ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં 'નગરપતિ'નું નામ જાહેર, નેહલ શુક્લને મેયરનો તાજ, દક્ષા વસાણી બન્યાં ડે.મેયર

રાજનીતિ / રાજકોટમાં 'નગરપતિ'નું નામ જાહેર, નેહલ શુક્લને મેયરનો તાજ, દક્ષા વસાણી બન્યાં ડે.મેયર

Published By: Priykant Shrimali

Last Updated: 10:54 AM, 28 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Meyor : શહેર સંગઠન અને ધારાસભ્યો વચ્ચે અનેક તબક્કાની બેઠકો રાજકોટ મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત

ADVERTISEMENT

Rajkot Meyor : રાજકોટ મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. ભાજપ દ્વારા આગામી અઢી વર્ષ માટે મેયર તરીકે નેહલ શુક્લની પસંદગી કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળીયા અને ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીને જવાબદારી સોંપવામાં આવી છે.

મહત્વનું છે કે, પદાધિકારીઓની પસંદગી પહેલાં રાજકોટમાં રાજકીય મથામણનો માહોલ જોવા મળ્યો હતો. શહેર સંગઠન અને ધારાસભ્યો વચ્ચે અનેક તબક્કાની બેઠકો યોજાઈ હતી. બંધ બારણે ચાલેલી ચર્ચાઓમાં વિવિધ નામો પર વિચારણા કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન લાંબા સમયથી રાજકીય રીતે નિષ્ક્રિય ગણાતા નીતિન ભારદ્વાજની હાજરીએ રાજકીય વર્તુળોમાં ખાસ ચર્ચા જગાવી હતી.

આ પણ વાંચો : ગીતા મકવાણા બન્યા વડોદરાના મેયર, આદિત્ય પટેલ ડે.મેયર અને વર્ષાબહેન વ્યાસ સ્ટેન્ડિગ ચેરમેન

પક્ષના નેતાઓ વચ્ચે ઉમેદવારોને લઈને સમીકરણો ગોઠવવાના પ્રયાસો થયા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને શહેરના અલગ-અલગ વિસ્તારો અને સમાજને પ્રતિનિધિત્વ મળે તે માટે પક્ષ દ્વારા સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. આ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના પ્રથમ જનરલ બોર્ડમાં કેટલાક કોર્પોરેટરો સાયકલ લઈને પહોંચ્યા હતા, જે ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સામાન્ય નાગરિક સાથે જોડાણ દર્શાવવા માટે આ અનોખી પહેલ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Mayor Nehal Shukla Rajkot Municipal Corporation

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ