બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:06 PM, 28 May 2026
NEET-UG પેપર લીક મામલે દેશભરમાં ઉઠેલા ભારે વિરોધ વચ્ચે કેન્દ્ર સરકાર હવે સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. આ ગંભીર મુદ્દે ચર્ચા કરવા અને આગળની કાર્યવાહી નક્કી કરવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહના નિવાસસ્થાને મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, NTAના ડિરેક્ટર જનરલ અભિષેક સિંહ તેમજ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)ના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા છે.
ADVERTISEMENT
માહિતી અનુસાર બેઠકમાં NEET-UG પરીક્ષામાં થયેલા પેપર લીક અને અન્ય ગેરરીતિઓ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓમાં ઉભી થયેલી ચિંતા દૂર કરવા, પરીક્ષા પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા અને ભવિષ્યમાં આવી ગડબડ ન થાય તે માટે નવી રણનીતિ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
વિશેષ કરીને NTAના ડિરેક્ટર જનરલ અભિષેક સિંહને બેઠકમાં હાજર રહેવા માટે ખાસ બોલાવવામાં આવ્યા છે. PMOના અધિકારીઓ પરીક્ષા આયોજન દરમિયાન થયેલી ભૂલો અને ફરિયાદો અંગે સીધો ફીડબેક લઈ રહ્યા છે. NEET વિવાદને કારણે હાલમાં NTA અને શિક્ષણ મંત્રાલય બંને ભારે દબાણ હેઠળ છે. વિદ્યાર્થીઓ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જ્યારે વિપક્ષ પણ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યો છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ભાજપે ચાર પ્રદેશ અધ્યક્ષની કરી બદલી, જાણો કોને ક્યાં મળી કમાન?
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે NEET-UG 2026 પરીક્ષા 3 મેના રોજ યોજાઈ હતી. ત્યારબાદ પેપર લીકના ગંભીર આરોપો સામે આવતા પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. આ મામલે CBI દ્વારા ઝડપથી તપાસ આગળ વધારવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 10થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં પુણેના કેમિસ્ટ્રી પ્રોફેસર પી.વી. કુલકર્ણી, લાતુરના ડૉક્ટર મનોજ શિરુરે અને પુણેના ફિઝિક્સ શિક્ષક તેજસ હર્ષદકુમાર શાહ સહિત અનેક શિક્ષકો અને કોચિંગ સંચાલકોનો સમાવેશ થાય છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ પી.વી. કુલકર્ણીને સમગ્ર પેપર લીક કૌભાંડનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવી રહ્યો છે. કહેવાય છે કે તેઓ અગાઉ NTA સાથે સબજેક્ટ ઓબ્ઝર્વર તરીકે જોડાયેલા હતા અને બાદમાં પોતાની પહોંચનો ઉપયોગ કરીને અંતિમ પ્રશ્નપત્ર સુધી પહોંચ મેળવી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.