ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પોલીસ ભરતીના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક પરીક્ષાની તારીખ થઈ જાહેર, જાણી લેજો

ગાંધીનગર / પોલીસ ભરતીના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક પરીક્ષાની તારીખ થઈ જાહેર, જાણી લેજો

Published By: Vishal Khamar

Last Updated: 05:09 PM, 19 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસ ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પરીક્ષાને લઈ ગાંધીનગરમાં સેન્ટ્રલ કંટ્રોલ રૂમ બનાવીને પરીક્ષા લેવામાં આવશે. તેમજ તમામ ઉમેદવારોની શારીરિક પરીક્ષા સીસીટીવી કેમેરા હેઠળ રેકોર્ડિંગ થશે.

ADVERTISEMENT

રાજ્યમાં પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી આગામી 21 જાન્યુઆરીથી 6 માર્ચ દરમિયાન યોજાશે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 13,591 જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવશે, જેમાં 10 લાખથી વધુ ઉમેદવારોએ અરજી નોંધાવી છે.

પુરૂષ અને મહિલા ઉમેદવારો માટે અલગ અલગ ગ્રાઉન્ડ

પરીક્ષા પ્રક્રિયાને સુચારુ અને પારદર્શક રીતે પૂર્ણ કરવા માટે ગાંધીનગરમાં સેન્ટ્રલ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. શારીરિક પરીક્ષા દરમિયાન પુરુષ ઉમેદવારો માટે 11 ગ્રાઉન્ડ અને મહિલા ઉમેદવારો માટે 4 ગ્રાઉન્ડ પર પરીક્ષાનું આયોજન કરાયું છે.

DIG અને SP કક્ષાના અધિકારીઓના સીધા નિરીક્ષણ કરશે

શારીરિક પરીક્ષામાં હાજર રહેનારા તમામ ઉમેદવારોનું બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન કરવામાં આવશે, જેથી ઓળખ અને પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય. સમગ્ર પરીક્ષા પ્રક્રિયા DIG અને SP કક્ષાના અધિકારીઓના સીધા નિરીક્ષણ હેઠળ યોજાશે.

CCTV કેમેરા હેઠળ રેકોર્ડ કરવામાં આવશે

આ ઉપરાંત, પારદર્શિતા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે તમામ ઉમેદવારોની શારીરિક પરીક્ષા CCTV કેમેરા હેઠળ રેકોર્ડ કરવામાં આવશે. રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા પરીક્ષા વ્યવસ્થાને લઈને કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ પણ વાંચોઃ આદિપુર મુકામે બ્રહ્મ સમાજની 111 દીકરીઓએ પાડ્યાં પ્રભુતામાં પગલાં, રમેશ ઓઝા સહિતના મહાનુભવો રહ્યાં ઉપસ્થિત

પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે આ પરીક્ષા મહત્વપૂર્ણ પડાવ સાબિત થવાની છે. ઉમેદવારોને સમયસર જરૂરી સૂચનાઓનું પાલન કરી પરીક્ષા માટે તૈયાર રહેવા અપીલ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Police recruitment Gandhinagar News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ