બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ભારતે 13 પાકિસ્તાની એરક્રાફ્ટ અને 11 બેઝ તબાહ કર્યા, ઓપરેશન સિંદૂર પર ત્રણેય સેનાનો નવો ખુલાસો

ઓપરેશન સિંદૂર / ભારતે 13 પાકિસ્તાની એરક્રાફ્ટ અને 11 બેઝ તબાહ કર્યા, ઓપરેશન સિંદૂર પર ત્રણેય સેનાનો નવો ખુલાસો

Priyankka Triveddi

Last Updated: 04:29 PM, 7 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલગામ હુમલા પછી ભારતની એરફોર્સ, નેવી અને આર્મીર ઓપરેશન સિંદુર જેવી મહત્ત્વપૂર્ણ ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાને ભારતના સશસ્ત્ર દળના વરિષ્ઠ અધિકારીઓએ ઇતિહાસની એક મહત્ત્વપૂર્ણ ઘટના ગણાવી છે.

Operation Sindoor Anniversary: ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ પર ભારતીય સેનાની ત્રણેય પાંખની પત્રકાર પરિષદનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. વાયુસેના, નૌકાદળ અને થલસેનાના સૈન્ય અભિયાનોના પ્રમુખોએ ઓપરેશન સિંદૂરની માહિતી આપતા કહ્યું હતું કે પાકિસ્તાનના 13 એરક્રાફ્ટ અને 11 એરબેઝ ભારતીય સેનાએ કર્યા તબાહ કર્યા હતા.

ઓપરેશન સિંદૂરથી દુનિયાને ભારતની સૈન્ય શક્તિનો સંદેશ

ભારતીય સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા આતંકવાદ અને તેના સમર્થકો સામે કડક કાર્યવાહી કરીને વિશ્વ સમક્ષ પોતાની સૈન્ય ક્ષમતાનો મજબૂત સંદેશ આપ્યો છે. લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ, એર માર્શલ અવધેશ ભારતી અને વાઇસ એડમિરલ એએન પ્રમોદે સંયુક્ત પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યું હતું કે આ ઓપરેશન માત્ર લશ્કરી કાર્યવાહી નહોતું. પરંતુ દેશની સુરક્ષા અને આતંકવાદ વિરુદ્ધ ભારતના અડગ સંકલ્પનું પ્રતિક હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારતે આ કામગીરી દરમિયાન પાકિસ્તાનના 13 વિમાનોને તોડી પાડ્યા હતા અને 11 મહત્વના ઠેકાણાઓનો નાશ કર્યો હતો અને આટલું જ નહીં પણ સાથે 100થી વધુ પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા હતા.

શહીદોને શ્રદ્ધાંજલિ સાથે શરૂ થયું મિશન

તે સમયે DGMO તરીકે ફરજ બજાવતા લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ પહેલગામમાં શહીદ થયેલા 26 જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર ભારતના સૈન્ય ઇતિહાસમાં મહત્વપૂર્ણ વળાંક સાબિત થયું છે. સરકાર તરફથી સશસ્ત્ર દળોને સંપૂર્ણ કામગીરીની સ્વતંત્રતા અને સ્પષ્ટ નિર્દેશો આપવામાં આવ્યા હતા. જેના કારણે સમગ્ર ઓપરેશન અત્યંત વ્યાવસાયિક રીતે પાર પાડવામાં આવ્યું. જનરલ ઘાઈએ કહ્યું કે પાકિસ્તાન દ્વારા ભારતીય લશ્કરી ઠેકાણાઓને નુકસાન પહોંચાડવાના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. તેમણે આ ઓપરેશનને લશ્કરી અને વ્યૂહાત્મક રીતે “ગોલ્ડ સ્ટાન્ડર્ડ” ગણાવ્યું હતું. ખાસ વાત એ રહી કે કામગીરીમાં વપરાયેલા 65 ટકાથી વધુ સંરક્ષણ સાધનો સ્વદેશી હતા. જે આત્મનિર્ભર ભારતની સફળતા દર્શાવે છે.

વાયુસેનાએ કહ્યું ઝડપી અને ચોક્કસ કાર્યવાહી

એર માર્શલ અવધેશ ભારતીએ જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના આ સમગ્ર ઓપરેશનમાં અત્યંત અસરકારક સાબિત થઈ હતી. તેમણે કહ્યું કે ભારત ‘જીવો અને જીવવા દો’ની નીતિમાં વિશ્વાસ રાખે છે. પરંતુ કોઈ દેશ આ શાંતિને ભારતની નબળાઈ માને તો તેને કડક જવાબ આપવામાં આવશે.

તેમણે જણાવ્યું કે સશસ્ત્ર દળોને સંપૂર્ણ ઓપરેશનલ સ્વતંત્રતા આપવામાં આવી હતી અને પાકિસ્તાનમાં પહેલું હથિયાર પોતાના લક્ષ્ય સુધી પહોંચતા જ ભારતીય સૈનિકોનો આત્મવિશ્વાસ વધ્યો હતો. આ કાર્યવાહી શહીદોના પરિવારજનો માટે ન્યાય સમાન હતી. વાયુસેનાએ દુશ્મનની દરેક હરકતનો પહેલેથી અંદાજ લગાવીને જવાબી કાર્યવાહી કરી હતી. એર માર્શલે વધુમાં જણાવ્યું કે આત્મનિર્ભરતા હવે ભારતીય વાયુસેનાની સૌથી મોટી શક્તિ બની રહી છે અને મિશન સુદર્શન ચક્રમાં વાયુસેના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

આ પણ વાંચો: 10 નહીં, હવે 5 વર્ષમાં જ સેલરી હાઇકની માંગ, કેન્દ્રીય કર્મીઓની થશે મોજ

નૌકાદળે પણ વધાર્યું દબાણ, નવી નીતિનો સંદેશ

વાઇસ એડમિરલ એએન પ્રમોદે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય નૌકાદળે બેટલ કેરિયર ગ્રુપ, સબમરીન અને અન્ય યુદ્ધ સજ્જ સાધનોની તૈનાતી કરીને દરિયાઈ ક્ષેત્રમાં પણ પોતાની તાકાત બતાવી હતી. નૌકાદળે પાકિસ્તાનના વેપાર માર્ગો પર નિયંત્રણ મેળવી દબાણ વધાર્યું હતું. તેમણે કહ્યું કે આ કામગીરીએ વિશ્વ સમક્ષ ભારતની દરિયાઈ ક્ષમતાઓ અને તૈયારીઓનું પ્રદર્શન કર્યું છે.

ત્રણેય સેનાઓ વચ્ચેનું મજબૂત સંકલન, સ્વદેશી હથિયારોનો ઉપયોગ અને આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ આ ઓપરેશનની સૌથી મોટી વિશેષતા બની છે. વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે ઓપરેશન સિંદૂર અંત નથી. પરંતુ ભારતની નવી સંરક્ષણ નીતિની શરૂઆત છે અને દેશ પોતાની સાર્વભૌમત્વની રક્ષા માટે દરેક પડકારનો સામનો કરવા સજ્જ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ઓપરેશન સિંદૂર Operation Sindoor Anniversary Indian Army Strike
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ