ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-5405

NULL / એક સાથે જન્મવાને બદલે અધધધ... 87 દિવસના અંતરે જોડિયા બાળકો જનમ્યાં

Published By: vtvAdmin

Last Updated: 03:34 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

 કુદરતનો ચમત્કાર

એક સાથે જન્મવાને બદલે અધધધ... 87 દિવસના અંતરે જોડિયા બાળકો જનમ્યાં

આઇરિશ દંપતી જોડિયાં બાળકોના નામે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાની તૈયારી રહ્યું છે

ડૉકટરોએ કહ્યું 'તબીબી જગતમાં અજીબોગરીબ કિસ્સો પોતાની કારકિર્દીનો પ્રથમ ગજબ કિસ્સો'  


વાત જાણે એમ છે કે 34 વર્ષની મારિયા જોન્સ ઇલિયટને પ્રસવપીડા થતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જ્યાં મારિયાએ એમિને જન્મ આપ્યો. એ તારીખ હતી 1 જૂન 2012. એમિના જન્મ વખતે તેનું વજન ખૂબ ઓછું હતું. ડોકટરોએ જાહેર કર્યું કે એમિનું વજન ખૂબ જ ઓછું છે તેને બચાવવા ઇનકયૂબેટરનો સહારો લેવો પડશે. ઑપરેશન થિયેટરમાં સમય જાણે કે થંભી ગયો હતો. 

આ સ્થિતિમાં ડોકટરોની ટીમ સામે બે મોટા પડકાર હતા. એક નાજુક એમિને સલામત રાખવાની હતી અને બીજો મારિયાના ગર્ભમાં રહેલી બીજી બાળકી સલામત રીતે અવતરે તેની પણ કાળજી રાખવાની હતી. ખૂબ જ કટોકટીભર્યો સમય હતો. ગર્ભમાં રહેલું બીજું બાળક હમણાં અવતરશે હમણાં અવતરશે એવી આશા સાથે મારિયાનો પતિ ક્રિસ મારિયા અને ડોકટરો રાહ જોવા લાગ્યાં. 

ઘડીઓ ગણાતી હતી. એક કલાક વિત્યો બીજો કલાક વિત્યો ત્રીજો કલાક વિત્યો. રાહ જોતાં જોતાં કલાકો વીતી ગયા. મારિયાના ગર્ભમાં રહેલા બીજા બાળકનો જન્મ ન થતાં ક્રિસ અને ડોકટરોની ટીમને નિરાશા હાથ લાગી. આ પરિસ્થિતિમાં શું કરવું એ હવે ડૉકટરોની ટીમ માટે વિચાર માગી લે તેવી વાત હતી. કેસ ઘણો નાજૂક હતો. 

ડોકટરોના મતે બંને જોડિયા બહેનોના સુરક્ષિત જન્મની શકયતાઓ માત્ર 40 ટકા હતી. આ કેસ તેમના માટે પડકાર હતો. મારિયાને વૉટરફોર્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ગાયનેક ડોકટરોની  ટીમનું નેતૃત્વ  ડૉકટર એડી. ઓ. ડોનેલ કરી રહ્યા હતા. ડોનેલના મતે જોડિયાં બાળકોનો જન્મ સામાન્ય રીતે એક સાથે થતો હોય છે જો કે મારિયાના કેસમાં તેમ ન બન્યું. 

પહેલી બાળકી એમિના જન્મ પછી અમે કલાકો સુધી રાહ જોઈ. જો કે બીજી બાળકીનો જન્મ ન થતાં અમે નક્કી કર્યું કે ગર્ભાશયના મુખને બંધ કરી દઈએ અને કેટીને ગર્ભમાં જ રાખીએ. છેવટે ડોકટરોએ કેટીનો જન્મ સુરક્ષિત રીતે થાય તેની સારવાર ચાલુ કરી. 

એક બાળકી હોસ્પિટલમાં અને એક બાળકી ગર્ભમાં ડોકટરોની નજર હેઠળ ઉછરી  રહી હતીં. પ્રથમ બાળકી એમિ ઇનકયૂબેટરના સહારે શ્વાસ લેતી હતી અને બીજીને માતાના ગર્ભમાં ઈશ્વરનો સહારો હતો. બંને જીવવા માટે જંગ લડી રહી હતી. 

દિવસો વિતતા ગયા. એક મહિનો વિત્યો. બીજો મહિનો પણ વિત્યો અને ત્રીજો મહિનો પણ વિત્યો. જોડીયા બાળકી હોવા છતાં એક જ બાળકી જન્મી હતી. માતા મારિયાની સ્થિતિ પણ નાજુક બની ગઈ હતી.  મારિયા એમિના જન્મ પછી પોતાના કામમાં અસ્વસ્થતાનો અનુભવ કરતી હતી. તે માનસિક રીતે ઘણી તણાવમાં હતી. આવામાં પતિ ક્રિસને પણ કંઈ સુઝતું નહોતું. 

મારિયાને આ અગાઉ બે બાળકોનો જન્મ સામાન્ય પ્રસુતિથી થયો હતો. મારિયાના ગર્ભમાં જોડિયા બાળકી કેટી શ્વાસ લઈ રહી હતી ત્યારે મારિયા 13 વર્ષની દીકરી ઓલિવિયા અને 11 વર્ષના દીકરા જેકની માતા હતી. મારિયાને માત્ર ત્રીજા બાળકની ઈચ્છા હતી. તેણીએ કયારેય નહોતું વિચાર્યું કે તે ચાર સંતાનોની માતા બનશે. 

અંતે એ દિવસ અપાર ખુશીઓ લઈને ઊગ્યો. ત્રણ મહિના અને પાંચ દિવસ થયા ત્યારે જાણે ચમત્કાર થયો. એમિના જન્મ પછી ત્રણ મહિના બાદ બીજી બાળકી કેટીનો જન્મ થતાં વૉટરફોર્ડ હોસ્પિટલના ડૉકટરોની  ટીમ પણ દંગ રહી ગઈ. મારિયાની કૂખે  87 દિવસના સમયગાળા પછી બીજી જોડિયા બાળકી કેટીનો જન્મ થયો હતો. તારીખ હતી 27 ઑગસ્ટ 2012. એમિ અને કેટી બંને જોડિયા બહેનો હોવા છતાં બંનેના જન્મ વચ્ચે 87 દિવસનો તફાવત.  

મારિયા સતત ભગવાનને પ્રાર્થના કરતી હતી કે બીજી બાળકી નોર્મલ રીતે જન્મે. તેની ઈચ્છા પૂરી થઈ. મારિયા  કહે  છે મારા પતિ ક્રિસનો મને ખૂબ સારો સહકાર મળ્યો. ડોકટરોની ટીમે જોડિયાં બાળકોના જન્મનો દુનિયાનો સૌથી લાંબો કેસ સોલ્વ કર્યા પછી લોટરી જીત્યા હોય એવી અનુભુતિ વ્યકત કરી. 

અંતે બંને બાળકીઓ સ્વસ્થ બની. મારિયાના જીવ પરથી ઘાત ટળી. પિતા ક્રિસ એમિ અને કેટી એમ બંને જોડિયા દીકરીઓની જન્મતારીખ એક જ નોંધાવવા ઈચ્છતા હતા. જો કે બંનેની એક જ જન્મતારીખ રજીસ્ટરમાં નોંધવાનો ઈનકાર કરાતાં બંને જોડિયા બહેનો હોવા છતાં બંનેના જન્મનાં પ્રમાણપત્રોમાં અલગ અલગ તારીખો નોંધવામાં આવી. એમિ ઈલિયટની જન્મતારીખ 1 જૂન 2012 અને કેટી ઈલિયટની તારીખ 27 ઑગસ્ટ 2012. 

માન્યામાં ન આવે એવી વાત છે પણ આ વાત હવે દુનિયા સામે હકીકત બની છે. એમિ અને કેટી નામની બે સગી બહેનોના જન્મ વચ્ચે 87 દિવસનો સમયગાળો દુનિયાનો સૌથી લાંબો સમયગાળો  હોવાનું સામે આવ્યું છે. જોડિયાં બાળકોના કિસ્સામાં આટલો લાંબો સમયગાળો રહેવો એ વિશ્વવિક્રમ છે. જેને ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવા એમિ અને કેટીના પિતા ક્રિસ તૈયારી કરી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ