બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:52 AM, 16 January 2026
Weather Forecast Today: દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારો સહિત ઉત્તર ભારતમાં હાલમાં તીવ્ર ઠંડી પડી રહી છે. આજની હવામાન આગાહીમાં દેશના ઉત્તર અને કેટલાક દક્ષિણ ભાગોમાં ગાઢ ધુમ્મસ અને નીચાણવાળા વિસ્તારોમાં વાદળછાયું આકાશ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ (IMD) અનુસાર આગામી બે દિવસ સુધી પંજાબ, હરિયાણા અને ચંદીગઢના કેટલાક વિસ્તારોમાં ઠંડીની સ્થિતિ યથાવત રહેશે.
ADVERTISEMENT
#WATCH | Delhi: A thick layer of fog engulfs the national capital. Visuals from the Delhi-Noida-Delhi (DND) flyway. pic.twitter.com/Oxoi34fgRv
— ANI (@ANI) January 16, 2026
દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી પડી રહી છે. હાલમાં ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. દિલ્હીમાં વિઝિબિલિટી અત્યંત ઓછી થઇ ગઇ છે. પંજાબ અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ જીરો વિઝિબિલિટી થઇ ગઇ છે. આઇએમડીની આગાહી મુજબ ઉત્તર ભારતમાં પણ આવી જ ઠંડી અને ધુમ્મસની સ્થિતિ યથાવત રહી શકે છે. આજે સવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું. મોતી બાગ વિસ્તારમાં દૂર સુધી કંઈ સ્પષ્ટ દેખાતું ન હતું. રસ્તાઓ પર વાહનો ખૂબ જ ધીમે ધીમે ચાલી રહ્યા છે, જેના કારણે હેડલાઇટ ચાલુ રાખવાની જરૂરી પડતી હતી.
ADVERTISEMENT
હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસ સુધી પંજાબ, હરિયાણા અને ચંદીગઢના કેટલાક વિસ્તારોમાં ઠંડીની સ્થિતિ યથાવત રહેશે. 16 અને 17 જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઓડિશાના વિવિધ ભાગોમાં ઠંડીનું મોજું ચાલુ રહેશે. 16 જાન્યુઆરીએ રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડમાં પણ આવી જ સ્થિતિ રહેવાની છે.
#WATCH | Delhi: A thick layer of fog engulfs the national capital. Visuals from the New Delhi Railway Station. pic.twitter.com/CxabSnf7ui
— ANI (@ANI) January 16, 2026
ADVERTISEMENT
ઠંડી અને ઠંડીના કારણે દિલ્હીમાં તાપમાન ઘટી રહ્યું છે. રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું છે. દિલ્હીના પડોશી શહેર ગાઝિયાબાદમાં પણ પરિસ્થિતિ સમાન છે. ઠંડી અને ધુમ્મસ બંનેનો પ્રકોપ ચાલુ છે. સવારે દૃશ્યતા 50 મીટરથી ઓછી થઈ ગઈ હતી, કેટલાક વિસ્તારોમાં જીરો વિઝિબિલિટી જોવા મળી હતી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ દિલ્લી-ન્યૂયોર્ક જતી ફ્લાઈટના એન્જિનમાં બેગેજ કન્ટેનર ફસાયું, મુસાફરોનો થયો આબાદ બચાવ
દિલ્હી એરપોર્ટે ધુમ્મસ વચ્ચે એડવાઇઝરી
ADVERTISEMENT
ગાઢ ધુમ્મસ ફ્લાઇટ્સને અસર કરી શકે છે. દિલ્હી એરપોર્ટે મુસાફરો માટે એડવાઇઝરી જારી કરી છે, જેમાં તેમને તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવા વિનંતી કરવામાં આવી છે.
રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહેલા મુસાફરો
ADVERTISEMENT
ધુમ્મસના કારણે વિઝિબિલિટી એટલે કે દૃશ્યતા નબળી પડતા રોડ, રેલ અને હવાઈ ટ્રાફિકને અસર કરે છે. ધુમ્મસને કારણે રસ્તાઓ પર વાહનોની રફ્તાર ધીમી થઇ ગઇ છે. અને ટ્રેનની ગતિને પણ અસર કરે છે. ધુમ્મસને કારણે વિવિધ રૂટ પર ટ્રેનો મોડી પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.