બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'ડિફેન્ડર અને પોર્શ કારથી કચડી નાખીશું' માઘ મેળામાં વૈભવી કારવાળા સતુઆ બાબાની ખુલ્લેઆમ ધમકી

પ્રયાગરાજ / 'ડિફેન્ડર અને પોર્શ કારથી કચડી નાખીશું' માઘ મેળામાં વૈભવી કારવાળા સતુઆ બાબાની ખુલ્લેઆમ ધમકી

Priyankka Triveddi

Last Updated: 12:06 PM, 16 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Satua Baba: પ્રયાગરાજના માઘ મેળામાં ડિફેન્ડર અને પોર્શ જેવી મોંઘીદાટ ગાડીઓમાં સફર કરીને ચર્ચામાં આવનાર સતુઆ બાબાએ ખુલ્લેઆમ ધમકી આપતા કહ્યું કે "ડિફેન્ડર અને પોર્શ કારથી કચડી નાખીશું" જાણો શું છે સમગ્ર મામલો..,

Satua Baba Controversial Statement: પ્રયાગરાજમાં હાલ માઘ મેળો ચાલી રહયો છે અને આ મેળામાં ડિફેન્ડર અને પોર્શ જેવી મોંઘીદાટ ગાડીઓમાં ફરવાને લીધે સતુઆ બાબા આજકાલ ખાસ ચર્ચામાં છે. આ સતુઆ બાબાએ આનો વિરોધ કરનારને ખુલ્લેઆમ ધમકી આપી છે. સતુઆ બાબાનું કહેવું છે કે લોકો એટલું સમજી લે છે સનાતનએ માત્ર ધર્મ સુધી સીમિત નથી પણ અર્થ, શાસ્ત્ર, શસ્ત્ર અને ઝડપનું પણ પ્રતિક છે. તેમણે કહ્યું જે હવે સનાતનની ઝડપને જે અવરોધશે કે રોકવાની કોશિશ કરશે તેને "'ડિફેન્ડર અને પોર્શ કારથી કચડી નાખીશું"

Satua-baba

સતુઆ બાબાએ સ્પષ્ટ કહ્યું કે તેમનો ધ્યેય કોઈ વિવાદમાં પાડવાનો નથી પરંતુ તેમાં લક્ષ્ય સુધી પહોંચવાનો છે. તેમણે કહ્યું કે ભલે ગાડી કોઈ પણ હોય પણ તેની રફતાર/ સ્પીડથી એ લોકોને જવાબ આપવામાં આવશે જે જાતિના ભેદ, સાંજને તોડવાનું અને રામ પર ગોળીઓ ચલાવવાનું કામ કરે છે. બાબાએ એ પણ કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય કોઈ વિવાદમાં પાડવાનો નથી પણ તેમના પડાવ સુધી પહોંચવાનો છે. સતુઆ બાબાએ વધુમાં કહ્યું કે આ ગાડીઓની સ્પીડથી બધાને કચડી નાખીશું.

માઘ મેળામાં સતુઆ બાબાએ ડિફેન્ડર અને પોર્શ જેવી લકઝરી ગાડીઓમાં ફરતા જોયા પછી સોશિયલ મીડિયા પર સવાલો ઊભા થવા લાગ્યા છે. ઘણા લોકોએ સંતની પરંપરા અને સાદગીને લઈને પણ ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે. જેના પર પ્રતિક્રિયા આપતા સતુઆ બાબાએ કહ્યું કે તેમને આ ગાડીઓની કિંમત વિશે જાણકરી નથી કે ના તેમને આ ગાડીઓના નામ ખબર છે.

" આ ગાડીઓ કેટલાની છે એ મને નથી ખબર. જો આ બધુ જાણવું હોય તો તેના માટે ગૂગલ બાબા છે. મારુ કામ આ ગાડીઓમાં ફરવું અને મારા લક્ષ્ય સુધી પહોંચવાનું છે અને મારી સ્પીડ જાળવી રાખવાનું છે."

સતુઆ બાબાએ એ પણ પ્રશ્ન ઉઠાવ્યો કે શું ભારતનો સનાતન એટલો કમજોર છે કે કોઈ મીંગહી ગાડીઓમાં બેસે તો તેને ઊંધું સમજી લે.? તેમણે કહ્યું કે ભારત એક સ્વતંત્ર દેશ છે અને અંહિયા સ્વતંત્રતાનું રાજ છે. જેને જે સમજવું હોય એ સમજે. તેમણે એમ પણ કહ્યું કે જે લોકોએ ક્યારેય ગરીબના ઘરમાં વીજળી નથી પહોંચાડી, ભૂખ્યાને ભોજન નથી કરાવ્યા કે ના રોડ બનાવ્યા છે તે લોકો જ આજે સવાલ ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું આ ભારત છે જ્યાં વિકાસની ઝડપ તેજ છે અને આગળ વધુ તેજ બનશે.

આ પણ વાંચો: ઉત્તર ભારતમાં ઠંડી-ધુમ્મસનો ડબલ એટેક, યુપી-પંજાબના ઘણા શહેરોમાં ઝીરો વિઝિબિલિટી

vtv app promotion

મોંઘી ગાડીઓની ચર્ચા પર સતુઆ બાબાએ કહ્યું કે તેમના માટે ગાડીઓની કિંમત એ કોઈ મુદ્દો નથી. તેમણે કહ્યું કે JCB પણ મોંઘી છે અને લારી પણ મોંઘી છે, બુલેટ, જીપ, ડિફેન્ડર અને ફરારી પણ મોંઘી છે. તેમનું કહેવું છે કે વિષય ગાડી નાથી પણ ટાર્ગેટ છે. પોતાના ટાર્ગેટ સુધી પહોંચવું અને ત્યાંથી સનાતનના ઝંડાને આગળ લઈ જવો. સતુઆ બાબાએ માઘ મેળાના આયોજનને લઈને ઉત્તરપ્રદેશ સરકારના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે માઘ મેળો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં સંચાલિત થઈ રહ્યો છે અને સંત સમાજ તેમઆ સક્રિય ભૂમિકામાં છે. તેમણે જણાવ્યું કે આ માઘ મેળામાં કરોડો ભક્તોની હાજરી જ એ વાત સાબિત કરે છે કે સનાતનની પરંપરા આજે પણ સમાજની મુખ્યધારામાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Satua Baba Controversial Statement Prayagraj Magh Mela Satua Baba Luxury Cars
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ