બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કેરલમમાં લેફ્ટનો તંબૂ ધરાશાયી! CM વિજયન પણ પાછળ, વલણોમાં કોંગ્રેસ બહુમતીની નજીક

નેશનલ / કેરલમમાં લેફ્ટનો તંબૂ ધરાશાયી! CM વિજયન પણ પાછળ, વલણોમાં કોંગ્રેસ બહુમતીની નજીક

Jinal Chauhan

Last Updated: 11:49 AM, 4 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સવારે 8 વાગ્યાથી કેરળ વિધાનસભાની 140 બેઠકો માટે મતગણતરી શરૂ થઈ છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી છે જે કુલ મતનો લગભગ 1.36% છે. ત્યારબાદ EVM મશીનોના મતની ગણતરી શરૂ કરવામાં આવશે.

કેરળ વિધાનસભાની 140 બેઠકો માટે આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે અને શરૂઆતના વલણોમાં રાજકીય ચિત્ર ઝડપથી બદલાતું જોવા મળી રહ્યું છે. પોસ્ટલ બેલેટ બાદ આવેલા આંકડાઓ મુજબ યુડીએફ ગઠબંધન આગળ ચાલી રહ્યું છે, જ્યારે સત્તારૂઢ એલડીએફ પાછળ દેખાઈ રહ્યું છે. એનડીએ પણ થોડા સ્થળોએ હાજરી નોંધાવી રહી છે, પરંતુ કુલ દૃશ્યમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. હાલની ગણતરી રાજકીય સમીકરણોમાં મહત્વપૂર્ણ ફેરફારના સંકેત આપી રહી છે.

શરૂઆતના રુઝાનો મુજબ યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) ગઠબંધન લગભગ 58 બેઠકો પર આગળ છે જ્યારે લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) માત્ર 22 બેઠકો પર સીમિત દેખાઈ રહી છે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) લગભગ 7 બેઠકો પર આગળ છે. રાજ્યની 140 બેઠકો માટે કુલ 883 ઉમેદવારો મેદાનમાં છે. હાલની સરકાર પિનરાઈ વિજયનના નેતૃત્વ હેઠળ એલડીએફ સતત ત્રીજી વખત સત્તામાં આવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ શરૂઆતના વલણો તેમના માટે નિરાશાજનક છે.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ જ્યાં PM મોદીએ ઝાલમૂડી ખાધી હતી તે ઝારગ્રામ બેઠક પર કોણ આગળ? કેવી અસર રહી?

એક્ઝિટ પોલ મુજબ પણ કોંગ્રેસ ગઠબંધનને લગભગ 69 બેઠકો મળવાની શક્યતા છે જ્યારે એલડીએફને 64 અને એનડીએને 7 બેઠકોનો અંદાજ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી વી. મુરલીધરન કઝાકૂટ્ટમ બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે, જ્યાં કડાકમ્પલ્લી સુરેન્દ્રન આગળ છે અને કોંગ્રેસના ટી. પ્રસાદ ત્રીજા સ્થાને છે.

હાલના રુઝાનોમાં કોંગ્રેસ ગઠબંધન લગભગ 100 બેઠકોની નજીક પહોંચી ગયું છે, જ્યારે લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ માત્ર 44 બેઠકો પર આગળ છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માત્ર 2 બેઠકો પર આગળ દેખાઈ રહી છે. મતગણતરી ચાલુ છે અને સ્થિતિ સતત બદલાઈ રહી છે, પરંતુ હાલના વલણો લેફ્ટ માટે મોટો ઝટકો અને કોંગ્રેસ માટે મજબૂત વધારાનો સંકેત આપી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UDF lead vote counting Kerala election
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ