બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / બંગાળ ચૂંટણી : મમતા બેનરજી-સુવેન્દુ અધિકારી મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યાં, બહાર મોટી ફોર્સ તૈનાત
Last Updated: 05:19 PM, 4 May 2026
West Bengal Election 2026: પશ્ચિમ બંગાળના સૌથી ચર્ચિત VVIP મતવિસ્તાર ભવાનીપુરમાં મતગણતરી દરમિયાન અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો છે. 12મા રાઉન્ડના પરિણામોની જાહેરાત વચ્ચે જ અટકાવી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે રાજકીય વર્તુળોમાં ચિંતા અને ઉત્સુકતા વધી ગઈ છે. આ મતવિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જી અને ભાજપના નેતા સુવેન્દુ અધિકારી વચ્ચે સીધી ટક્કર ચાલી રહી છે. જેને કારણે અહીંનું રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે. બંને નેતાઓ મતગણતરી કેન્દ્રની અંદર હાજર હોવાની માહિતી સામે આવી છે.
ADVERTISEMENT
આ દરમિયાન અન્ય રાજકીય પક્ષોના એજન્ટોએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર ભાજપના કેટલાક એજન્ટોએ તેમને મતગણતરી પરિસરમાંથી બહાર કાઢી મૂક્યા છે. જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ છે. આ ઘટનાને લઈને મતગણતરી પ્રક્રિયા પર પ્રશ્નો ઉભા થયા છે અને નિષ્પક્ષતા અંગે ચર્ચા શરૂ થઈ છે. ઘટનાસ્થળે સુરક્ષા વ્યવસ્થાઓ વધારવામાં આવી હોવાની શક્યતા છે. જેથી સ્થિતિ કાબૂમાં રાખી શકાય.
ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ ભવાનીપુર બેઠક માટે કુલ 13 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. હાલના આંકડા મુજબ સુવેન્દુ અધિકારી પાછળ ચાલી રહ્યા છે. જ્યારે મમતા બેનર્જી આગળ હોવાનું દર્શાવવામાં આવી રહ્યું છે. આ બેઠક પરનો મુકાબલો શરૂઆતથી જ કડક રહ્યો છે અને અંતિમ પરિણામ માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ADVERTISEMENT
#WATCH | TMC chairperson and West Bengal CM Mamata Banerjee arrives at Sakhawat Memorial counting hall in Kolkata as counting of votes is underway.
— ANI (@ANI) May 4, 2026
BJP is currently leading on 194 seats, way past the majority mark. pic.twitter.com/3U52YjrO42
મમતા બેનર્જી આ વખતે ભવાનીપુર સીટથી ચૂંટણી લડી રહ્યા હતા જ્યારે સુવેન્દુ અધિકારી બે સીટ્સ ભવાનીપુર અને નંદીગ્રામથી ચૂંટણી લડી રહ્યા હતા. નંદીગ્રામ સીટથી સુવેન્દુ અધિકારી 14માં રાઉન્ડના કાઉન્ટિનગ પછી 4000 વોટ્સથી આગળ ચાલી રહ્યા હતા અહીંયા તેમની ટક્કર TMCના પવિત્ર કર સાથે છે. પવિત્ર કર ચુંટણી પહેલા જ ભાજપ છોડીને TMC માં જોડાયા હતા.
ADVERTISEMENT
બંગાળમાં કુલ 294 વિધાનસભા બેઠકો છે પરંતુ આ વખતે 293 બેઠકો પર જ મતદાન થયું હતું અને તમામ પર ગણતરી ચાલુ છે. ભાજપે બહુમતી માટે જરૂરી 147 બેઠકોનો આંકડો પાર કરી લીધો છે અને હાલમાં 190થી વધુ બેઠકોમાં આગળ હોવાનું દેખાઈ રહ્યું છે. બીજી તરફમમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC) લગભગ 100 બેઠકો આસપાસ જ સીમિત દેખાઈ રહી છે.
આ ચૂંટણીમાં સૌથી મોટો ફેરફાર પ્રેસિડેન્સી વિસ્તારમાં જોવા મળી રહ્યો છે, જે પરંપરાગત રીતે TMCનો ગઢ માનવામાં આવતો હતો. પરંતુ હાલના વલણો દર્શાવે છે કે આ વિસ્તારમાં પણ ભાજપે મજબૂત પ્રદર્શન કર્યું છે અને TMCની પકડ ઢીલી પડી રહી છે. જો આ લીડ્સ અંત સુધી યથાવત રહે છે તો તે ભાજપ માટે ઐતિહાસિક વિજય સાબિત થઈ શકે છે. સાથે જ છેલ્લા 15 વર્ષથી સત્તામાં રહેલી TMC માટે આ મોટો રાજકીય ફટકો માનવામાં આવી રહ્યો છે. જે રાજ્યની રાજનીતિમાં નવો વળાંક લાવી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ વખતની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી. જેમાં 23 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ મતદાન થયું હતું. નોંધનીય છે કે બંને તબક્કામાં રેકોર્ડ સ્તરે મતદાન નોંધાયું હતું. જેમાં 90 ટકાથી વધુ મતદાન થયું છે. આ આંકડો બંગાળના ચૂંટણી ઇતિહાસમાં અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે અને તે લોકોમાં વધતી રાજકીય જાગૃતિને દર્શાવે છે. ઊંચા મતદાનને કારણે તમામ રાજકીય પક્ષોમાં ચિંતા અને ઉત્સુકતા બંને જોવા મળી હતી અને હવે અંતિમ પરિણામો રાજ્યની રાજનીતિનું ભવિષ્ય નક્કી કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.