બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વૈષ્ણોદેવી બ્રિજ પર ભયાનક અકસ્માત , ST બસ–ફોર્ચ્યુનર વચ્ચે ટક્કર, એકનું મોત

દુર્ઘટના / વૈષ્ણોદેવી બ્રિજ પર ભયાનક અકસ્માત , ST બસ–ફોર્ચ્યુનર વચ્ચે ટક્કર, એકનું મોત

Priyankka Triveddi

Last Updated: 01:10 PM, 18 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Accident: અમદાવાદના વૈષ્ણોદેવી બ્રિજ પર એક ફોર્ચ્યુનર કાર અને એસટી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ છે જેમાં 1 વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Ahmedabad Accident: રવિવારની વહેલી સવારે અમદાવાદના વૈષ્ણોદેવી બ્રિજ ઓર એક ફોર્ચ્યુનર કાર અને એસટી બસ વચ્ચે ભારે ટક્કર થઈ હતી અને આ ટક્કરમાં ફોર્ચ્યુનર કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. માહિતી મુજબ જે ફોર્ચ્યુનર કારણો કચ્ચરઘાણ વળી ગયો છે તેનો નંબર GJ 18 EF 9 છે અને હિંમતનગરથી રાજકોટ જઈ રહેલી એસટીની બસ સાથે આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનાને લીધે વહેલી સવારથી જ વૈષ્ણોદેવી બ્રિજ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઇ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અકસ્માત મામલે જે જાણકારી મળી છે તે મુજબ આજે રવિવાર 18 જાન્યુઆરીના વહેલી સવારે સરખેજથી એક ફોર્ચ્યુનર કાર ગાંધીનગર તરફ ફૂલ સ્પીડમાં જઈ રહી હતી અને અચાનક કાર ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દિધો હતો અને વૈષ્ણોદેવી બ્રિજના છેડે કાર પૂર ઝડપે સામેના રોડે હિંમતનગરથી રાજકોટ તરફ જઈ રહેલી એસટી બસ સાથે અથડાઈ હતી. ફોર્ચ્યુનર કારની ટક્કર એટલી જોરદાર હતી કે એસટી બસની પણ દિશા પણ પલટી દીધી હતી અને એસટી બસ ફંગોળાઈને ડિવાઇડર પર ચઢી ગઈ હતી. આ સમગ્ર અકસ્માત દરમિયાન ફોર્ચ્યુનર કારની પાછળ આવી રહેલી કાર પણ સ્પીડમાં હોવાને લીધે ટકરાઇ હતી. જેના કારણે ફોર્ચ્યુંનર અને બ્રેઝા કારનો કચ્ચરઘાણ થઈ ગયો છે.

મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી આઈ. બી. વાઘેલાના 24 વર્ષીય પુત્ર ધવલનું આ માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ , ઠંડી સાથે કમોસમી માવઠાની આગાહી

vtv app promotion

વૈષ્ણોદેવી બ્રિજ પર આજે સવારે થયેલા અકસ્માતને લીધે અડધો રસ્તો બંધ થઈ ગયો હતો જેના લીધે લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. આ અકસ્માતમાં ફોર્ચ્યુનર કારમાં સવાર યુવકનું મોત થયું છે જ્યારે અન્ય યુવતીને ગંભીર ઇજા પહોંચી છે અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ છે. આ અકસ્માતમાં અન્ય બે લોકોને પણ ઇજા થતાં સારવાર માટે લઈ જવાયા છે.

જો કે આ ઘટનાની જાણ થતાં ગાંધીનગર પોલીસ સ્થળ પર પહોંચી હતી. પો પોલીસે જરૂરી કાર્યવાહી બાદ ક્રેન દ્વારા ફોર્ચ્યુનર કારને ક્રેનની મદદથી હટાવી ટ્રાફિક દૂર કરવામાં આવી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Accident ST Bus-Fortuner Car Crash Vaishnodevi Bridge
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ