બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / જ્યાં PM મોદીએ ઝાલમૂડી ખાધી હતી તે ઝારગ્રામ બેઠક પર કોણ આગળ? કેવી અસર રહી?

પશ્ચિમ બંગાળ ચૂંટણી / જ્યાં PM મોદીએ ઝાલમૂડી ખાધી હતી તે ઝારગ્રામ બેઠક પર કોણ આગળ? કેવી અસર રહી?

Priyankka Triveddi

Last Updated: 11:59 AM, 4 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચુંટણીની આજે મતગણતરી ચાલુ છે અને તેમાં ખાસ કરીને ભવાનીપુરની સીટ સૌથી હોટ સ્પોટ છે તો સાથે સાથે જે જગ્યાએ પીએમ નરેન્દ્ર મોદીએ બંગાળ પ્રખ્યાત ઝાલમૂડીનો સ્વાદ માણ્યો હતો તે ઝારગ્રામ સીટ પણ ચર્ચામાં છે. મળતી માહિતી મુજબ ઝારગ્રામ સીટ પર બીજેપી પર આગળ ચાલી રહી છે.

West Bengal Election 2026: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક અનોખો અને લોકપ્રિય અંદાજ જોવા મળ્યો. જ્યારે તેઓ અચાનક ઝારગ્રામ ખાતે ઝાલમૂડીનો સ્વાદ માણવા માટે રોકાયા. આ ઘટનાએ ત્યાં હાજર લોકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો અને થોડા જ સમયમાં આ ક્ષણ સોશિયલ મીડિયા પર વાયરલ બની ગઈ. હાલની માહિતી મુજબ ઝારગ્રામ સીટ પર ભાજપ 8000 વોટ્સથી આગળ છે.

ઝારગ્રામમાં પીએમ મોદીનો અનોખો અંદાઝ

પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો. તેઓ જ્યારે ઝારગ્રામ શહેરમાં પ્રચાર માટે પહોંચ્યા હતા. ત્યારે તેમનો કાફલો અચાનક એક નાની દુકાન પાસે રોકાયો અને વડાપ્રધાન પોતે જ તેમના વાહનમાંથી ઉતરીને નજીકના ઝાલમુડી સ્ટોલ તરફ ગયા જેને જોઈ ત્યાં હાજર લોકોમાં ભારે ઉત્સાહ ફેલાયો. થોડી જ ક્ષણોમાં ભીડ તેમને ઘેરી ગઈ અને આ દ્રશ્ય ખૂબ જ રસપ્રદ બની ગયું.

સોશિયલ મીડિયા પર શેર કરી આ ખાસ પળ

આ ઘટના બાદ વડાપ્રધાન X પર પોતાની આ ખાસ મુલાકાતની તસવીરો અને વીડિયો પણ શેર કર્યા. તેમની પોસ્ટમાં તેમણે લખ્યું કે વ્યસ્ત ચૂંટણી કાર્યક્રમ વચ્ચે તેમને ઝારગ્રામમાં સ્વાદિષ્ટ ઝાલમુરીનો આનંદ માણવાની તક મળી. ખાસ વાત એ છે કે તે દિવસે તેમના કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળમાં ચાર મોટી જાહેર સભાઓનો સમાવેશ થતો હતો, છતાં તેમણે થોડો સમય કાઢીને સ્થાનિક સ્ટ્રીટ ફૂડનો સ્વાદ લીધો. આ ઘટનાએ લોકોમાં તેમને લઈને વધુ નજીકપણાની લાગણી ઉભી કરી છે.

ઝાલમૂડી માત્ર કોલકાતા જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ બંગાળમાં ખૂબ જ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. તે પફ્ડ રાઇસ (મુરી), ડુંગળી, લીલા મરચાં, મસાલા અને ખાસ કરીને સરસવના તેલ સાથે બનાવવામાં આવે છે. તેનો સ્વાદ તીખો, મસાલેદાર અને ચટપટો હોય છે. જે સ્થાનિક લોકો ઉપરાંત પ્રવાસીઓને પણ ખૂબ પસંદ પડે છે. ઝાલમુરી બનાવવામાં સરળ છે અને તેની કિંમત પણ ઓછી હોવાથી દરેક વર્ગના લોકો માટે આ નાસ્તો ઉપલબ્ધ છે.

ઝાલમુડીના સ્વાદ પાછળનું રહસ્ય

‘ઝાલ’ શબ્દનો અર્થ મસાલેદાર અથવા તીખો થાય છે. જ્યારે ‘મુરી’નો અર્થ ફૂલેલો ભાત થાય છે. આ બે શબ્દોનું સંયોજન જ આ વાનગીની ઓળખ બનાવે છે. ખાસ કરીને કાચા સરસવના તેલનો ઉપયોગ તેને એક અનોખી સુગંધ અને સ્વાદ આપે છે, જે તેને અન્ય નાસ્તાથી અલગ બનાવે છે. લોકો પોતાની પસંદગી મુજબ તેમાં ફેરફાર પણ કરી શકે છે . જેમ કે વધુ મસાલેદાર બનાવવું, ઓછી ડુંગળી નાખવી અથવા નારિયેળના ટુકડા ઉમેરવા. આ કસ્ટમાઇઝેશનની સુવિધા પણ ઝાલમુડીને વધુ લોકપ્રિય બનાવે છે.

આ પણ વાંચો: તમિલનાડુમાં મોટો ઉલટફેર, એક્ટર વિજયની પાર્ટી TVKએ ફટકારી સદી

ચૂંટણી વચ્ચે ઝાલમુડી પણ ચર્ચામાં

હાલમાં પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ ગરમ છે અને રાજકીય ચર્ચાઓ જોર પર છે. આવી સ્થિતિમાં પ્રધાનમંત્રી દ્વારા ઝારગ્રામમાં ઝાલમુરીનો આનંદ માણવાની ઘટના પણ ચર્ચાનો વિષય બની ગઈ છે. રાજકીય વિશ્લેષકો હવે આ વિસ્તાર પર ખાસ નજર રાખી રહ્યા છે, કારણ કે આવી ઘટનાઓ મતદાતાઓ પર અસર કરી શકે છે. એક સામાન્ય સ્ટ્રીટ ફૂડ સાથે જોડાયેલી આ ઘટના હવે રાજકીય દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ બની ગઈ છે. જે બતાવે છે કે ચૂંટણીમાં દરેક નાનો પ્રસંગ પણ મોટી ચર્ચા ઉભી કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

પશ્ચિમ બંગાળ ચૂંટણી Narendra Modi Jhargram visit West Bengal election campaign
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ