ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / આદિપુર મુકામે બ્રહ્મ સમાજની 111 દીકરીઓએ પાડ્યાં પ્રભુતામાં પગલાં, રમેશ ઓઝા સહિતના મહાનુભવો રહ્યાં ઉપસ્થિત

કચ્છ / આદિપુર મુકામે બ્રહ્મ સમાજની 111 દીકરીઓએ પાડ્યાં પ્રભુતામાં પગલાં, રમેશ ઓઝા સહિતના મહાનુભવો રહ્યાં ઉપસ્થિત

Published By: Bharatsinh Chauhan

Last Updated: 03:28 PM, 19 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kutch Mass Wedding-Yagnopavit : બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં એક સાથે 111 દીકરીઓના સમૂહ લગ્ન તેમજ 171 યુવકોના યજ્ઞોપવીત (જનોઈ) સંસ્કાર વિધિવત રીતે સંપન્ન, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

ADVERTISEMENT

Kutch Mass Wedding-Yagnopavit : આપણે ત્યાં એક કહેવત છે કે, "શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો ને મુંજો કચ્છડો બારેમાસ!" આ કહેવતના સારાંશ સ્વરૂપ કચ્છમાં અનેકવાર અનેક પ્રકારના સેવાકીય અને સામાજિક કાર્યો થતાં હોય છે. આ દરમિયાન કચ્છ જિલ્લાના આદિપુર મુકામે તાજેતરમાં એક એવો ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો, જેણે સમાજસેવા, સંસ્કાર અને સામૂહિક એકતાની પરંપરાને ઉજાગર કરી. વાસ્તવમાં અહીં બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં એક સાથે 111 દીકરીઓના સમૂહ લગ્ન તેમજ 171 યુવકોના યજ્ઞોપવીત (જનોઈ) સંસ્કાર વિધિવત રીતે સંપન્ન કરવામાં આવ્યા.

કચ્છ જિલ્લાના આદિપુર મુકામે આ વિશાળ સામાજિક આયોજન માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવારના માર્ગદર્શન હેઠળ અને શ્રીરામ ગાંધીધામના ઉદાર સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં સમરસતા, સંસ્કાર અને એકતાનો સંદેશ ફેલાવવાનો રહ્યો, સાથે જ આર્થિક રીતે નબળા પરિવારોને સહાય પહોંચાડવાની ભાવના પણ કેન્દ્રમાં રહી.

બાબુભાઈ હુંબલે કરી VTV Digital સાથે વાત

આ પ્રસંગે કચ્છના દાનવીર દાતા બાબુભાઈ હુંબલે VTV Digitalના ભરતસિંહ ચૌહાણને માહિતી આપતાં જણાવ્યું હતું કે, સમૂહ લગ્ન અને યજ્ઞોપવીત સમારોહ દ્વારા તેવા પરિવારોને મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમના માટે લગ્ન કે સંસ્કારનો ખર્ચ ભારરૂપ બનતો હોય છે. કોઈ પણ દીકરી કે પરિવાર પર આર્થિક બોજ ન પડે અને સમાજના યુવાનો સંસ્કારસભર જીવન તરફ આગળ વધે, એ જ આ આયોજનની મૂળ ભાવના છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લગ્નમાં ભાગ લેનારી દરેક દીકરીને કરિયાવર તરીકે આશરે બે લાખ રૂપિયાની ઉપયોગી સામગ્રી આપવામાં આવી છે, જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે નવા જીવનની શરૂઆત કરી શકે.

મહત્વનું છે કે, કાર્યક્રમ દરમિયાન તમામ વિધિઓ વૈદિક પરંપરા મુજબ વિદ્વાન પંડિતોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. લગ્ન અને યજ્ઞોપવીત બંને માટે જરૂરી તમામ સામગ્રી, ઘરગથ્થુ ઉપયોગી વસ્તુઓ તેમજ ભોજન વ્યવસ્થા આયોજન સમિતિ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવી હતી.

આ પણ વાંચો : રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી જતા અનેક ટ્રેનો કરાઇ હતી ડાયવર્ટ, જુઓ અપડેટ

અનેક દિગ્ગજો રહ્યા ઉપસ્થિત

આ સમારોહમાં પ્રખ્યાત કથાકાર ભાઈ રમેશ ઓઝા, જિજ્ઞેશ દાદા તેમજ કચ્છ અને રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી સમાજના આગેવાનો, મહાનુભાવો, ભક્તજનો અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સમગ્ર વાતાવરણ ભક્તિ, સંસ્કાર અને આનંદથી પરિપૂર્ણ બન્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Adipur Kutch event Yagnopavit Mass marriage ceremony

Published by

Bharatsinh Chauhan

Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ