બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 10 નહીં, હવે 5 વર્ષમાં જ સેલરી હાઇકની માંગ, કેન્દ્રીય કર્મીઓની થશે મોજ

નેશનલ / 10 નહીં, હવે 5 વર્ષમાં જ સેલરી હાઇકની માંગ, કેન્દ્રીય કર્મીઓની થશે મોજ

Jinal Chauhan

Last Updated: 01:55 PM, 7 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્મચારી યુનિયનોની માંગ છે કે નવા પગાર પંચ માટે હવે 10 વર્ષ સુધી રાહ જોવી ન પડે. તેના બદલે દર 5 વર્ષે પગારમાં સુધારો કરવામાં આવ જેથી કર્મચારીઓનો પગાર વહેલો વધી શકે.

આઠમા પગાર પંચ અંગે સતત નવા અપડેટ્સ આવી રહ્યા છે અને કર્મચારી યુનિયનોની માંગણીઓ પણ ચર્ચામાં છે. આ દરમિયાન સરકારી કર્મચારી સંગઠનોએ પગાર સુધારાની પદ્ધતિમાં મોટો ફેરફાર કરવાની માંગ કરી છે. હવે તેઓ એવું કહે છે કે નવા પગાર પંચ માટે 10 વર્ષ રાહ જોવાને બદલે દર 5 વર્ષે પગારમાં વધારો થવો જોઈએ. કર્મચારીઓનું કહેવું છે કે મોંઘવારી અને જીવન ખર્ચ વધી રહ્યા છે તેથી હાલની 10 વર્ષની સિસ્ટમ ખૂબ જલ્દી જૂની બની જાય છે.

કર્મચારીઓ તરફથી પગાર વધારો અને પગાર સુધારાની આ માંગ 28 થી 30 એપ્રિલ દરમિયાન દિલ્હીમાં યોજાયેલી 8મા પગાર પંચની બેઠકમાં ઉઠાવવામાં આવી હતી. આ બેઠકમાં પંચે NC-JCM અને અન્ય કર્મચારી સંગઠનોના પ્રતિનિધિઓ સાથે ફિટમેન્ટ ફેક્ટર, પગાર વધારો, પેન્શન સુધારા, ભથ્થાં અને જૂની પેન્શન યોજના જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

8th pay commission demands (1)

સરકાર પાસે ભલામણની માંગ

કર્મચારી યુનિયનોનું કહેવું છે કે બે પગાર પંચ વચ્ચેનો સમય 10 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કરવો જોઈએ જેથી કર્મચારીઓને વહેલો લાભ મળી શકે. જોકે, પ્રતિનિધિઓએ સ્પષ્ટ કર્યું કે પગાર પંચ પોતે આ સમયમર્યાદામાં સીધો ફેરફાર કરી શકતું નથી પરંતુ તે સરકાર સમક્ષ આવી ભલામણ મૂકી શકે છે.

NC-JCMના સચિવે જણાવ્યું કે દર 10 વર્ષે પગાર સુધારવાની હાલની પદ્ધતિ આજના આર્થિક સમયમાં યોગ્ય નથી. તેમના કહેવા પ્રમાણે બેંકિંગ અને ઘણા જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં પહેલેથી જ દર 5 વર્ષે પગાર સુધારો કરવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે ખાનગી ક્ષેત્રમાં તો કર્મચારીઓના પગારમાં વધુ ઝડપથી ફેરફાર થાય છે. ઘણી જગ્યાએ માત્ર 3 વર્ષમાં જ સેલેરી રિવિઝન થઈ જાય છે જ્યારે સરકારી કર્મચારીઓને પગાર વધારવા માટે 10 વર્ષ સુધી રાહ જોવી પડે છે.

10 વર્ષ દરમિયાન મોંઘવારી અને જીવન ખર્ચ ઘણો વધી જાય છે. તેથી જે પગાર 10 વર્ષ પહેલા નક્કી થયો હોય તેની વાસ્તવિક કિંમત ઘટી જાય છે. એટલે ઓછા સમયના અંતરે પગાર સુધારો કરવામાં આવે તો કર્મચારીઓની આવકની સાચી કિંમત જળવાઈ રહી શકે.

નિષ્ણાતના કહેવા મુજબ સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શન પર પહેલેથી જ સરકારનો ઘણો મોટો ખર્ચ થાય છે. રાજ્યો માટે તો સરેરાશ પગાર અને પેન્શન મળીને તેમની આવકના 40%થી વધુ ભાગ જેટલો ખર્ચ બને છે. કેન્દ્ર સરકાર માટે પણ પગાર અને પેન્શન ખર્ચનો મોટો હિસ્સો છે. જો પગાર પંચ વધુ વાર આવશે તો સરકારના ખજાનાં પર આર્થિક દબાણ વધુ વધી શકે છે.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ નીતિશ કુમારના પુત્ર સહિત 32 મંત્રીઓએ લીધી શપથ, PM મોદી-શાહ પણ રહ્યાં હાજર

જો સરકારના બજેટનો મોટો ભાગ પગાર અને પેન્શનમાં જ ખર્ચાઈ જાય તો સરકારને અન્ય ખર્ચોમાં કાપ મૂકવો પડે અથવા પછી ટેક્સ વધારવો પડે. સરકારને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય સેવાઓ, કલ્યાણકારી યોજનાઓ, શિક્ષણ અને અન્ય વિકાસ કામો માટે પણ પૈસાની જરૂર પડે છે.

એક્સપર્ટના મત મુજબ કર્મચારી યુનિયનોની દર 5 વર્ષે પગાર સુધારાની માંગને સીધી સ્વીકારવાના બદલે મધ્યમ રસ્તો અપનાવી શકાય. એટલે કે દર 5 વર્ષે નવો પગાર પંચ બનાવવાને બદલે ભથ્થાં, ફિટમેન્ટ ફેક્ટર અને મોંઘવારી સંબંધિત બાબતોની વધુ વાર સમીક્ષા કરવામાં આવે, જેથી આર્થિક સ્થિતિ અને મોંઘવારી મુજબ સમયાંતરે સુધારા થઈ શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fitment Factor 8th Pay Commission Salary Hike
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ