ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / શખ્સે પત્ની અને 4 બાળકોની ઝેર આપીને હત્યા કરી નાખી, નસ આપીને કર્યો આપઘાતનો પ્રયાસ

હિંસા / શખ્સે પત્ની અને 4 બાળકોની ઝેર આપીને હત્યા કરી નાખી, નસ આપીને કર્યો આપઘાતનો પ્રયાસ

Published By: Priyankka Triveddi

Last Updated: 09:32 AM, 3 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુગ્રામમાંથી એક સનસની ભર્યા સમાચાર સામે આવ્યા છે. જે પિતા બાળકો માટે છત્રછાયા બનતા હોય તે પિતાએ એવું કામ કર્યું છે કે રૂંવાડા ઊભા થઈ જાય. શું છે સમગ્ર મામલો વાંચો વિગતે..,

ADVERTISEMENT

Gurugram Case: ગુરુગ્રામમાંથી એક મોટી ઘટના સામે આવી છે. જેમાં એક સંકી પિતાએ પોતાના જ 4 બાળકો અને પત્નીને મોતને ઘાટ ઉતાર્યા છે અને તે પછી પોતે પણ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. હાલ આરોપીને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે.

ગુરુગ્રામના વઝીરપુર વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર સમાજને ઝંઝોળી નાખ્યો છે. જ્યાં કાલ સુધી બાળકોના હાસ્યથી ગુંજતું ઘર હતું ત્યાં આજે એકસાથે પાંચ અર્થીઓ ઊઠવાના દ્રશ્યે માનવતાને પણ શરમાવી દીધી છે. એક પિતા જેને પોતાના પરિવાર માટે ઢાલ બનવું જોઈએ એ જ પોતાના પત્ની અને ચાર નિર્દોષ બાળકોના મોતનું કારણ બન્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે.

પ્રેમથી શરૂ થયેલી કહાનીનો કરુણ અંત

આ કેસમાં આરોપી નાઝિમે આશરે સાત વર્ષ પહેલાં દિલ્હીની રહેવાસી નજમા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બંનેએ સાથે જીવન જીવવાની કસમ ખાધી હતી અને પોતાના નાના પરિવાર સાથે ખુશીથી જીવન પસાર કરી રહ્યા હતા. પરંતુ આ સંબંધનો અંત એટલો ભયાનક બનશે એની કલ્પના કોઈએ કરી નહોતી. આરોપ છે કે નાઝિમે પોતાની પત્ની નજમા (35) અને તેમના ચાર સંતાનો ઈકરા (14), સિફા (12), ખતિના (10) અને અયાન (8)ને ઝેર આપીને મોતને ઘાટ ઉતારી દીધા. જે બાળકોને પ્રેમથી માબાપે ઉછેર્યા હતા તેઓ જ પોતાના પિતાના હાથેથી મોતને ભેટ્યા એ વાતે દરેકને હચમચાવી દીધા છે.

ઘટનાસ્થળનું દ્રશ્ય અને પોલીસની કાર્યવાહી

પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઘરમાં ભયાનક શાંતિ છવાયેલી હતી. એક જ રૂમમાં પાંચેય મૃતદેહો પડ્યા હતા. જે દ્રશ્ય અત્યંત કરુણ અને હૃદયદ્રાવક હતું. આસપાસ કોઈ હરકત ન હતી, ફક્ત સન્નાટો અને શોકનો માહોલ હતો. સ્થળ પરથી એક તૂટેલો મોબાઈલ ફોન પણ મળ્યો જેને તપાસ માટે જપ્ત કરવામાં આવ્યો છે. આશંકા છે કે આ મોબાઈલમાં ઘટનાથી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી હોઈ શકે છે. પોલીસએ મૃતદેહોને કબજામાં લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.

પહેલા હત્યા પછી આત્મહત્યા

પ્રાથમિક માહિતી મુજબ નાઝિમે પહેલા પોતાના પરિવારને ઝેર આપ્યું અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તપાસ કરી રહેલા એસીપી નવીન શર્માના જણાવ્યા અનુસાર પ્રાથમિક પુરાવાઓ પરથી આ ઘટના આરોપી દ્વારા જ કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસે સ્થળ પરથી પુરાવા એકત્રિત કર્યા છે અને તૂટેલા મોબાઈલમાંથી મહત્વપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. આ કેસમાં અન્ય કોઈ પાસાઓ પણ છે કે નહીં, તે જાણવા માટે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ACમાં બ્લાસ્ટ થતાં 9 લોકોના મોત, દિલ્હીના વિવેક વિહારમાં ભીષણ અગ્નિકાંડ

આ કરુણ ઘટનાએ સમાજને વિચારવા મજબૂર કરી દીધો છે. શું કોઈ વ્યક્તિ એટલો નિર્દય બની શકે કે પોતાના જ સંતાનો પર દયા ન આવે? એક પિતા, જે પોતાના બાળકો માટે રક્ષક બનવો જોઈએ તે જ કેવી રીતે વિનાશનું કારણ બની શકે? હાલ તો આ ઘટનાને લીધે આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Domestic Violence Case Family Tragedy Gurugram Murder Case

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ