ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સંસદમાં બિલ પસાર થતાં જ અસર શરુ, બે પ્રખ્યાત ઓનલાઈન મની ગેમ થઈ બંધ

અસર / સંસદમાં બિલ પસાર થતાં જ અસર શરુ, બે પ્રખ્યાત ઓનલાઈન મની ગેમ થઈ બંધ

Published By: Priyankka Triveddi

Last Updated: 07:51 AM, 22 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Online Money Gaming એપ પર પ્રતિબંધ લગાવતું બિલ પાસ થતાંની સાથે જ ઘણી Apps એ તેમના પેલટફોર્મ પર મની ગેમ્સ બંધ કરી દીધી છે. જેમાં મોબાઈલ પ્રીમિયર લીગ (MPL) અને ઝૂપી નો સમાવેશ થાય છે. અને થોડા સમયમાં જ Dream 11 અને My 11 Circle, પોકર અને રમી સર્કલ જેવી ફેન્ટસી ગેમ અને કાર્ડ ગેમ્સ પણ મની ગેમિંગ બંધ કરી શકે છે.

ADVERTISEMENT

Online Money Gaming: ઓનલાઇન મની ગેમિંગ બિલ પાસ થતાંની સાથે જ ઘણી એપ્સ હરકતમાં આવી ગઈ છે અને તેમણે તેમના પ્લેટફોર્મ પર આ ગેમ્સને બંધ પણ કરી દીધી છે. ક્રિકેટ સાથે જોડાયેલી ગેમ્સ જેવી કે ડ્રીમ 11. માય 11 સર્કલ, પોકર અને રમી જેવી ગેમ્સ પણ આગામી દિવસોમાં બંધ થઈ જશે. એક અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે નવો કાનૂન અમલમાં આવવાથી દેશના લગભગ 3.8 અરબ ડોલરના ઓનલાઈન ગેમિંગ બિઝનેસને ઝટકો લાગી શકે છે.

રાષ્ટ્રપતિની સહમતી પછી ખરડો કાયદો બનશે

ઉલ્લેખનીય છે કે પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ 2025 ગુરુવારના રોજ રાજ્યસભામાં પાસ થયું છે. આ પહેલા જ તે લોકસભામાં પાસ તહી ગયું હતું. રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ તે કાયદો બની જશે. નવા કાયદાની અસર ગેમ્સ 2437 ( માય 11 સર્કલ અને રમી સર્કલ), જંગલી ગેમ્સ, વીંઝો, હાવઝેટ, SG 11 ફેન્ટસી, ગેમ્સક્રાફ્ટ ( રમી કલ્ચર) અને પોકર બાજી એપ્સ પે પણ પડશે. રિયલ મની ગેમિંગમાં ભાગીદારી હોવા છતાં પોકરબાજીમાં રોકાણકાર નાજારા ટેકનોલોજીસ પર પણ તેની અસર પડશે.

IPL લીગના MPL બજારની કિંમત 2.5 અરબ ડોલર

ડ્રીમ 11 નું ઇંડિયન પ્રીમિયર લીગની માર્કેટ વેલ્યૂ 8 અરબ ડોલર અને MPL ની માર્કેટ વેલ્યૂ 2.5 અરબ ડોલર છે. મની ગેમિંગ બંધ કરનાર MPL એ કહ્યું છે કે સરકારી પ્રતિબંધ અનુસાર તેમના પ્લેટફોર્મ પર દરેક મની ગેમ્સ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાઈ છે. તો આવી જ એક ગેમ ઝૂપીએ કહ્યું છે કે તેમના પ્લેટફોર્મ પર તમામ યુઝર્સ માટે લૂડો, ટર્બો, સ્નેક્સ એન્ડ લેડર્સ અને ટ્રમ્પ કાર્ડ મેનિયા જેવી ગેમ જ રમવા માટે રહેશે. બીજી તરફ બિઝનેસ ગ્રુપએ ચેતવણી આપી છે કે જો પ્રતિબંધ લાગુ થશે તો મોટા પાયે નુકસાન થશે. તેમનું અનુમાન છે કે આ પ્રતિબંધ લગભગ 200000 નોકરીઓ લઈ લેશે.

રેવન્યુ પર થઈ શકે છે અસર

આ સાથે જ 25000 કરોડ રૂપિયાના પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) અને 20000 કરોડ રૂપિયાના ટેક્સ રેવન્યુ પર પણ અસર પડી શકે છે. એક્સપર્ટનું કહેવું છે કે આ પ્રતિબંધને કારણે લગભગ 45 કરોડ ઇંડિયન યુઝર્સ ઓપ્શનમાં વિદેશ ગેમિંગ પ્લેટફોર્મ તરફ આકર્ષિત થશે.

વધુ વાંચો: જનતાના 204 કરોડ રૂપિયા નેતાઓએ વેડફી નાખ્યા, સંસદમાં માત્ર હોબાળો કર્યો

Vtv App Promotion 1

હોમ મિનિસ્ટરને પત્ર

ઓલ ઈન્ડિયા ગેમિંગ ફેડરેશન, ઈ-ગેમિંગ ફેડરેશન, ફેડરેશન ઓફ ઇંડિયન ફેંટેસી સ્પોર્ટ્સ આ બધાએ ભેગા મળીને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખીને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે સંપૂર્ણ પ્રતિબંધથી આ ધંધાઓ સાવ રઝળી પડશે અને નોકરીઓ પૂરી થઈ જશે અને સાથે લખો યુઝર્સ અન્ય બેન્ડ વિદેશ બેટિંગ અને ગેમબલિંગ પ્લેટફોર્મ પર ગેમ્સ રમવા લાગશે જેથી ભારતીય ઉદ્યોગને આર્થિક નુકસાન થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dream 11 Mobile Premier League Online Money Gaming

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ