ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:32 PM, 28 May 2026
ADVERTISEMENT
ભારતીય જનતા પાર્ટીએ દેશભરમાં સંગઠનાત્મક ફેરફારોની શરૂઆત કરતાં દિલ્હી, પંજાબ, હરિયાણા અને ત્રિપુરામાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક કરી છે. આગામી ચૂંટણીોને ધ્યાનમાં રાખીને પાર્ટી હાઈકમાન્ડે આ મહત્વના ફેરફારો કર્યા હોવાનું માનવામાં આવે છે. રાજકીય વર્તુળોમાં આ ફેરફારોને ભાજપની “સંગઠન મજબૂતી અભિયાન” સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં પૂર્વ દિલ્હી લોકસભા બેઠકના સાંસદ અને કેન્દ્રીય માર્ગ પરિવહન રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાને દિલ્હી ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ વિરેન્દ્ર સચદેવનું સ્થાન લેશે. હર્ષ મલ્હોત્રાને સંગઠન અને સરકાર બંનેમાં અનુભવ ધરાવતા નેતા તરીકે જોવામાં આવે છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ પાર્ટી હવે સંગઠનને વધુ મજબૂત બનાવવા પ્રયત્નશીલ છે.
ADVERTISEMENT
પંજાબમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપે મોટો દાવ રમ્યો છે. પાર્ટીએ સુનીલ જાકર ના સ્થાને કેવલસિંઘ ધિલ્લોનને રાજ્ય પ્રમુખ બનાવવાનો નિર્ણય લીધો છે. ધિલ્લોન અગાઉ કોંગ્રેસમાં રહી ચૂક્યા છે અને બાદમાં ભાજપમાં જોડાયા હતા. પંજાબમાં ખેડૂત આંદોલન બાદ ભાજપ માટે ઉભી થયેલી રાજકીય પડકારોની વચ્ચે પાર્ટી હવે નવા સામાજિક સમીકરણો ઊભા કરવાનો પ્રયાસ કરી રહી છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ આણંદ, ભાવનગર અને સુરેન્દ્રનગરના મેયર જાહેર, જાણો કોને સોંપાયો તાજ?
હરિયાણા અને ત્રિપુરામાં પણ નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક કરીને ભાજપે સંગઠનને ચૂંટણીમુખી બનાવવાનો સંદેશ આપ્યો છે. પાર્ટી આગામી સમયમાં અન્ય રાજ્યોમાં પણ સંગઠનાત્મક ફેરફારો કરી શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે. ભાજપના આ નિર્ણયો પાછળ 2027 સુધીની ચૂંટણી તૈયારી અને નવા નેતૃત્વને આગળ લાવવાની વ્યૂહરચના હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. પાર્ટી દ્વારા “સંગઠન પરવ” અભિયાન અંતર્ગત દેશભરમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂકની પ્રક્રિયા ઝડપી બનાવાઈ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો