બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / ભાવનગરના સમાચાર / અન્ય જિલ્લા / આણંદ, ભાવનગર અને સુરેન્દ્રનગરના મેયર જાહેર, જાણો કોને સોંપાયો તાજ?

રાજનીતિ / આણંદ, ભાવનગર અને સુરેન્દ્રનગરના મેયર જાહેર, જાણો કોને સોંપાયો તાજ?

Published By: Priykant Shrimali

Last Updated: 11:38 AM, 28 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Municipal Corporations Mayor : સુરેન્દ્રનગર, ભાવનગર અને આણંદ-કરમસદ મહાનગરપાલિકામાં મેયરની જાહેરાત, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

Municipal Corporations Mayor : ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત બાદ રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યભરના શહેરોમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અન્ય મહત્વપૂર્ણ હોદ્દાઓ માટે ભાજપે પોતાના નેતાઓને જવાબદારી સોંપી છે. આગામી અઢી વર્ષ માટે શહેરોના વિકાસ અને નગરવ્યવસ્થાની જવાબદારી હવે નવા હોદ્દેદારોના ખભા પર રહેશે.

રાકેશ રાઠોડ બન્યા સુરેન્દ્રનગરના મેયર

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં મેયર તરીકે રાકેશભાઈ રાઠોડની પસંદગી કરવામાં આવી છે. જ્યારે સ્મિતાબેન રાવલને ડેપ્યુટી મેયર અને નીખિલભાઈ ચાંપાનેરીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ સ્વાતિબેન માંડલિયાને દંડક અને પિન્ટુબેન અસાણિયાને શાસક પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

ઉષા તલરેજા બન્યા ભાવનગરના મેયર

ભાવનગર મહાનગરપાલિકામાં પણ નવા નેતૃત્વની જાહેરાત કરવામાં આવી છે. ઉષાબેન તલરેજાને શહેરના નવા મેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે અશોક બારૈયાને ડેપ્યુટી મેયરનું પદ સોંપવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કિશન મહેતાની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત લાલભા મનુભા વાળાને શાસક પક્ષના નેતા અને રિંકુબેન માંગુકિયાને દંડક તરીકે જવાબદારી આપવામાં આવી છે.

દિપીકાબેન પટેલ બન્યા આણંદ-કરમસદના મેયર

આણંદ-કરમસદ મહાનગરપાલિકામાં પણ પ્રથમ વખત નવા પદાધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. મહાનગરપાલિકા તરીકેની રચના બાદ દિપીકાબેન પટેલને સર્વસંમતિથી પ્રથમ મેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કમલેશ ડાભીને ડેપ્યુટી મેયર અને મયુર સુથારને કારોબારી સમિતિના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : રાજકોટમાં 'નગરપતિ'નું નામ જાહેર, નેહલ શુક્લને મેયરનો તાજ, દક્ષા વસાણી બન્યાં ડે.મેયર

આણંદ-કરમસદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી હતી. ભાજપે કુલ 43 બેઠકો જીતતા શહેરના શાસનમાં મજબૂત સ્થિતિ ઉભી કરી છે, જ્યારે કોંગ્રેસને 8 બેઠકો મળી હતી અને એક બેઠક અપક્ષ ઉમેદવારના ખાતામાં ગઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surendranagar Mayor Bhavnagar Mayor Anand Karamsad Meyor

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ