બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:08 PM, 16 January 2026
PMC Election 2026: મહારાષ્ટ્રના પુણે નગર નિગમ (PMC) ચુંટણી 2026 માટે સવારના 10 વાગ્યાથી મત ગણતરી શરૂ થઈ છે અને મત ગણતરીને હજુ 3 કલાક પણ નાથી થયા ત્યાં પૂણેથી ભાજપ આગળ હોવાના સમાચાર સામે આવ્યા છે. પુણેની વાત કરીએ તો 50 સીટ્સ પર ભાજપ આગળ ચાલી રહી છે જ્યારે NCP 4 સીટ્સમાં સમેટાઇ ગઈ છે. મળતા સમાચાર મુજબ અજીત પવારની NCP 4 સીટ્સમાં આગળ, શરદ પવારની NCP 5 સીટ્સમાં આગળ અને કોંગ્રેસ 7 સીટ્સ પર આગળ છે. PMC શહેરની જટિલ માળખાકીય સુવિધાઓ, શહેરી જાળવણી અને નાગરિક સુવિધાઓ માટે કાર્યરત છે.
ADVERTISEMENT
આ વખતે PMC Election માં 41 વોર્ડસમાં 1165 ઉમેદવારોએ જંપલાવ્યું હતું. કુલ 165 સીટ્સ માંટે ચૂંટણી યોજાઇ હતી. આ પહેલા વર્ષ 2017માં 162 સીટ્સ માટે મતદાન થયું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીએ 94 સીટ્સ પર જીત મેળવીને સૌથી મોટી પાર્ટીનું બિરુદ મેળવ્યું હતું. રાષ્ટ્રવાદી કોંગ્રેસ [આરતી NCP એ 39 સીટ્સ સાથે બીજા નંબરે રહી હતી. શિવસેનાને 10, કોંગ્રેસને 9, અપક્ષને 4, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને 2 અને AIMIM ને 1 સીટ મળી હતી.
વર્ષ 2026ની ચૂંટણીની વાત કરીએ તો તાજા પરિણામ મુજબ પૂણેમાં ભાજપ 50 સીટ્સથી આગળ છે, અજીત પવારની NCP 4, શરદ પવાર NCP 5 અને કોંગ્રેસને 7 સીટ્સ મળી છે. પૂણેમાં શંકર મહારાજ મઠ બીબવેવાડી ક્ષેત્રમાં વોર્ડ નંબર 20 માં ભાજપના 3 ઉમેદવારોએ જીત મેળવી છે, સવારે મત ગણતરી શરૂ થઈ ત્યારથી બીજેપી સારું પ્રદર્શન કરી રહી છે. પૂણેમાં ભગવો લહેરાતો જોવા મળી રહયો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
દેશની સૌથી અમીર નગર પાલિકા બૃહન્મુંબઈ નગર નિગમના પરિણામનો પર સૌની નજર ટકેલી છે. મુંબઈના ભવિષ્યનો નિર્ણય 1.24 કરોડથી પણ વધુ મતદાઓને નક્કી કરી દીધો છે અને મતગણતરી સવારના 10 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે ત્યારે દરેકના મનમાં એ જ પ્રશ્ન છે કે BMC ની સીટ પર બાજી કોણ મારશે?
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.