ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / પરિણીતી ચોપરા સાથે રાઘવ ચડ્ડાના લગ્ન એટલે થયા, AAPએ કર્યો મોટો ખુલાસો

રાજકીય વિવાદ / પરિણીતી ચોપરા સાથે રાઘવ ચડ્ડાના લગ્ન એટલે થયા, AAPએ કર્યો મોટો ખુલાસો

Published By: Priyankka Triveddi

Last Updated: 03:24 PM, 27 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાઘવ ચડ્ડાએ આમ આદમી પાર્ટીનો સાથે છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો ત્યારથી રાજકારણમાં ભારે ગરમાવો છે. આમ આદમી પાર્ટી અને રાઘવ ચઢ્ઢા બંને એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે તે વચ્ચે હવે 'આપ' નેતા સૌરભ ભારદ્વાજે રાઘવ ચઢ્ઢાના અંગત જીવન વિશે એક મોટી વાત કરી છે.

ADVERTISEMENT

Raghav Chadha AAP Exit: હાલ તો આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો આપનાર રાજ્યસભા સાંસદ અને અરવિંદ કેજરીવાલના જુથ વચ્ચે આરોપ-પ્રત્યારોપ ચરમસીમાએ છે. શુક્રવારના રોજ 'આપ' ના સંસદીય જુથમાં ભંગાણની જાહેરાત કરનાર રાઘવ ચડ્ડા એકબાજુ તેમની જૂની પાર્ટી પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે તો બીજી તરફ આપ પાર્ટીએ તેના પર કરેલા ઉપકાર ગણાવીને તેને ગદ્દાર કરાર આપવામા આવ્યું છે. એટલે સુધી કે આપ નેતા સૌરભ ભારદ્વાજે એટલે સુધી કહ્યું લે રાઘવ ચડ્ડા અને અભિનેત્રી પરિણીતી ચોપરાના લગ્ન પણ એટલા માટે જ થઈ શક્યા કારણ કે આપ પાર્ટીએ તેમને રાજ્યસભાના સાંસદ બનાવ્યા.

રાઘવ ચડ્ડાએ વિડીયો જાહેર કરીને મૂક્યો મુદ્દો

સોમવારે રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાએ એક વીડિયો મેસેજ દ્વારા પોતાના તાજા રાજકીય નિર્ણય અંગે વિગતવાર સ્પષ્ટતા કરી. તેમણે જણાવ્યું કે તેમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) તરીકેની પોતાની કારકિર્દી છોડીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને આમ આદમી પાર્ટીના સ્થાપક સભ્ય તરીકે છેલ્લા 15 વર્ષથી કાર્ય કર્યું. ચઢ્ઢાએ કહ્યું કે તેમણે પાર્ટીને પોતાના “લોહી અને પરસેવાથી” ઊભી કરી છે. પરંતુ હાલ પાર્ટીનું આંતરિક વાતાવરણ ટોક્સિક બની ગયું છે. તેમના મતે પાર્ટી હવે કેટલાક ભ્રષ્ટ તત્વોના હાથમાં આવી ગઈ છે. જે દેશના હિત માટે નહીં પરંતુ પોતાના ફાયદા માટે કામ કરી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે ત્રણ વિકલ્પો સામે હોવાનું જણાવ્યું—રાજકારણ છોડવું, પાર્ટીમાં રહીને સુધારાનો પ્રયાસ કરવો કે પછી સકારાત્મક રાજકારણ માટે નવી દિશામાં આગળ વધવું.

“ટોક્સિક વાતાવરણમાં કામ કરવું મુશ્કેલ” : ચડ્ડા

રાઘવ ચડ્ડાએ પોતાના નિવેદનમાં નોકરીના ઉદાહરણ દ્વારા પરિસ્થિતિ સમજાવવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે જો કોઈ કાર્યસ્થળ પર વાતાવરણ ખરાબ થઈ જાય અને તમારી મહેનતને દબાવવામાં આવે અને તમને કામ કરતા અટકાવવામાં આવે તો ત્યાં રહેવું મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં સ્થાન બદલવું જ યોગ્ય નિર્ણય ગણાય. તેમના આ નિવેદનને રાજકીય વર્તુળોમાં વિશેષ ચર્ચા મળી રહી છે કારણ કે તે તેમના પક્ષત્યાગના મુખ્ય કારણ તરીકે જોવામાં આવી રહ્યું છે. ચઢ્ઢાએ સંકેત આપ્યો કે તેઓ હવે સકારાત્મક અને સ્વચ્છ રાજકારણ તરફ આગળ વધવા માંગે છે.

સૌરભ ભારદ્વાજે રાઘવના લગ્ન માટે લીધી ક્રેડિટ

ચડ્ડાના આ વીડિયો બાદ આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજે પણ વીડિયો દ્વારા જ પ્રતિક્રિયા આપી. તેમણે ચઢ્ઢા પર આક્ષેપ કર્યો કે રાજકારણ માત્ર નોકરી બદલવા જેવું નથી. પરંતુ તે વિચારધારા સાથે જોડાયેલું છે. ભારદ્વાજે કહ્યું કે કોઈ વ્યક્તિ કંપની બદલે ત્યારે નોટિસ આપે છે અને પોતાની જવાબદારી પૂરી કરે છે. જ્યારે ચઢ્ઢાએ એવું કંઈ કર્યું નહીં. તેમણે વધુમાં આરોપ મૂક્યો કે જ્યારે એજન્સીઓની તપાસ કડક બની ત્યારે ચઢ્ઢાએ ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો અને આ સમગ્ર પ્રક્રિયા ખાનગી રીતે પૂરી કરી. ભારદ્વાજના નિવેદન મુજબ આ પગલું માત્ર રાજકીય નહીં પરંતુ નૈતિક રીતે પણ ખોટું છે.

આ પણ વાંચો: AAPને ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિત 7 બાગી સાંસદોની ભાજપમાં એન્ટ્રીને રાજ્યસભા સભાપતિની મળી મંજૂરી

આ સમગ્ર મામલામાં વ્યક્તિગત મુદ્દાઓ પણ જોડાયા છે. સૌરભ ભારદ્વાજે દાવો કર્યો કે રાઘવ ચઢ્ઢાનું અભિનેત્રી પરિણીતી ચોપરા સાથેનું લગ્ન પણ આમ આદમી પાર્ટીના કારણે શક્ય બન્યું, કારણ કે પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. તેમણે કહ્યું કે જો ચઢ્ઢા સાંસદ ન હોત તો તેમને આટલી ઓળખ મળતી નહીં. બીજી તરફ ચઢ્ઢા પર ભાજપ સાથે મળીને કાવતરું રચવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ભારદ્વાજે દાવો કર્યો કે કેન્દ્ર સરકાર ચઢ્ઢાની છબી સુધારવા માટે તેમને વિવિધ મુદ્દાઓ ઉઠાવવા પ્રોત્સાહન આપી રહી હતી. આ આરોપ-પ્રત્યારોપ વચ્ચે આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ વધુ તીવ્ર બનતો જોવા મળી રહ્યો છે, જે પાર્ટી માટે મોટો રાજકીય પડકાર સાબિત થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

રાઘવ ચઢ્ઢા AAP internal conflict Raghav Chadha AAP

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ