બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ગીતા મકવાણા બન્યા વડોદરાના મેયર, આદિત્ય પટેલ ડે.મેયર અને વર્ષાબહેન વ્યાસ સ્ટેન્ડિગ ચેરમેન

રાજનીતિ / ગીતા મકવાણા બન્યા વડોદરાના મેયર, આદિત્ય પટેલ ડે.મેયર અને વર્ષાબહેન વ્યાસ સ્ટેન્ડિગ ચેરમેન

Published By: Priykant Shrimali

Last Updated: 10:51 AM, 28 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Mayor : ગુજરાતની મનપાઓમાં નવા પદાધિકારીઓની જાહેરાત, વડોદરામાં મહિલા નેતૃત્વને મળ્યું મહત્વ

Vadodara Mayor : ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ હવે નવા પદાધિકારીઓની પસંદગીની પ્રક્રિયા તેજ બની છે. ચૂંટણીને લગભગ એક મહિનો પૂર્ણ થતાં ભાજપ દ્વારા વિવિધ મનપાઓમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોની જાહેરાત શરૂ કરવામાં આવી છે. રાજ્યભરના રાજકીય વર્તુળોમાં આ નિમણૂકોને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી. 26 મેના રોજ અમદાવાદ, જામનગર, મોરબી, ગાંધીધામ, નડિયાદ, નવસારી, પોરબંદર અને મહેસાણા સહિત કુલ આઠ મહાનગરપાલિકાઓમાં પદાધિકારીઓના નામ જાહેર થયા બાદ આજે સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ, વલસાડ-વાપી અને સુરેન્દ્રનગરમાં નવા હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવશે.

વડોદરા મનપામાં મહિલા રાજ

વડોદરા મહાનગરપાલિકામાં ભાજપે મહિલા નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કરતાં ગીતા મકવાણાને મેયર તરીકે પસંદ કર્યા છે. સાથે જ આદિત્ય પટેલને ડેપ્યુટી મેયર અને વર્ષાબહેન વ્યાસને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદેશ ભાજપ તરફથી મંજૂરી મળ્યા બાદ આ નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આગામી અઢી વર્ષ માટે આ પદાધિકારીઓ શહેરના વિકાસ અને નગરવ્યવસ્થાની જવાબદારી સંભાળશે.

સુરતમાં કોણ બનશે મેયર ?

સુરત મહાનગરપાલિકામાં પણ પદાધિકારીઓની પસંદગીને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. ભાજપે અહીં ભવ્ય બહુમતી મેળવી ફરી સત્તા કબજે કરી છે, જેના કારણે હવે મેયર પદ માટે વિવિધ સમીકરણો મહત્વના બની ગયા છે. ખાસ કરીને ‘મૂળ સુરતી’ અને ‘સૌરાષ્ટ્રવાસી’ મહિલા કોર્પોરેટરો વચ્ચે રાજકીય સંતુલન જાળવવાનો પ્રયાસ પક્ષ માટે પડકારરૂપ માનવામાં આવી રહ્યો છે.

આ વખતે મેયર પદ સામાન્ય મહિલા માટે અનામત હોવાથી પાટીદાર સમાજમાંથી મહિલા નેતૃત્વને તક મળવાની શક્યતાઓ વધુ જોવા મળી રહી છે. વરાછા અને કતારગામ વિસ્તારમાં ભાજપના મજબૂત પ્રદર્શન બાદ પાટીદાર ચહેરા પર દાવ લગાવવામાં આવી શકે છે તેવી રાજકીય ચર્ચાઓ તેજ બની છે.

વધુ વાંચો : સચિવાલયમાં 36 સેક્શન અધિકારીઓની બદલી અને 81 અધિકારીઓને બઢતી, જુઓ લિસ્ટ

રાજકોટને આજે મળશે મેયર

રાજકોટમાં પણ પદાધિકારીઓની પસંદગી માટે બંધ બારણે બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો. લાંબા સમયથી રાજકીય રીતે નિષ્ક્રિય ગણાતા નીતિન ભારદ્વાજની બેઠકમાં હાજરીએ ચર્ચાઓને વધુ વેગ આપ્યો હતો. ધારાસભ્યો અને શહેર સંગઠનના નેતાઓ વચ્ચે ઉમેદવારોને લઈને મથામણ ચાલી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના પ્રથમ જનરલ બોર્ડ દરમિયાન કેટલાક કોર્પોરેટરો સાયકલ લઈને પહોંચ્યા હતા, જેના કારણે આ દૃશ્ય ખાસ ચર્ચાનો વિષય બન્યું હતું. જનસંપર્ક અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવા માટે તેઓએ આ અનોખી રીત અપનાવી હોવાનું કહેવાઈ રહ્યું છે. રાજ્યભરમાં મનપાના નવા હોદ્દેદારોની જાહેરાત બાદ હવે આગામી અઢી વર્ષ દરમિયાન શહેરોના વિકાસકાર્યોને નવી દિશા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Municipal Corporation Vadodara Mayor Geeta Makwana

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ