બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:29 PM, 5 May 2026
MK Stalin Resignation: ગઇકાલે તમિલનાડુમાં ચુંટણી પરિણામમાં મોટો ફેરફાર જોવા મળ્યો. એક બાજુ જ્યાં TVK એ શાનદાર પ્રદર્શન કરીને જીતતો મેળવી પણ બહુમત મેળવવા માટેનો આંકડો પાર કરો શકી નહીં. તો બીજી બાજુ કોલાથુર સીટના TVKના ઉમેદવારે CM એમ. કે. સ્ટાલિનને હરાવી દીધા હતા. હવે DMKના પ્રમુખ એમ. કે. સ્ટાલિને વિધાનસભા ચુંટણીમાં તેમની પાર્ટીની હાર પછી તમિલનાડુના મુખ્ય મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે અને રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અરલેકરને તેમનું રાજીનામું સોંપ્યું છે.
ADVERTISEMENT
તમિલનાડુની રાજનીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર વચ્ચે શાસન સ્તરે મોટો વિકાસ થયો છે. લોકભવનના અધિકારીઓના જણાવ્યા મુજબ રાજીનામાનો પત્ર ઔપચારિક રીતે રાજ્યપાલ કાર્યાલયમાં મોકલી દેવામાં આવ્યો છે અને હવે રાજ્યપાલ દ્વારા તેને સ્વીકાર્યા બાદ સત્તાવાર જાહેરાત થવાની અપેક્ષા છે. આ ઘટના એ સમયે બની છે જ્યારે રાજ્યમાં ચૂંટણી પરિણામો રાજકીય સમીકરણોને સંપૂર્ણપણે બદલતા દેખાઈ રહ્યા છે. TVK ( Tamilaga Vettri Kazhagam) ના નેતૃત્વ હેઠળ પાર્ટીએ 234 સભ્યોની વિધાનસભામાં 108 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉદય કર્યો છે. જોકે તે હજુ બહુમતી આંકડાથી 10 બેઠકો દૂર છે. આ પરિસ્થિતિ રાજ્યમાં ગઠબંધન અને સરકાર રચનાની ચર્ચાઓને વધુ ગતિ આપી રહી છે.
ADVERTISEMENT
The Governor of Tamil Nadu has accepted the resignation of the Chief Minister M.K Stalin and his Council of Ministers. The Governor has requested him to continue in office until alternate arrangements are made. pic.twitter.com/MsWvu0bzaW
— ANI (@ANI) May 5, 2026
ADVERTISEMENT
ચૂંટણી પરિણામોમાં DMK (Dravida Munnetra Kazhagam) ને માત્ર 59 બેઠકો મળતા શાસક પક્ષને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. પરિણામો પછી ગઠબંધન રાજનીતિ ફરી કેન્દ્રસ્થાને આવી છે. મુખ્ય સહયોગી નેતાઓ જેમા તિરુમાવલવન, CPI(M)ના રાજ્ય સચિવ શણમુગમ અને CPIના રાજ્ય સચિવ વીરપાંડિયનનો સમાવેશ થાય છે, તેઓ ડીએમકે મુખ્યાલયમાં સ્ટાલિન M. K. Stalin સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે. આ બેઠકમાં આગામી રાજકીય વ્યૂહરચના અને સંભવિત ગઠબંધન વિકલ્પો પર ચર્ચા થવાની સંભાવના છે. પરિણામોએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં પરંપરાગત દ્રવિડ રાજનીતિ હવે નવી દિશામાં આગળ વધી રહી છે.
ADVERTISEMENT
આ ચૂંટણીમાં સૌથી ચોંકાવનારી ઘટના કોલાથુર બેઠક પરથી સામે આવી જેને સ્ટાલિનનો ગઢ માનવામાં આવતો હતો. અહીં તેમને TVK ઉમેદવાર વી. એસ. બાબુએ 8795 મતોના માર્જિનથી હરાવ્યા હતા. મતવિભાગના આંકડાઓ દર્શાવે છે કે TVKને 32 ટકાથી વધુ મત મળ્યા હતા જ્યારે DMKને 24.19 ટકા અને AIADMK ( All India Anna Dravida Munnetra Kazhagam)ને 21.22 ટકા મત મળ્યા હતા. આ પરિણામે સ્પષ્ટ થાય છે કે રાજ્યના બંને મુખ્ય દ્રવિડ પક્ષોના પ્રભાવમાં ઘટાડો થયો છે અને મતદાતાઓએ નવા વિકલ્પોને પસંદ કર્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પરાજય છતાં સ્ટાલિને મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો અને લોકશાહી પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી. તેમણે જણાવ્યું કે મત હિસ્સામાં તફાવત ખૂબ ઓછો રહ્યો છે અને તેમની પાર્ટીને હજુ પણ નોંધપાત્ર સમર્થન મળ્યું છે. સ્ટાલિને કહ્યું,
“હું તમિલનાડુના તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું જેમણે DMKના નેતૃત્વ હેઠળના સેક્યુલર પ્રોગ્રેસિવ એલાયન્સના ઉમેદવારોને મત આપ્યો.”
આ નિવેદન દર્શાવે છે કે હાર છતાં પાર્ટી ભવિષ્યમાં વધુ મજબૂત બનીને આગળ વધવાની તૈયારીમાં છે. હવે સૌની નજર રાજ્યપાલના નિર્ણય અને નવી સરકારની રચનાની પ્રક્રિયા પર છે. જે તમિલનાડુની રાજનીતિમાં આગામી દિશા નક્કી કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.