બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ACમાં બ્લાસ્ટ થતાં 9 લોકોના મોત, દિલ્હીના વિવેક વિહારમાં ભીષણ અગ્નિકાંડ

દુર્ઘટના / ACમાં બ્લાસ્ટ થતાં 9 લોકોના મોત, દિલ્હીના વિવેક વિહારમાં ભીષણ અગ્નિકાંડ

Priyankka Triveddi

Last Updated: 09:15 AM, 3 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના વિવેક વિહારમાં રવિવારે વહેલી સવારે એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે જેમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ આગ લાગવા પાછળનું કારણ..,

Delhi AC Blast: રવિવારની વહેલી સવાર દિલ્હી માટે ગોઝારી બનીને આવી હતી. જેમાં દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં વહેલી સવારે એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી અને જેમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આગનું કારણ એસી બ્લાસ્ટ છે. હાલ રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં રવિવારે વહેલી સવારે એક રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગવાની ઘટનાએ હાહાકાર મચાવ્યો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી ઓછામાં ઓછા નવ લોકોના મોત થયાના અહેવાલો છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ઘટનાની ગંભીરતા એથી સમજાઈ શકે છે કે ફાયર વિભાગને સવારે લગભગ 3:47 વાગ્યે કોલ મળતા જ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. કારણ કે શોધ અને બચાવ કામગીરી સતત ચાલુ છે.

માહિતી મળતાં જ કુલ 14 ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવવા સાથે સાથે ઇમારતમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ઝડપી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘનિષ્ટ ધુમાડા વચ્ચે પણ ટીમોએ બહાદુરીપૂર્વક કામગીરી કરી અને 12થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મેળવી. આ ઘટનામાં ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ફાયર વિભાગ હાલ સ્થળ પર કુલિંગ ઓપરેશન ચલાવી રહ્યું છે જેથી આગ ફરી ભભૂકી ન ઉઠે.

આ પણ વાંચો: મમતા બેનર્જીનું 'ઓપરેશન એલર્ટ': મતગણતરી કેન્દ્રો પર જ રહેવા કાર્યકરોને કડક આદેશ

પ્રાથમિક તપાસ મુજબ આગ લાગવાનું મુખ્ય કારણ એર કન્ડીશનર (AC) બ્લાસ્ટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગ બિલ્ડિંગના બીજા માળે આવેલા એક ફ્લેટમાંથી શરૂ થઈ હતી અને થોડી જ વારમાં ત્રીજા માળે ફેલાઈ ગઈ હતી. ત્રીજા માળે રહેતા લોકો પોતાને બચાવવા ટેરેસ તરફ ભાગ્યા હતા. પરંતુ ટેરેસનો દરવાજો બંધ હોવાથી તેઓ બહાર નીકળી શક્યા નહોતા અને દુર્ભાગ્યવશ આગમાં ફસાઈ ગયા હતા. સાથે જ બીજા માળે હાજર ચાર લોકો પણ આ આગમાં જીવ ગુમાવી બેઠા હતા. અધિકારીઓ હવે ચોક્કસ કારણોની તપાસ કરી રહ્યા છે અને સમગ્ર મામલે વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Fire AC Blast Fire Vivek Vihar Fire
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ