બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Politics / neelambari project ed attaches properties worth rs 6 crore in the demonetization fraud case

એક્શન / EDનો સપાટો: CM ઠાકરેના સંબંધીની કરોડોની સંપત્તિ કરી જપ્ત, રાઉત બોલ્યા પરિણામ ભોગવવા તૈયાર રહેજો

Published By: Pravin

Last Updated: 10:39 PM, 22 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સાળા શ્રીધર પટાનકર સાથે જોડાયેલા ગ્રુપ પર ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ થાણેમાં આવેલા એપાર્ટમેંટના 11 ફ્લેટ સીલ કરી દીધા છે.

  • મહારાષ્ટ્રમાં ઈડીની મોટી કાર્યવાહી
  • ઉદ્ધવ ઠાકરેના સાળા પર તવાઈ બોલાવી
  • 11 ફ્લેટ સીલ કરી દીધા

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સાળા શ્રીધર પટાનકર સાથે જોડાયેલા ગ્રુપ પર ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ થાણેમાં આવેલા એપાર્ટમેંટના 11 ફ્લેટ સીલ કરી દીધા છે. ઈડીના જણાવ્યા અનુસાર આ ફ્લેટ્સની કિંમત 6.45 કરોડ છે. ઈડીએ એક નિવેદનમાં કહ્યું છે કે, તેણે શ્રી સાઈબાબા ગૃહનિર્મિતી પ્રાઈવેટ લિમિટેડના મુંબઈની નજીક થાણેમાં આવેલા નીલાંબરી પ્રોજેક્ટમાં 11 રહેણાંક ફ્લેટને કુર્ક કરવા માટે પીએમએલએ એક્ટ અંતર્ગત એક હંગામી આદેશ જાહેર કર્યો છે. તેમાં કહેવાયુ છે કે, ઠાકરેની પત્ની રશ્મિના ભાઈ શ્રીધર માધવ પાટનકર, શ્રી સાઈબાબા ગૃહનિર્મિતી પ્રાઈવેટ લિમિટેડના માલિક છે અને તેનું સંચાલન કરે છે. 

ઉદ્ધવ ઠાકરેના સાળા પર મોટી કાર્યવાહી

ઈડીની કાર્યવાહીને લઈને શિવસેના અને એનસીપીએ કેન્દ્ર પર ટાર્ગેટ કર્યો છે. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, શ્રીધર માધવ પાટનકર અમારા પરિવારના સભ્ય છે. તેમને સંબંધ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સુધી મર્યાદિત નથી. ઈડી એ રાજ્યોમાં શાનદાર કામ કરી રહી છે, જ્યાં ભાજપ સત્તામાં નથી.

 

સંજય રાઉતે કર્યો કટાક્ષ

રાઉતે કહ્યું કે, લાગે છે કે ઈડીએ ગુજરાત જેવા બીજા સૌથી મોટા રાજ્યોમાં પોતાની ઓફિસો બંધ કરી દીધી છે. મહારાષ્ટ્રમાં જ બધું થઈ રહ્યું છે. મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને પણ હેરાન કરી રહ્યા છે. પણ ન તો બંગાળ ઝૂકશે, ન મહારાષ્ટ્ર તૂટશે.

શરદ પવારે કરી આ વાત

તો વળી એનસીપીના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે કહ્યું કે, રાજકીય હિતો માટે કેન્દ્રીય એજન્સીઓને દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. થોડા વર્ષ પહેલા સુધી મોટા ભાગના લોકો ઈડી વિશે જાણતા નહોતા. પણ આજે તેનો એટલો દુરૂપયોગ થઈ રહ્યો છે કે, ગામના લોકો પણ તેના વિશે જાણવા લાગ્યા છે. 

ભાજપે ટોણો માર્યો

ઈડીની કાર્યવાહી બાદ ભાજપના નેતા કિરિટ સોમૈયાએ ટ્વિટ કરીને મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, સીએમ ઉદ્ધવ ઠાકરેના સાળા શ્રીધરનો મની લોન્ડ્રીંગનું કૌભાંડ, નકલી કંપની બનાવીને કૌભાંડો આચર્યા, કૌભાંડીઓને છોડીશું નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

ED Maharashtra Mumbai neelambari project udhave thakre Maharshtra

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ