયા અહેવાલો અનુસાર એલેક્ઝેન્ડ્રોસ ભારે હથિયારો સાથે મંદિરમાં પહોંચ્યો અને ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની બંદૂક જામ થઈ ગઈ.

19 વર્ષીય એલેક્ઝેન્ડ્રોસ પૈપોરાકિસ એક ફાસ્ટ-ફૂડ રેસ્ટોરન્ટમાં કેશિયર તરીકે કામ કરે છે. પેલાટિનના ઉત્તરપશ્ચિમ ઉપનગરની પોલીસના જણાવ્યા અનુસાર, પાપોરાકિસે ઓરોરાના એક હિન્દુ મંદિરમાં "ભારતીય લોકોની સામૂહિક હત્યા" કરવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસ કહે છે કે તે ગયા રવિવારે યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર થઈને ત્યાં ગાડી લઇ પહોચ્યો હતો. ફક્ત એક જામ થયેલી રાઈફલ જ 19 વર્ષીય યુવાનને સામૂહિક ગોળીબાર કરતા અટકાવી હતી.

નેટ પર રાઈફલ્સ રિપેર કરવાની રીતો શોધી શોધી

પોલીસના જણાવ્યા અનુસાર માસ શૂટિંગનું પ્લાનિંગ કરવામાં આવી હતી તે સ્થળ દક્ષિણપશ્ચિમ ઉપનગરીય ઓરોરાનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. રવિવાર 11 ઓક્ટોબરના વિશાળ ધાર્મિક સ્થળ ભક્તોથી ભરેલું હતું અને આનંદી વાતાવરણ છવાઈ ગયું હતું. પાપોરાકિસ મોટી સંખ્યામાં ભારતીયોને મારવાના ઈરાદા સાથે પહોંચ્યો હતો, પરંતુ ભાગ્યમાં પાપોરાકિસ માટે કંઈક અલગ જ યોજના હતી. તેની પાસે એક રાઈફલ અને 300 રાઉન્ડ ગોળીઓ હતી, જે દસ મેગેઝિન ફરીથી લોડ કરવા માટે પૂરતો હતો. તેની પાસે બોડી આર્મર અને ગેસોલિન કેન પણ હતા.

ટેકો બેલમાં કામ કરતો પૈપોરાકિસ પેલાટાઇનમાં તેની માતાના ઘરેથી ઓરોરાના મંદિર તરફ ગાડી ચલાવી પહોચ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ તેણે ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બંદૂક જામ થઈ ગઈ, ત્યારબાદ તે ઘરે પાછો ફર્યો. ત્યાં, તેણે તેની બંદૂક કેવી રીતે રિપેર કરવી તે અંગે માહિતી માટે ઇન્ટરનેટ પર પ્રયાસ કર્યો અને એક સહકાર્યકરને ફોન કરીને કહ્યું કે તે મોટાપાયે ગોળીબારની યોજના બનાવી રહ્યો છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ વિશ્વ / હોર્મુઝ ખાડીમાં મોટો દરિયાઈ અકસ્માત: બારૂદી સુરંગ સાથે અથડાતાં 2500 કન્ટેનર સાથે જહાજ ડૂબ્યું!

હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને શું કહ્યું?

આ ગંભીર ઘટના અંગે હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને એક્સ પર કહ્યું, "અમે કાયદા અમલીકરણ એજન્સીઓની ત્વરિત કાર્યવાહી માટે પ્રશંસા કરીએ છીએ. અમે સમુદાયને સતર્ક રહેવા અને કોઈપણ સંભવિત ધમકીઓની જાણ કરવા પણ વિનંતી કરીએ છીએ." દરેક સમુદાયને ભય વિના પૂજા કરવાનો અધિકાર છે." પેલેટાઇન પોલીસ વિભાગે જણાવ્યું હતું કે તે તપાસ ચાલુ હોવાથી FBI સાથે મળીને કામ કરી રહ્યું છે, જેમાં સંભવિત વધારાના આરોપોની તપાસ થાય છે. વધુમાં અધિકારીઓએ આ ઘટના સાથે સંબંધિત જાહેર જનતા માટે કોઈ વર્તમાન ખતરો જોવા મળ્યો નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chicago News Hindu Temple America News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ