બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'સનાતન'વિરોધીને આકરી લપડાક, તમિલનાડુમાં સ્ટાલિન-ઉદયનિધિ ક્લીન બોલ્ડ, વિજયનો જાદુ ચાલ્યો
Last Updated: 04:26 PM, 4 May 2026
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026ના વલણોમાં રાજ્યની પરંપરાગત દ્રવિડિયન રાજનીતિને જોરદાર ઝટકો લાગ્યો છે. દાયકાઓથી પ્રભુત્વ જમાવતી DMK અને AIADMK સામે આ વખતે સિને સ્ટાર થલાપતિ વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK) એ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. 234 બેઠકો ધરાવતી વિધાનસભામાં બહુમતી માટે 118 બેઠકો જરૂરી છે, જ્યારે હાલના વલણો મુજબ TVK લગભગ 108 બેઠકો પર આગળ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા એવું લાગી રહ્યું છે કે વિજય પોતાના રાજકીય ડેબ્યુમાં જ મુખ્યમંત્રી પદ સુધી પહોંચવાની શક્યતા બનાવી રહ્યા છે, જે તમિલનાડુની રાજનીતિમાં ઐતિહાસિક ફેરફાર સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
સ્ટાલિનની 'હિન્દી વિરોધ'ની વ્યૂહનીતિ નિષ્ફળ
તમિલનાડુની રાજનીતિમાં આ વખતની ચૂંટણી નોંધપાત્ર ફેરફારો લઈને આવી છે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન અને ઉદયનિધિ સ્ટાલિનએ પ્રચાર દરમિયાન ‘હિન્દી થોપવાની’ અને ‘દ્રવિડિયન ઓળખ’ના મુદ્દાઓને કેન્દ્રસ્થાને રાખ્યા હતા, તેમજ કેન્દ્ર સરકારની ત્રણ ભાષા નીતિનો કડક વિરોધ કર્યો હતો. છતાં, વધેલા મતદાન પ્રમાણ અને હાલના ટ્રેન્ડ્સ સૂચવે છે કે રાજ્યના યુવા અને શહેરી મતદારો હવે પરંપરાગત ઓળખ આધારિત રાજનીતિથી દૂર જઈ રહ્યા છે અને રોજગાર, વિકાસ તથા સુશાસન જેવા મુદ્દાઓને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે. 2021ની ચૂંટણીમાં 133 બેઠકો જીતનાર દ્રવિડા મુનેત્ર કઝગમ (DMK) આ વખતે માત્ર અંદાજે 60 બેઠકો સુધી સીમિત રહી શકે તેવી સ્થિતિ દેખાઈ રહી છે, જે રાજ્યની રાજકીય દિશામાં મોટો ફેરફાર દર્શાવે છે.
ADVERTISEMENT

સનાતન ધર્મ પરની ટિપ્પણી પડી ભારે
ADVERTISEMENT
તમિલનાડુમાં ડીએમકેની તાજેતરની ચૂંટણી હારને લઈને રાજકીય વિશ્લેષણમાં વિવિધ કારણો સામે આવી રહ્યા છે. તેમાં ખાસ કરીને પાર્ટીના હિન્દુ ધર્મ પ્રત્યેના વલણને મહત્વપૂર્ણ પરિબળ તરીકે જોવામાં આવી રહ્યું છે. ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિને દ્વારા સનાતન ધર્મની તુલના ડેન્ગ્યૂ અને મેલેરિયા જેવી બીમારીઓ સાથે કરીને તેને નાબૂદ કરવાની કરાયેલ ટિપ્પણી દેશભરમાં ભારે વિવાદનું કારણ બની હતી. આ નિવેદન બાદ પણ તેઓ પોતાના વલણ પર અડગ રહ્યા હતા, જેના કારણે હિન્દુ મતદારોમાં અસંતોષ વધ્યો હોવાનો દાવો કરવામાં આવે છે. સાથે સાથે મંદિરોના સંચાલનમાં સરકારી હસ્તક્ષેપને લઈને પણ લોકોમાં નારાજગી જોવા મળી હતી. આ તમામ પરિબળોએ મળીને વોટ શેર પર અસર પાડી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
થલાપતિ વિજયનો ઉદય અને નવો યુગ
ADVERTISEMENT
દક્ષિણ ભારતીય સિનેમા સ્ટારથી રાજકારણી બનેલા થલાપતિ વિજયની પાર્ટીએ તમિલનાડુની રાજનીતિમાં ઊભી થયેલી ખાલી જગ્યાને અસરકારક રીતે ભરવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. વિજયે પોતાના રાજકીય અભિયાનમાં તમિલ ગૌરવને કેન્દ્રસ્થાને રાખતાં, ધર્મ કે ભાષાના અતિરેકી વિરોધી નેરેટિવથી દૂર રહી સંતુલિત અભિગમ અપનાવ્યો છે. ભ્રષ્ટાચાર સામે કડક વલણ અને યુવા બેરોજગારી જેવા જ્વલંત મુદ્દાઓને ઉઠાવી તેમણે મધ્યમ વર્ગ અને યુવાનોમાં ખાસ લોકપ્રિયતા મેળવી છે. તાજેતરના રાજકીય સંકેતો મુજબ 100થી વધુ બેઠકો પર લીડ સાથે વિજયે રાજ્યમાં ‘પોસ્ટ-દ્રવિડિયન’ યુગની શરૂઆતનો સંદેશ આપ્યો છે, જે તમિલનાડુની પરંપરાગત રાજનીતિમાં મોટા પરિવર્તનનું પ્રતિબિંબ બની શકે છે.
આ પણ વાંચોઃ આસામમાં હિમંતાની હેટ્રિક: જાણો ભાજપની જીતના 5 કારણ,1-2 તો જોરદાર
ADVERTISEMENT
રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર
તમિલનાડુમાં હવે DMK-AIADMK વચ્ચેની સીધી ટક્કર ત્રિકોણીય જંગમાં ફેરવાઈ ગઈ છે. AIADMK ગઠબંધન 61 બેઠકો સાથે બીજા નંબરે છે. જો વિજય અન્યના ટેકાથી સરકાર બનાવવામાં સફળ રહેશે, તો તે તમિલ સિનેમાથી સીધા સત્તા સુધીનો એક અનોખો પ્રવાસ હશે. 2021માં 10 વર્ષ બાદ સત્તામાં વાપસી કરનાર DMK માત્ર 5 વર્ષમાં જ એન્ટી-ઇન્કમ્બન્સી લહેરમાં વહી ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.