બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / રીલ્સ માટે જુની ટાંકી પર ચઢ્યા 5 મિત્રો, પગથિયાં તૂટી જતાં 1નું મોત, 2નું IAF હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ
Last Updated: 02:41 PM, 3 May 2026
Air Force Rescue: ઉત્તર પ્રદેશના બસ્તી ડિવિઝન અંતર્ગત આવતા સિદ્ધાર્થ નગર જિલ્લામાં રીલ બનાવવા જોખમ ખેડવું કેટલાક યુવાનોને ભારે પડ્યું હતું. પાણીની ટાંકી પર 16 કલાક ફસાયેલા બે બાળકોને વાયુસેનાએ ઉગાર્યા હતા. અહીં રવિવારે સવારે ભારતીય વાયુસેનાએ એક સાહસિક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડીને પાણીની ટાંકી પર ફસાયેલા બે બાળકોને સુરક્ષિત નીચે ઉતાર્યા છે. આ બાળકો અંદાજે 16 કલાક સુધી ટાંકી પર ફસાયેલા રહ્યા હતા.
ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં લોકપ્રિય બનવાની હોડમાં યુવાનો ક્યારેક એટલું મોટું જોખમ લઈ લે છે કે તેનું પરિણામ જીવનભર યાદ રહી જાય અથવા તો જીવન જ છીનવી લે. ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં બનેલી એક દુખદ ઘટના એ જ કડવી હકીકત સામે લાવે છે. માત્ર રીલ બનાવવાના શોખમાં પાંચ મિત્રો ઊંચી પાણીની ટાંકી પર ચઢ્યા પરંતુ આ મજા ક્ષણોમાં જ ભયાનક દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ.
ADVERTISEMENT
યુપીના સિદ્ધાર્થનગરમાં રીલ્સ બનાવતાં દુર્ઘટના,પાણીની ટાંકીના પગથિયાં તૂટતાં 3 મિત્રો નીચે પટકાયા, 1નું મોત...#Siddharthnagar #Accident #Reels #SocialMedia #Safety #BreakingNews #IndiaNews #VTVNews #VTVDigital pic.twitter.com/x4H7sCNWnt
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 3, 2026
ADVERTISEMENT
આ ઘટના કાંશીરામ આવાસ કોલોનીમાં શનિવારે બની હતી. જ્યાં પાંચ મિત્રો સિદ્ધાર્થ, સની, ગોલુ, પવન અને કલ્લુ રીલ બનાવવા માટે પાણીની ઊંચી ટાંકી પર ચઢ્યા હતા. પરંતુ અચાનક ટાંકીની સીડી તૂટી પડતાં ત્રણે બાળકો નીચે પટકાયા. આ ગંભીર અકસ્માતમાં સિદ્ધાર્થનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું જ્યારે સની અને ગોલુને ઈજાઓ પહોંચી હતી. બીજી તરફ પવન અને કલ્લુ ટાંકીની ટોચ પર જ ફસાઈ ગયા. જ્યાંથી નીચે ઉતરવાનો કોઈ રસ્તો નહોતો.
ઈન્ડિયન એરફોર્સનું દિલધડક રેસ્ક્યૂ, હેલિકોપ્ટરથી પાણીની ટાંકી પર ફસાયેલા બાળકને બચાવ્યો...#IndianAirForce #RescueOperation #HeroicAct #Bravery #BreakingNews #IndiaNews #VTVNews #VTVDigital pic.twitter.com/KM0CpzDyTO
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 3, 2026
ADVERTISEMENT
પવન અને કલ્લુ લગભગ 16 કલાક સુધી ટાંકી પર જ ફસાયેલા રહ્યા. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતા ફેલાઈ ગઈ. NDRFની ટીમ ગોરખપુરથી પહોંચી હતી, પરંતુ ટાંકી સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તો ન હોવાથી રેસ્ક્યુ કામગીરીમાં મુશ્કેલીઓ આવી. વરસાદને કારણે રસ્તો બનાવવાનું કામ પણ અટકી ગયું, જેના કારણે સમયસર મદદ પહોંચાડવી પડકારજનક બની ગઈ.
ADVERTISEMENT

ADVERTISEMENT
પરિસ્થિતિ ગંભીર બનતા જિલ્લા વહીવટીતંત્રે રાજ્ય સરકારની મદદથી ભારતીય વાયુસેનાનો સહારો લીધો. રવિવારે સવારે Mi-17 V5 હેલિકોપ્ટર ઘટના સ્થળે પહોંચ્યું અને વાયુસેનાના જવાનોએ માત્ર 15 મિનિટમાં જ બંને બાળકોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધા. ત્યારબાદ તેમને મેડિકલ ચેકઅપ માટે ગોરખપુર લઈ જવામાં આવ્યા. આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયાની અંધ હોડ સામે ચેતવણી સમાન છે. જે યુવાનોને સાવચેત રહેવાની તાકીદ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.