બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:47 PM, 4 May 2026
TamilNadu Puducherry Election Results 2026: તમિલનાડુ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થતાં જ રાજકીય ચિત્ર સ્પષ્ટ થવાનું શરૂ થયું છે. શરૂઆતના વલણોમાં જ અચંબિત કરનારા પરિણામો સામે આવી રહ્યા છે, ખાસ કરીને વિજયની TVK પાર્ટીની જબરદસ્ત એન્ટ્રીથી ચૂંટણી વધુ રસપ્રદ બની ગઈ છે. બીજી તરફ પરંપરાગત પક્ષો વચ્ચેની ટક્કર પણ ચાલુ છે. જે આ ચૂંટણીમાં વધુ સ્પર્ધા ઊભી કરે છે.
ADVERTISEMENT
તમિલનાડુ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી શરૂ થતાં જ રાજકીય ગરમાવો વધી ગયો છે. તમિલનાડુની 234 બેઠકો માટે 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન યોજાયું હતું. જેમાં 85 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. જે એક ઐતિહાસિક રેકોર્ડ માનવામાં આવે છે. શરૂઆતના વલણોમાં જ સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ વખતની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને અનિશ્ચિત બની રહી છે. ખાસ કરીને નવા રાજકીય ખેલાડી તરીકે ઉભરી રહેલી TVK પાર્ટી ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે.
ADVERTISEMENT
તમિલનાડુમાં રાજકીય ભૂકંપ#TamilNadu #Politics #PoliticalShift #IndiaNews #ElectionUpdate #PowerPlay #vtvdigital pic.twitter.com/i0SbcM19cT
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 4, 2026
ADVERTISEMENT
તમિલનાડુમાં આ ચૂંટણી મુખ્યત્વે DMKના નેતૃત્વ હેઠળના ગઠબંધન અને AIADMK-ભાજપના NDA ગઠબંધન વચ્ચે માનવામાં આવતી હતી. પરંતુ વિજયના નેતૃત્વ હેઠળની TVK પાર્ટીએ સમગ્ર રાજકીય સમીકરણ બદલી નાખ્યું છે. એક્ઝિટ પોલ મુજબ TVKને નોંધપાત્ર લીડ મળવાની સંભાવના દર્શાવવામાં આવી હતી. જે હવે વલણોમાં પણ દેખાઈ રહી છે. આથી ચૂંટણી હવે સીધી ટક્કરથી આગળ વધી ત્રિકોણીય સ્પર્ધામાં ફેરવાઈ ગઈ છે. જે મતદાતાઓના બદલાતા મિજાજને દર્શાવે છે.
ADVERTISEMENT
પ્રારંભિક વલણો મુજબ TVK 100થી વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે અને બહુમતીના આંકડા 117ની નજીક પહોંચી રહી છે. હાલમાં TVK લગભગ 107 બેઠકો પર આગળ હોવાનું દર્શાવવામાં આવે છે. જે તેને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરતા બતાવે છે. બીજી તરફ AIADMK લગભગ 63 બેઠકો પર આગળ છે. જ્યારે એમ. કે. સ્ટાલિનના નેતૃત્વ હેઠળની DMK લગભગ 54 બેઠકો પર સીમિત થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે સ્ટાલિન પોતાના કોલાથુર મતવિસ્તારમાં પણ પાછળ હોવાનું વલણોમાં જણાઈ રહ્યું છે. જે પાર્ટી માટે ચિંતાજનક સંકેત છે.
Whistling through Tamil Nadu: Early trends show TVK leading in 73 seats in poll debut
— ANI Digital (@ani_digital) May 4, 2026
Read @ANI Story | https://t.co/Vov26GJnN8#TamilNadu #TVK #polldebut pic.twitter.com/Z95okTEY7z
ADVERTISEMENT
TVKના પ્રદર્શનને કારણે પાર્ટીના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અભિનેતા-રાજકારણી વિજયના નિવાસસ્થાને ઉજવણી શરૂ થઈ ગઈ છે. તેમના પિતા અને જાણીતા ફિલ્મ નિર્માતા એસ.એ. ચંદ્રસેખર પણ આ ખાસ ક્ષણમાં હાજર રહી સમર્થકો સાથે આનંદ વ્યક્ત કરી રહ્યા છે. ઉપરાંત, તેમણે તિરુત્તાની મુરુગન મંદિરમાં જઈ પ્રાર્થના પણ કરી હતી. આ બધું દર્શાવે છે કે TVK માટે આ ચૂંટણી ઐતિહાસિક બની શકે છે.
ADVERTISEMENT

બીજી તરફ કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં 30 બેઠકો માટે 9 એપ્રિલે મતદાન યોજાયું હતું, જેમાં 89.97 ટકા મતદાન નોંધાયું હતું. અહીં એન. રંગાસ્વામીના નેતૃત્વ હેઠળનું NDA ગઠબંધન હાલ સત્તામાં છે અને વલણો મુજબ તે 15 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ ગઠબંધન 11 બેઠકો પર આગળ છે. આજના અંતિમ પરિણામો નક્કી કરશે કે NDA સત્તા જાળવી રાખશે કે રાજ્યમાં નવું રાજકીય સમીકરણ ઉભરશે. કુલ મળીને તમિલનાડુ અને પુડુચેરી બંને જગ્યાએ ચૂંટણીના પરિણામો રાજકીય દિશામાં મોટા ફેરફારો લાવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.