બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:52 PM, 29 April 2026
West Bengal Exit Poll Results 2026: પશ્ચિમ બંગાળમાં વિધાન સભા ચૂંટણી 2026 ના Exit Poll ના પરિણામ જાહેર થઈ ગયા છે અને આ પોલના અનુમાન મુજબ બંગાળમાં બીજેપીની સરકાર બનતી દેખાઈ રહી છે. રાજ્યમાં મમતા સરકારને આ પોલ મુજબ મોટો ઝટકો મળી શકે છે. જો કે આ Exit Poll એ માત્ર એક અનુમાન છે અંતિમ પરિણામ નથી. 4 મે ના રોજ અંતિમ ગણતરી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ જ પરિણામ સામે આવશે. બંગાળમાં પહેલા ચરણનું મતદાન 23 એપ્રિલના રોજ અને બીજા ચરણનું મતદાન આજે એટલે કે 29 એપ્રિલના રોજ થયું હતું. વિધાનસભા ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના આંકડા સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે. જોકે, આ માત્ર અંદાજ હોવાથી સાચું ચિત્ર તો હવે 4 મેના મતગણતરીના દિવસે જ સામે આવશે, જેના પર સૌની નજર ટકેલી છે.
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીઓ બાદ એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે. પરંતુ નિષ્ણાતો જણાવી રહ્યા છે કે એક્ઝિટ પોલ ફક્ત અંદાજ હોય છે. અંતિમ પરિણામ નથી. ઘણી વખત આ અનુમાન સાચું સાબિત પણ થાય છે. પરંતુ કેટલીકવાર તે ખોટા પણ સાબિત થઈ શકે છે. તેથી સાચું અને સ્પષ્ટ ચિત્ર 4 મેના રોજ મતગણતરી પછી જ સ્પષ્ટ થશે. એક્ઝિટ પોલ માત્ર મતદાન બાદની જનભાવનાનો પ્રારંભિક અહેવાલ આપે છે. જ્યારે હકીકત તો મતગણતરીમાં જ સામે આવે છે.
ADVERTISEMENT
પ.બંગાળમાં આ વખતે ભાજપ સરકાર! એક્ઝિટ પોલમાં ભાજપને 142-171 અને ટીએમસીને 127 બેઠકોનું તારણ#WestBengal #ExitPoll #BJP #TMC #IndiaPolitics #Elections #PollResults #VTVDigital pic.twitter.com/n4kqa11l5U
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 29, 2026
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળમાં કુલ 294 વિધાનસભા બેઠકો છે. જેમાં સરકાર બનાવવા માટે ઓછામાં ઓછા 148 બેઠકો જીતવી જરૂરી છે. આ વખતે રાજ્યમાં મુખ્ય લડત તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે જોવા મળી રહી છે. બંને પક્ષોએ પૂરજોશમાં પ્રચાર કર્યો હતો અને મતદારોને આકર્ષવા માટે અનેક વચનો આપ્યા હતા. હવે સૌની નજર પરિણામ પર ટકેલી છે.
ADVERTISEMENT
2021ની વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની TMCએ જબરદસ્ત જીત મેળવી હતી. પાર્ટીએ 213 બેઠકો જીતીને સતત ત્રીજી વખત સરકાર બનાવી હતી. જે રાજ્યના રાજકારણમાં તેની મજબૂત પકડ દર્શાવે છે. બીજી તરફ BJPએ 77 બેઠકો જીતીને મુખ્ય વિપક્ષ તરીકે ઉભરી આવી હતી. આ પરિણામે રાજ્યમાં રાજકીય સમીકરણો બદલાઈ ગયા હતા.
ADVERTISEMENT
વિવિધ એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલા એક્ઝિટ પોલમાં અલગ-અલગ અંદાજ જોવા મળી રહ્યા છે. પીપલ્સ પલ્સ પોલ મુજબ TMCને 177 થી 187 બેઠકો મળવાની શક્યતા છે. જ્યારે BJPને 95 થી 110 બેઠકો મળવાનો અંદાજ છે. કોંગ્રેસને માત્ર 1 થી 3 બેઠકો મળવાની સંભાવના દર્શાવવામાં આવી છે. આ અંદાજ મુજબ TMC ફરી સત્તામાં આવી શકે છે.
ADVERTISEMENT
બીજી તરફ P-MARQ સર્વેમાં ભાજપને બહુમતી મળવાનો અંદાજ છે. આ સર્વે મુજબ BJPને 150 થી 175 બેઠકો મળી શકે છે. જ્યારે TMCને 118 થી 138 બેઠકો મળવાની શક્યતા છે. ‘પોલ ડાયરી’ના અંદાજ મુજબ પણ BJP આગળ રહી શકે છે. આથી સ્પષ્ટ થાય છે કે અલગ-અલગ સર્વેમાં જુદા પરિણામો દર્શાવવામાં આવ્યા છે. જેના કારણે સ્પષ્ટતા માટે અંતિમ પરિણામની રાહ જોવી જરૂરી છે.

એક્ઝિટ પોલ અંગે કોંગ્રેસના નેતા કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે તેઓ એક્ઝિટ પોલ કરતાં લોકોના સર્વે પર વધુ વિશ્વાસ કરે છે. તેમણે કહ્યું કે 4 મેના રોજ આવનારા પરિણામોમાં કોંગ્રેસને અનુકૂળ પરિણામ મળશે. તેમણે કેરળ, તમિલનાડુ, પુડુચેરી, આસામ અને પશ્ચિમ બંગાળમાં સારા પરિણામોની આશા વ્યક્ત કરી છે. હવે તમામ રાજકીય પક્ષો અને જનતા આતુરતાથી મતગણતરીના દિવસની રાહ જોઈ રહ્યા છે. જ્યાં સાચું ચિત્ર સામે આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.