ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / કઇ રીતે તૂટ્યો મમતા બેનરજીનો બંગાળનો ગઢ? જાણો સત્તા ગુમાવવા પાછળના 5 કારણ

રાજનીતિ / કઇ રીતે તૂટ્યો મમતા બેનરજીનો બંગાળનો ગઢ? જાણો સત્તા ગુમાવવા પાછળના 5 કારણ

Published By: Priyankka Triveddi

Last Updated: 02:48 PM, 5 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bengal Election Result 2026: TMCને બંગાળ ચુંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ત્યાં સુધી કે મમતા બનર્જી પોતે ભવાનીપુરની સીટ પર પણ હારી ગયા છે ત્યારે ચાલી સમજીએ મમતા બેનર્જીએ સત્તા ગુમાવી તેની પાછળ કયા 5 ફેક્ટર્સ છે.

ADVERTISEMENT

West Bengal Election 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચુંટણીમાં BJPએ 206 સીટ્સ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ પહેલી તક છે ભાજપ પાસે રાજ્યમાં સરકાર બનાવવાની. ભાજપને ઘણી જગ્યાએ 2/3 બહુમત મળ્યું છે. તો બીજી તરફ TMC માત્ર 80 સીટ્સમાં સમાઈ ગઈ હતી. આખરે શું કારણો છે કે 15 વર્ષથી સત્તા પર રહેલા તૃણમૂલ કોંગ્રેસને આ ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો . ત્યાં સુધી કે મમતા બેનર્જી પોતે ભવાનીપુરથી ચૂંટણી હારી ગયા. ત્યારે ચાલો જાણીએ મમતા બેનરજીની હારના મોટા 5 કારણો..

સત્તા વિરોધી લહેરનો પ્રભાવ

2011માં મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળ તૃણમૂલ કોંગ્રેસ સત્તામાં આવી અને ડાબેરી મોરચાનું શાસન સમાપ્ત થયું. ત્યારથી બેનર્જીએ સતત ત્રણ ચૂંટણી જીતીને આશરે 15 વર્ષ સુધી રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો છે. જોકે, લાંબા ગાળાના શાસન બાદ મતદારોમાં સત્તા વિરોધી વલણ ઉભું થવું સ્વાભાવિક છે. જે આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ પરિબળ બન્યું. ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચાર, હિંસા અને કાયદો-વ્યવસ્થાના મુદ્દાઓને જોરશોરથી ઉઠાવીને આ વલણને વધુ મજબૂત બનાવ્યું. જેના પરિણામે ચૂંટણીમાં ભાજપને રાજકીય લાભ મળ્યો.

હિન્દુ મતદારોનું ધ્રુવીકરણ

રાજકીય વિશ્લેષકોના મત મુજબ મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળ છેલ્લા લગભગ 15 વર્ષથી તૃણમૂલ કોંગ્રેસનું મજબૂત શાસન રાજ્યના મુસ્લિમ મતદારોના એકજૂટ સમર્થન પર નિર્ભર રહ્યું છે. જેમાં તેમની વસ્તીનો હિસ્સો અંદાજે 30 ટકા ગણાય છે. છતાં તાજેતરની ચૂંટણીમાં હિન્દુ મતદારોમાં નોંધપાત્ર ધ્રુવીકરણ જોવા મળ્યું. જે રાજકીય દૃશ્યમાં મોટો ફેરફાર લાવનાર પરિબળ બન્યું. આ બદલાવનો સીધો લાભ ભારતીય જનતા પાર્ટીને મળ્યો. જેના પરિણામે માલદા અને મુર્શિદાબાદ જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓમાં પણ ભાજપે અપેક્ષિત કરતા સારું પ્રદર્શન નોંધાવ્યું.

મહિલા મતબેંકમાં ભંગાણ

આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તૃણમૂલ કોંગ્રેસની પરંપરાગત મહિલા મતબેંકમાં નોંધપાત્ર ઘૂસણખોરી કરી છે. અગાઉની ચૂંટણીઓમાં મમતા બેનર્જીને મહિલાઓ તરફથી મજબૂત સમર્થન મળતું રહ્યું હતું. પરંતુ આ વખતે મતદાનના વલણમાં સ્પષ્ટ બદલાવ જોવા મળ્યો. સંદેશખલી અને આર.જી. કાર જેવી ઘટનાઓને લઈને ભાજપે રાજ્ય સરકાર પર તીવ્ર પ્રહાર કર્યા અને પીડિતોને ન્યાય આપવાના મુદ્દાને પ્રચારમાં કેન્દ્રસ્થાને રાખ્યો. આ વ્યૂહરચનાએ મહિલા મતદારોમાં અસર પેદા કરી અને ચૂંટણી પરિણામોમાં ભાજપને નોંધપાત્ર ફાયદો મળ્યો.

SIRનો ચૂંટણી પરિણામો પર પ્રભાવ

બંગાળની ચૂંટણીમાં SIR (Special Intensive Revision) મુદ્દો કેન્દ્રસ્થાને રહ્યો હતો અને રાજકીય ચર્ચાનો મુખ્ય વિષય બન્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ આ પ્રક્રિયાને રાજ્યમાંથી ગેરકાયદેસર ઘૂસણખોરોને બહાર કરવા માટે જરૂરી પગલું ગણાવ્યું. જ્યારે તૃણમૂલ કોંગ્રેસએ તેને મતદાતા અધિકારો પર સીધો પ્રહાર ગણાવ્યો. SIR દરમિયાન બંગાળમાં મતદાર યાદીઓમાંથી 90 લાખથી વધુ નામો દૂર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું, જેના કારણે રાજકીય તણાવ વધ્યો. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે આ પ્રક્રિયા ખાસ કરીને તૃણમૂલ કોંગ્રેસના મજબૂત પ્રભાવ ધરાવતા વિસ્તારોને નિશાન બનાવીને કરવામાં આવી છે. અંતે, ચૂંટણી પરિણામોએ દર્શાવ્યું કે SIRનો રાજકીય સમીકરણો પર નોંધપાત્ર અસર પડી અને તે એક મહત્વપૂર્ણ પરિબળ તરીકે સામે આવ્યું.

આ પણ વાંચો: કોના શિરે જશે બંગાળનો તાજ? સુવેન્દુ અધિકારી સહિત આ નામ રેસમાં

ભ્રષ્ટાચાર, કૌભાંડો અને બેરોજગારીનો મુદ્દો

આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ વધતી બેરોજગારી, ભરતી કૌભાંડો અને સિસ્ટમમાં કથિત ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને મુખ્ય એજન્ડા બનાવતા મમતા બેનર્જીની સરકાર પર તીવ્ર પ્રહાર કર્યા. ખાસ કરીને 26,000 શિક્ષક ભરતી કૌભાંડ રદ થવાથી યુવાનોમાં ભારે અસંતોષ ફેલાયો. જેને ભાજપે જોરશોરથી ઉઠાવી રાજકીય મુદ્દામાં ફેરવ્યો. સાથે જ સરકારી કર્મચારીઓમાં પણ નારાજગી વધતી જોવા મળી. કારણ કે તેઓ લાંબા સમયથી સાતમા પગાર પંચના અમલીકરણની માંગ કરી રહ્યા છે, છતાં હજુ સુધી તેઓ છઠ્ઠા પગાર પંચના આધારે જ પગાર મેળવી રહ્યા છે. આ તમામ પરિસ્થિતિઓને કારણે તૃણમૂલ કોંગ્રેસ સામે મતદારોમાં અસંતોષ વધ્યો અને તે ચૂંટણી પરિણામોમાં મહત્વપૂર્ણ પરિબળ તરીકે સામે આવ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

પશ્ચિમ બંગાળ ચૂંટણી West Bengal Election BJP vs TMC

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ