બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આસામમાં હિમંતાનો જલવો! વલણોમાં ભાજપ બહુમતીની પાર, જોરહાટ બેઠક પર ગૌરવ ગોગોઈ પાછળ

આસામ ચૂંટણી પરિણામ / આસામમાં હિમંતાનો જલવો! વલણોમાં ભાજપ બહુમતીની પાર, જોરહાટ બેઠક પર ગૌરવ ગોગોઈ પાછળ

Priyankka Triveddi

Last Updated: 12:08 PM, 4 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assam Election Results 2026: આસામ વિધાનસભાની ચૂંટણી પર આજે દેશભારની નજર મંડાયેલી છે. NDA અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે ખાસ્સી ટક્કર જોવા મળી રહી છે. શરૂઆતના વલણો જાહેર થયા છે જેમાં ફરી NDA સરકાર બનતી નજર આવી રહી છે.

Assam Election Results 2026: 2026ની આસામ વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે 4 મેના રોજ જાહેર થઈ રહ્યા છે અને સમગ્ર દેશની નજર હાલ આ રાજ્ય પર ટકેલી છે. કુલ 126 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી આ ચૂંટણીમાં કયો પક્ષ સરકાર બનાવશે તે જાણવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. રાજ્યમાં મતદાન 9 એપ્રિલે યોજાયું હતું અને ત્યારથી જ રાજકીય ચર્ચાઓ ગરમ બની ગઈ હતી. ખાસ કરીને પૂર્વોત્તર ક્ષેત્રમાં આ ચૂંટણીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

મુખ્ય મુકાબલો NDA અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે

આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા Himanta Biswa Sarma ના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધન અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના વિપક્ષી ગઠબંધન વચ્ચે માનવામાં આવ્યો હતો. ભાજપે AGP અને UPPL સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી, જ્યારે કોંગ્રેસે AIUDF સહિતના અનેક પક્ષો સાથે જોડાણ કર્યું હતું. ચૂંટણી પ્રચાર દરમિયાન બાંગ્લાદેશી ઘૂસણખોરી, NRC, CAA, પૂર, બેરોજગારી, ચા બગીચાના કામદારોની સમસ્યાઓ અને વિકાસ જેવા મુદ્દાઓ મુખ્ય રહ્યા હતા. પ્રચાર દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જેવા દિગ્ગજ નેતાઓએ અનેક રેલીઓ કરી હતી.

ભાજપની મજબૂત લીડ અને વિસ્તારોમાં પ્રભાવ

મતગણતરીના તાજેતરના વલણો અનુસાર ભાજપના નેતૃત્વ હેઠળની NDA ગઠબંધન રાજ્યના શહેરી, અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મજબૂત લીડ ધરાવે છે. શહેરી વિસ્તારોની 15 બેઠકોમાંથી ભાજપ 13 બેઠકો પર આગળ છે. જ્યારે અર્ધ-શહેરી વિસ્તારોની 22 બેઠકોમાંથી 18 બેઠકો પર લીડ મેળવી છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ ભાજપનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે, જ્યાં 89 બેઠકોમાંથી 68 બેઠકો પર NDA આગળ ચાલી રહ્યું છે. આ આંકડા દર્શાવે છે કે ભાજપે તમામ વિસ્તારોમાં વ્યાપક સમર્થન મેળવ્યું છે.

જાલુકબારી બેઠક પર મુખ્યમંત્રી આગળ

ચૂંટણી પંચના સત્તાવાર વલણો અનુસાર જાલુકબારીવિધાનસભા બેઠક પર મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા 4979 મતોથી આગળ ચાલી રહ્યા છે. તેમના સામે કોંગ્રેસની ઉમેદવાર બિદિશા નિઓગ 1,010 મત સાથે બીજા સ્થાને છે. આ લીડ દર્શાવે છે કે મુખ્યમંત્રી પોતાના મતવિસ્તારમાં મજબૂત પકડ ધરાવે છે અને મતદાતાઓનો વિશ્વાસ જાળવી રાખ્યો છે.

આ પણ વાંચો: કેરલમમાં લેફ્ટનો તંબૂ ધરાશાયી! CM વિજયન પણ પાછળ, વલણોમાં કોંગ્રેસ બહુમતીની નજીક

NDA બહુમતીની નજીક, કોંગ્રેસ પાછળ

સવારે10 વાગ્યા સુધી મળેલા વલણો મુજબ 113 બેઠકોના પરિણામોમાં NDA ગઠબંધન 84 બેઠકો પર આગળ ચાલી રહ્યું હતું. જે સ્પષ્ટ બહુમતી તરફ સંકેત આપે છે. બીજી તરફ કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું ગઠબંધન 28 બેઠકો પર પાછળ હતું. જ્યારે અન્ય પક્ષો માત્ર 1 બેઠક પર આગળ છે. આ વલણો બતાવે છે કે જેમ જેમ મતગણતરી આગળ વધી રહી છે. તેમ તેમ ભાજપ+ ગઠબંધન વધુ મજબૂત બની રહ્યું છે અને આસામમાં ફરી સરકાર બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

આસામ ચૂંટણી પરિણામ 2026 Assam election results 2026 NDA lead Assam
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ