ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ , ઠંડી સાથે કમોસમી માવઠાની આગાહી

હવામાન એલર્ટ / ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ , ઠંડી સાથે કમોસમી માવઠાની આગાહી

Published By: Priyankka Triveddi

Last Updated: 10:10 AM, 18 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather: ગુજરાતમાં પ્રજા ફરી એકવાર બેવડી ઋતુનો અનુભવ કરી રહી છે. જો કે હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી માવઠાણી પણ આગાહી કરી છે.

ADVERTISEMENT

Gujarat Weather: ઉત્તરભારતના ધુમ્મસ અને પવનોનું જોર વધી રહ્યું છે જેની અસર ગુજરાત રાજ્ય પર પણ જોવા મળશે. હાલ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ઉત્તરભારત માંથી આવતા પવનોની દિશા બદલાતા ઠંડીમાં વધારા સાથે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. માવઠાની આગાહીના પગલે રવિપાકોને લઈને ખેડૂતોમાં ચિંતા છે. ગુજરાતમાં 10.03 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે.

ઉત્તર ભારતમાં બર્ફીલા પવનો અને કડકડતી ઠંડીનો કહેર યથાવત છે. હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને આસપાસના રાજ્યોમાં તીવ્ર શીત લહેર અને ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરી છે. રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આજે ભારે ધુમ્મસ અને ઠંડીઆ લોકોને ધ્રુજાવી દીધા છે. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ છે અને તેણે કારણે ટ્રેનો મોડી પડી રહી છે અને ફ્લાઇટ્સ પર પણ અસર થઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દિલ્હી-એનસીઆરમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસ રહેશે. ગાઢ ધુમ્મસ અને શીત લહેરને કારણે ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.

જેના પગલે ગુજરાતની વાત કરવામાં આવે તો આવતા અઠવાડિયામાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. અને આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 23મી જાન્યુઆરી સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. સાથે અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.

ગુજરાત રાજ્યના વિવિધ શહેરોનું તાપમાન

  • નલિયા: 10.3 ડિગ્રી,
  • અમરેલી: 10.8 ડિગ્રી,
  • કંડલા: 12 ડિગ્રી,
  • પોરબંદર: 12.8.ડિગ્રી,
  • ડીસા: 12.4 ડિગ્રી,
  • ગાંધીનગર: 12.6 ડિગ્રી,
  • અમદાવાદ: 14.5 ડિગ્રી,
  • દીવ: 11.8 ડિગ્રી,
  • રાજકોટ: 13.3 ડિગ્રી,
  • કેશોદ: 13.9 ડિગ્રી,
  • મુન્દ્રા: 13.9 ડિગ્રી,
  • સુરેન્દ્રનગર: 14 ડિગ્રી

આ પણ વાંચો: રેલવે મુસાફરો એલર્ટ! કાલુપુર સ્ટેશન પર કામગીરી, 5 ટ્રેન રદ અને 2 ડાયવર્ટ

vtv app promotion

શું કહે છે અંબાલાલ પટેલની આગાહી ?

અંબાલાલ પટેલની આગાહી મુજબ પાલનપુર અને આબુ વિસ્તારમાં કડકડતી ઠંડી અનુભવાશે. ઠંડીની સાથે-સાથે સવારના સમયે ધુમ્મસનું પ્રમાણ પણ વધશે, જેના કારણે વાહનવ્યવહાર પર અસર પડી શકે છે. 22 જાન્યુઆરી બાદ હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને કારણે સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશરની અસર ગુજરાત પર પડશે. તેની અસર હેઠળ પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હલકો વરસાદ નોંધાઈ શકે છે. 22થી 26 જાન્યુઆરી દરમિયાન હવામાન સતત બદલાતું રહેશે, જેમાં ખાસ કરીને 23 અને 24 જાન્યુઆરીએ તેની અસર વધુ જોવા મળશે. પશ્ચિમી વિક્ષેપના કારણે રવિ પાક પર વિપરીત અસર થવાની શક્યતા છે, જેથી ખેડૂતોને સાવચેતી રાખવાની જરૂર છે. જોકે, 25 જાન્યુઆરી બાદ ઠંડી ધીમે-ધીમે ઓસરવાની શરૂઆત થશે. ત્યારબાદ જ્યારે પશ્ચિમી વિક્ષેપની અસર ઘટશે, ત્યારે ફરીથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.

આ સાથે ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ફરી એક વખત આકરી ઠંડી પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે ફરી હવામાનમાં પલટો આવી શકે છે. એટલું જ નહીં, માર્ચ મહિના સુધી હવામાનમાં વારંવાર ફેરફાર થતો રહેશે અને ફેબ્રુઆરી મહિનામાં હાડ કંપાવતી ઠંડી અનુભવાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IMD Forecast Gujarat Weather Unseasonal Rain

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ