બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મુંબઈમાં ઠાકરે બંધુઓની ગેમ ઓવર! BMCમાં પહેલી વાર ભાજપને બહુમતી, શિંદેનો સાથે કામ લાગ્યો

BMC Election Result / મુંબઈમાં ઠાકરે બંધુઓની ગેમ ઓવર! BMCમાં પહેલી વાર ભાજપને બહુમતી, શિંદેનો સાથે કામ લાગ્યો

Priyankka Triveddi

Last Updated: 02:26 PM, 16 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra Election Result: દેશની સૌથી અમીર નગર પાલિકા બૃહન્મુંબઈ નગર નિગમના પરિણામનો પર સૌની નજર ટકેલી છે. મુંબઈના ભવિષ્યનો નિર્ણય 1.24 કરોડથી પણ વધુ મતદાઓને નક્કી કરી દીધો છે અને મતગણતરી સવારના 10 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે ત્યારે દરેકના મનમાં એ જ પ્રશ્ન છે કે BMC ની સીટ પર બાજી કોણ મારશે?

Maharashtra Election Result: BMCનો રાજા કોણ? આજે એના નિર્ણયનો દિવસ હતો. સવારના 10 વાગ્યાથી મટ ગણતરી શરૂ થઈ ગઈ હતી અને મુંબઈ સહિત મહારાષ્ટ્રના 29 નગર નિગમ ચુંટણીની મત ગણતરી શરૂ થઈ ગઈ છે. પંરતુ બધાની નજર BMCની સીટ પર ટકેલી છે. 277 વોર્ડની મત ગણતરી માટે 23 કાઉન્ટીનગ સેન્ટર બનાવાયા છે. BMCમાં છેલ્લા ઘણા દાયકાઓથી શિવસેનાનું વર્ચસ્વ રહ્યું છે પણ પાર્ટીના વિભાજન પછી ઠાકરે ભાઈઓ માટે આ ચૂંટણી એ કોઈ અગ્નિ પરીક્ષાથી ઓછી રહી નથી. આ ચૂંટણી માટે ઠાકરે બંધુઓએ એકતા બતાવી છે તો બીજી તરફ મહાયુતિમાં એકનાથ શિંદેની શિવસેનાએ BJP સાથે હાથ મળાવ્યાં છે.

BMC માં ભાજપને પહેલી વાર બહુમત

આખરે જે સીટ માટે સૌથી વધુ મીટ માંડીને લોકો બેઠા હતા તેના પરિણામ આવી ગયા છે અને મુંબઈમાં ભગવો લહેરાયો છે. ભાજપ અને શિંદેની શિવસેનાની મહાયુતિના લીધે ભાજપને જીત મળી છે. ભાજપનો BMCમાં જીત શિંદેને આભારી છે. સાથે જ BMC માટે એક છત નીચે આવેલા ઠાકરે બંધુઓને હારનો સામનો કરવો પડ્યો છે. BMC માં ભાજપને પહેલી વાર બહુમત મળી છે અને BMC ને BJPના નવા મેયર મળવા જઈ રહ્યા છે.

શિવસેનાના રાજ ઠાકરેના ઘરની બહાર સવારથી જ શાંતિ છે. મુંબઈની 227 સીટ્સ માંથી મનસે માત્ર 4 જ સીટ્સ પર લીડ મેળવી શકી હતી તો બીજી તરફ કોંગ્રેસ માત્ર 2 સીટ્સમાં જ સમેટાઇ ગઈ હતી.

કોના ફાળે કેટલી સીટ્સ?

  • BJP - 86
  • Shinde Sena - 28
  • Shiv Sena UBT - 63
  • NCP Sharad Pawar - 01
  • Congress - 09
  • MNS - 06

જો એક્સિટ પોલ પર નજર કરી એ તો આ ચૂંટણી એક તરફી થઈ શકવાણી શક્યતા હતી. એક્સિસ માઈ ઈન્ડિયાના સત્તાધારી ગઠબંધન માટે જીતનું અનુમાન લગવવામાં આવ્યું હતું. એક્સિટ પોલના જણાવ્યા અનુસાર બીજેપી અને શિવસેનાને 227 વૉર્ડસ માંથી 151 સીટ્સ મળવાનું અનુમાન કરવામાં આવ્યું હતું. એક્સિટ પોલ કહે છે કે BMC ચુંટણીમાં શિવસેના UBT જુથને 58થી 68 સીટ્સમાં જ સંતોષ માનવો પડશે. તો કોંગ્રેસ ગઠબંધનને 12-16 સીટ્સ મળવાની શક્યતા જણાવી હતી.

આવી રીતે થયું હતું કાઉન્ટિનંગ

BMC ઇલકેશન માટે અલગ અલગ 23 કાઉન્ટિનગ માટેના રૂમ બનાવવામાં આવ્યા હતા. આ મત ગણતરીની પ્રોસેસ માટે તૈયાર કરવામાં આવેલા ડિટેલ પ્લાનને મ્યુનિસિપલ કમિશનર અને ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર ભૂષણ ગગરાનીએ મંજૂરી આપી હતી. મત ગણતરીની પ્રોસેસ ઇલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબ મોડલ કોડ ઓફ કન્ડક્ટનું કડક રીતે પાલન કરીને પૂરી કરવામાં આવી હતી. મત ગણતરી દરમિયાન સિક્યોરીટી અરેંજમેન્ટ, ટ્રાફિક પ્લાનિંગ અને લો એન્ડ ઓર્ડરને લઈને જરૂરી સાવધાની પણ રાખવામાં આવી હતી.

અરુણ ગવલીની દીકરી ચૂંટણી હારી

ગેંગસ્ટરથી રાજનેતા બનેલા અરુણ ગવલીની દીકરી યોગિતા ગવલી 2026ના BMC ઇલેક્શનમાં હારી ગઈ છે. રાજકારણમાં ગવલી પરિવારની આગળની પેઢી માટે આ ચૂંટણીથી શરૂઆત અસફળ રહી છે. યોગિતાએ બાયખલ્લા-ચીંચપોકલી ક્ષેત્રના વોર્ડ નંબર 207 થી તેના પિતાની પાર્ટી અખિલ ભારતીય સેના ABS માંથી ચૂંટણી લડી હતી.

નવાબ માલિકના ભાઈ હાર્યા

NCP શરદ પવારના ઉમેદવાર અને નવાબ માલિકના ભાઈ કેપ્ટન મલિક વોર્ડ 165થી ચૂંટણી હારી ગયા છે. અંહિયા કોંગ્રેસના અશરફ આઝમી જીત્યા છે અને આ ઉપરાંત મુંબઈમાં 7 ઉમેદવાર વિજેતા જહાર થયા છે જેમાં 3 શિવસેનાના છે.

આ પણ વાંચો: પુણેમાં ભાજપની લહેર, 50થી વધુ બેઠકો પર આગળ, એનસીપી 4માં સમેટાઈ

vtv app add

BJP ની મજબૂત પકડ

બીજેપી મત ગણતરીની શરૂઆતથી જ આગળ છે. બીજેપી શરૂઆતથી 12 વહ્યા સુધીમાં 31 વોર્ડસમાં આગળ હતું જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાવાળી મહાયુતિ 12 વાગ્યા સુધી 23 વોર્ડમ આગળ હતી. 1 વાગ્યા સુધી કે પરિણામો સામે આવ્યા હતા તેમઆ BJP એ 12 થી વધુ વોર્ડમાં જીત મેળવીને આગક હતી જ્યારે શિવસેના UBT 6 વોર્ડસમાં આગળ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai Politics Brihanmumbai Municipal Corporation Maharashtra Election Result
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ