ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી જતા અનેક ટ્રેનો કરાઇ હતી ડાયવર્ટ, જુઓ અપડેટ

કચ્છ / રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી જતા અનેક ટ્રેનો કરાઇ હતી ડાયવર્ટ, જુઓ અપડેટ

Published By: Bharatsinh Chauhan

Last Updated: 12:11 PM, 18 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kutch News: પાલનપુર-સામખીયાળી ખંડ પર રાપરના કીડીયાનગર પાસે કાલે મોડી રાતે માલગાડી પાટા પરથી ઉતરી પડી હતી, જે પછી આજે સવારથી રેલવે પરિચાલન પુનઃ શરૂ થઈ ગયું છે.

ADVERTISEMENT

Goods Train Derailed: અમદાવાદ મંડળના પાલનપુર-સામખીયાળી ખંડમાં કિડીયાનગર સ્ટેશન (સામખીયાળીથી ચોથું સ્ટેશન) પર શનિવારે મોડી રાતે માલગાડીના બે વેગન પાટા પરથી ઉતરી ગયા હતા, જેને લીધે રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો, હવે તેને સામાન્ય કરી દેવામાં આવ્યો છે.

માહિતી પ્રમાણે, શનિવારે મોડી રાતે 02:25 વાગ્યે ડાઉન લાઇનમાં જતી માલગાડી સંખ્યા STPP/MDCC (લોકો સંખ્યા 49384) ના બે વેગન પાટા પરથી ઉતરી ગયા હતા, આ ઘટના પછી ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. આ ટ્રેન અકસ્માતના પગલે અપ અને ડાઉન બંને લાઇન પર રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો.

ટ્રેન અકસ્માતના પગલે પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહારને અસર થઈ હતી. સદનસીબે માલગાડી હોવાના કારણે પાટા પરથી વેગન ઉતરી જવાની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ રાહત ટ્રેન સ્થળ પર રવાના કરવામાં આવી હતી અને મંડળ રેલ પ્રબંધક પોતાના વરિષ્ઠ અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચ્યા હતા.

vtv app promotion

દરમિયાન કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી તો એક ટ્રેન કેન્સલ કરી દેવામાં આવી અને એક ટ્રેનને શોર્ટ ટર્મિનેટ કરી દેવામાં આવી. આ પછી ફરી ટ્રેન વ્યવહાર શરૂ કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી અને સવારે 08:05 વાગ્યે અપ અને ડાઉન બંને લાઇન પર રેલ પરિચાલન પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: વૈષ્ણોદેવી બ્રિજ પર ભયાનક અકસ્માત , ST બસ–ફોર્ચ્યુનર વચ્ચે ટક્કર, એકનું મોત

આ ટ્રેનો પ્રભાવિત થઈ

  • ટ્રેન સંખ્યા 19406/19405 ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ સંપૂર્ણ રીતે કેન્સલ કરવામાં આવી.
  • ટ્રેન સંખ્યા 12959 બાંદ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસને ભિલડી-મહેસાણા-વિરમગામ-સામખીયાળીના ડાયવર્ટ કરેલા રૂટ પર ચલાવવામાં આવી.
  • ટ્રેન સંખ્યા 20984 દિલ્હી સરાય રોહિલ્લા-ભુજ એક્સપ્રેસને ભિલડી-મહેસાણા-વિરમગામ-સામખીયાળીના ડાયવર્ટ કરેલા રૂટ પર ચલાવવામાં આવી.
  • ટ્રેન સંખ્યા 22483 ભગત કી કોઠી-ગાંધીધામ એક્સપ્રેસને ભિલડી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kutch News Palanpur-Samkhiyali Rail Section Goods Train Derailed

Published by

Bharatsinh Chauhan

Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ