ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / બગદાણા બબાલમાં નવનીત બાલધિયાને પૂછપરછ માટે રેન્જ IG ગૌતમ પરમારની ઓફિસે બોલાવાયા
Last Updated: 06:45 PM, 19 January 2026
ADVERTISEMENT
ભાવનગર નવનીત બાલધિયા માર મારવાના કેસમાં નવીન બાલધિયાને રેન્જ આઈજી ગૌતમ પરમારની ઓફીસ બોલાવવામાં આવ્યો છે. નવનીત બાલધીયાને વિશેષ નિવેદન આપવા માટે આઈજી ઓફિસ બોલાવવામાં આવ્યો છે. શનિવારે બંને પીઆઈની 9 કલાક સુધી SIT એ પૂછપરછ કરી હતી.
ADVERTISEMENT

ભાવનગરના બગદાણા કેસમાં આજે એસઆઈટી બે પીઆઈની પૂછપરછ કરશે. પીઆઈ ડીવી ડાંગર અને પીઆઈ કે.એસ. પટેલની પૂછપરછ કરાશે. એસઆઈટીએ બગદાણાના તત્કાલીન બંનેને સમન્સ પાઠવ્યું હતું. બંને પીઆઈ ભાવનગર IG ઓફિસે હાજર રહ્યા હતા.
ADVERTISEMENT

બે PI ને સમન્સ પાઠવ્યા
ADVERTISEMENT
29 ડિસેમ્બરે રાત્રે બગદાણાના નવનીત બાલધીયા ઉપર જીવલેણ હુમલો થયો હતો. જેમાં 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. બદગાણા પોલીસે 8 શખ્સોની ધરપકડ કરી લીધી હતી. બગદાણા મહિલા પીઆઈ ડી.વી. ડાંગરે આરોપીઓને છાવરતા હોવાના આક્ષેપોને લઈ તાત્કાલીક બદલી કરવામાં આવી હતી. પોલીસ તપાસ યોગ્ય નહી હોવાને લઈ કોળી સમાજમાં રોષ જોવા મળ્યો હતો. તેમજ હિરા સોલંકી સહિત 15 ધારાસભ્યો અને સાંસદોએ મુખ્યમંત્રીને રજૂઆત હતી. જે બાદ એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એસઆઈટીએ તપાસ સંભાળ્યા બાદ કેસમાં વધુ બે આરોપીઓને પકડ્યા હતા અને બે પીઆઈને સમન્સ પાઠવ્યા હતા.
આ પણ વાંચોઃ પોલીસ ભરતીના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક પરીક્ષાની તારીખ થઈ જાહેર, જાણી લેજો
ADVERTISEMENT
SIT ની કાર્યવાહી પર સમગ્ર રાજ્યની નજર
SIT ના વડા જયવીર ગઢવી દ્વારા બન્ને અધિકારીઓની કડક અને લાંબી પૂછપરછ કરવામાં આવી રહી છે. સાંજના 5.30 વાગ્યા સુધીમાં પણ પૂછપરછ પૂર્ણ ન થતાં હાલ પણ બન્ને PI ની તપાસ ચાલુ છે. નવનીત બાલધિયા કેસમાં મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા વચ્ચે SIT દ્વારા દરેક મુદ્દે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે. લાંબી પૂછપરછને કારણે પોલીસ વિભાગમાં તણાવનો માહોલ સર્જાયો છે. કેસમાં આગામી સમયમાં વધુ મોટા ખુલાસા થાય તેવી પ્રબળ શક્યતા છે, ત્યારે SIT ની કાર્યવાહી પર સમગ્ર રાજ્યની નજર ટકી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો