ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / હોર્મુઝ ખાડીમાં મોટો દરિયાઈ અકસ્માત: બારૂદી સુરંગ સાથે અથડાતાં 2500 કન્ટેનર સાથે જહાજ ડૂબ્યું!
Last Updated: 11:42 PM, 14 October 2026
ADVERTISEMENT
વૈશ્વિક વેપાર અને દરિયાઈ માર્ગો માટે અત્યંત સંવેદનશીલ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક દરિયાઈ બારૂદી સુરંગ સાથે અથડાઈને 2500 કન્ટેનર લઈને જઈ રહેલો એક વિશાળ માલવાહક જહાજ સમુદ્રમાં ડૂબી ગયો છે. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) ની નૌકાદળ દ્વારા બુધવારે આ જહાજ દુર્ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. આ વિસ્ફોટ સવારે અંદાજે 6:30 વાગ્યે થયો હતો. આ માલવાહક જહાજ મધ્ય પૂર્વથી એશિયા તરફ માલ લઈને જઈ રહ્યું હતું. અચાનક થયેલા શક્તિશાળી વિસ્ફોટને કારણે જહાજના તળિયે (પતવાર) મોટું ગાબડું પડી ગયું હતું, જેના કારણે જહાજમાં ઝડપથી પાણી ભરાવા લાગ્યું અને માત્ર થોડી જ મિનિટોમાં આખો જહાજ સમુદ્રના ગર્ભમાં સમાઈ ગયો. જહાજ પર સવાર તમામ 2500 કન્ટેનર સમુદ્રની લહેરોમાં ચારેય બાજુ વિખેરાઈ ગયા હતા. યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ઈરાન દ્વારા કોઈ જહાજ બારૂદી સુરંગ સાથે અથડાવાથી ડૂબી જવાની આ પહેલી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી છે.
ADVERTISEMENT
🇮🇷⚔️🇴🇲🇺🇲 Iran’s IRGC Navy claims a container ship carrying more than 2,500 containers hit a naval mine and sank south of the Strait of Hormuz after attempting what Tehran calls an “unauthorized and dangerous” route off the Omani coast. Footage shows a large containership listing heavily with thick black smoke rising, a tug alongside, and floating debris consistent with containers or wreckage. The IRGC warned local vessels and fishermen about floating containers. Independent confirmation of the ship’s identity, crew status, and exact circumstances remains limited. Iran has repeatedly warned that vessels using the southern lane (the route the US has been guiding) face mines or attack. Multiple shipping incidents have been reported in the area in recent days. The claim comes as the Trump administration continues to state that traffic is flowing through Hormuz under US guidance and that oil volumes remain high. The gap between those statements and ongoing Iranian claims of control over southern routes is the operational reality in the strait.
— 🔥🗞The Informant (@theinformant_x) October 14, 2026
ADVERTISEMENT
આ દુર્ઘટના સાથે જોડાયેલી કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર વાયરલ થઈ રહ્યા છે. આ દ્રશ્યોમાં કન્ટેનરોથી ભરેલા જહાજમાંથી ગાઢ ધુમાડાના ગોટેગોટા નીકળતા અને જહાજ ધીમે-ધીમે સમુદ્રમાં ડૂબતું નજરે પડે છે. ઘટના બાદ થોડી જ વારમાં અસંખ્ય કન્ટેનરો સમુદ્રની સપાટી પર તરતા જોવા મળ્યા હતા. જો કે, આ ગંભીર દુર્ઘટનાને લઈને હજુ સુધી ઘણા મહત્વપૂર્ણ સવાલોના જવાબ મળ્યા નથી; જેમ કે આ જહાજ કયા દેશનું હતું, તેમાં કુલ કેટલા લોકો સવાર હતા અને ક્રૂ મેમ્બર્સની વર્તમાન સ્થિતિ શું છે તેની કોઈ અધિકૃત માહિતી સામે આવી નથી.
New footage shows the latest condition of the container ship found in violation in the Strait of Hormuz. https://t.co/Fu0NSfFdLe
— Tehran Times (@TehranTimes79) October 14, 2026
ADVERTISEMENT
ઈરાની ટેલિવિઝન દ્વારા આપવામાં આવેલા અહેવાલ મુજબ, આ જહાજ પ્રતિબંધિત અને ખતરનાક ક્ષેત્રમાંથી પસાર થઈ રહ્યું હતું. હોર્મુઝ જળમાર્ગ પર પોતાનું નિયંત્રણ જાળવી રાખવા માટે ઈરાન દ્વારા સમુદ્રના તળિયે અનેક જગ્યાએ વોટર માઈન (લેન્ડ માઈન) બિછાવવામાં આવ્યા છે. જો કોઈ અનધિકૃત જહાજ આ માર્ગેથી પસાર થાય છે, તો તેના આવા ખતરનાક વિસ્ફોટકોની ચપેટમાં આવવાની પૂરી સંભાવના રહે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીની અરજીની ખામીઓ દૂર, સુપ્રીમ કોર્ટમાં સુનાવણીની સંભવિત તારીખ સામે આવી
ADVERTISEMENT
હોર્મુઝ સ્ટ્રેટ આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને ઊર્જા પુરવઠાની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. ફારસની ખાડીને અરબી સમુદ્ર સાથે જોડતો આ સાંકડો જળમાર્ગ ક્રૂડ ઓઈલ અને ગેસની વૈશ્વિક સપ્લાય માટે કરોડરજ્જુ સમાન છે. આ ક્ષેત્રમાં વધી રહેલા લશ્કરી તણાવ અને દરિયાઈ જોખમોને કારણે જહાજોની અવરજવર તથા વૈશ્વિક સપ્લાય શ્રૃંખલા પર ગંભીર અસર પડી શકે છે. ઈરાન અગાઉ પણ ચેતવણી આપી ચૂક્યું છે કે તેની મંજૂરી વગર આ જળમાર્ગનો ઉપયોગ કરનારા જહાજો માટે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. બીજી તરફ, અમેરિકન સેના ઓમાન તરફથી પસાર થતા માર્ગ પર જહાજોને સુરક્ષિત નેવિગેશન પૂરું પાડી રહી છે. આવા સંજોગોમાં હોર્મુઝમાં 2500 કન્ટેનરથી ભરેલા જહાજનું ડૂબી જવું ભવિષ્યના મોટા ખતરા તરફ ઈશારો કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો