બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / હિમંત બિસ્વા સરમાનું સિંહાસન ડોલાવી શકશે ગૌરવ ગોગોઈ? જાણો આસામનો Exit Poll

એક્ઝિટ પોલ / હિમંત બિસ્વા સરમાનું સિંહાસન ડોલાવી શકશે ગૌરવ ગોગોઈ? જાણો આસામનો Exit Poll

Priyankka Triveddi

Last Updated: 07:06 PM, 29 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આસામ વિધાનસભા માટે 9 એપ્રિલના રોજ મતદાન થાય હતા અને તેના પરિણામ આગામી 4 મે ના રોજ આવશે. ત્યારે એક મત એવો લાગી રહ્યો છે કે આસામમાં બીજેપીની હેટ્રીક થશે અને કોંગ્રેસને હજુ 5 વર્ષનો રાજકીય વનવાસ ભોગવવો પડશે. જાણો શું કહે છે Exit Poll ના સમીકરણો..,

Assam elections exit poll: આસામ વિધાનસભાની ચૂંટણીના પરિણામો માટે મતગણતરી આગામી 4 મે ના રોજ થશે. પરંતુ એ પહેલા Exit Poll માં આસામમાં રાજકીય માહોલ શું છે એ જોઈએ તો ફરી રક વાર બીજેપી કોંગ્રેસને માત આપશે. બીજેપી હેટ્રીક લગાવવાની કોશિશ કરશે તો કોંગ્રેસ પણ તેના 10 વર્ષના વનવાસને પૂરો કરવાની ફિરાકમાં છે. બદરુદ્દીન અજમલ મુસ્લિમ વોટ્સને આધારે આ રાજકીય લડાઈને ત્રિકોણીય બનાવવા માટે પૂરી તાકાત લગાવી દેશે.

આસામ વિધાનસભા ચૂંટણી

આસામમાં સીમાંકન કવાયત પછી યોજાયેલી વિધાનસભા ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને હવે રાજ્યની 126 બેઠકો માટે ઉભેલા 722 ઉમેદવારોના ભાવિનો નિર્ણય આવનાર પરિણામ પર નિર્ભર છે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. કોંગ્રેસે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માને પડકારવા માટે ગૌરવ ગોગોઈને મેદાનમાં ઉતાર્યા છે. જેના કારણે આ ચૂંટણી વધુ રસપ્રદ બની છે. હવે સૌની નજર એ પર છે કે શું કોંગ્રેસ ભાજપને સત્તા પરથી હટાવી શકશે કે નહીં.

એક્ઝિટ પોલમાં ભાજપ આગળ, કોંગ્રેસ પાછળ

એક્ઝિટ પોલના અંદાજ મુજબ ભાજપ રાજ્યમાં મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે. સર્વે અનુસાર ભાજપને 88 થી 100 બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 24 થી 36 બેઠકો મળવાનો અંદાજ છે. જોકે, ચૂંટણીનું અંતિમ પરિણામ અલગ પણ હોઈ શકે છે. 2021ની ચૂંટણીમાં NDA ગઠબંધને 75 બેઠકો જીતેલી હતી જ્યારે કોંગ્રેસ ગઠબંધનને 50 બેઠકો મળી હતી. આ વખતે રાજકીય સમીકરણોમાં ફેરફાર થતા પરિણામમાં પણ બદલાવ આવવાની શક્યતા છે.

ત્રણ પ્રદેશોમાં વહેંચાયેલું રાજકારણ

આસામનું રાજકારણ ત્રણ મુખ્ય પ્રદેશોમાં વહેંચાયેલું છે અને દરેક વિસ્તારમાં મતદારોના મુદ્દા, સામાજિક માળખું અને મતદાનની પદ્ધતિ અલગ છે. જેના કારણે ચૂંટણીની લડાઈ વધુ જટિલ બની જાય છે. 2021માં કોંગ્રેસ સાથે રહેલી બદરુદ્દીન અજમલની પાર્ટી AIUDF આ વખતે સ્વતંત્ર રીતે મેદાનમાં ઉતરી છે. બીજી તરફ, કોંગ્રેસે ડાબેરી પક્ષો અને પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કર્યું છે. જે ચૂંટણીના પરિણામ પર અસર કરી શકે છે.

આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં વાઘના સતત મૃત્યુ પર ઉઠ્યા સવાલો, આ વર્ષે અત્યાર સુધીમાં 26ના મોત

ઉમેદવારોની સંખ્યા અને ગઠબંધનોની ગણતરી

આ ચૂંટણીમાં ભાજપે 90 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. જ્યારે તેના સાથી પક્ષો આસોમ ગણ પરિષદ (AGP) અને BPF અનુક્રમે 26 અને 11 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે 99 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે અને તેના સાથી પક્ષો પણ વિવિધ બેઠકો પર મેદાનમાં છે. અન્ય પક્ષોમાં AIUDF, TMC અને JMM પણ પોતાના ઉમેદવારો સાથે ચૂંટણીમાં ઉતર્યા છે. હવે જોવાનું રહ્યું કે કયા ગઠબંધનને મતદારોનો વધુ સમર્થન મળે છે અને આસામમાં સત્તા કોના હાથમાં જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Assam elections exit poll આસામ ચૂંટણી એક્ઝિટ પોલ BJP vs Congress
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ