બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:12 AM, 28 January 2026
Ajit Pawar Plane Crash: બુધવારે સવારે મહારાષ્ટ્રના બારામતીમાં લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરતી વખતે NCP નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થઈ ગયું. કહેવાઈ રહ્યું છે કે તેમના વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી આવી, જેના કારણે વિમાન પાયલોટના કંટ્રોલ બહાર થઈ ગયું અને અચાનક જ ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત વિમાનમાં સવાર દરેક વ્યક્તિના મોત થઈ ગયા.
ADVERTISEMENT
અજિત પવારના અવસાન પર PCમાં રડી પડ્યાં NCP નેતા, આંસુમાં અવાજ રુધાંયો #AjitPawar #PlaneCrash #MaharashtraNews #BreakingNews #EmergencyLanding #AviationNews #IndianPolitics #CrashLanding #vtvdigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 28, 2026
Video Source: ANI pic.twitter.com/YAR4KQBHpF
આ વિમાન દુર્ઘટનાના વીડિયો સામે આવ્યા છે, જેમાં ચારે બાજુ ધુમાડો દેખાઈ રહ્યો છે. વિમાનનો કાટમાળ વિખેરાયેલો દેખાઈ રહ્યો છે. આ ઘટનાના વીડિયો ખૂબ જ ડરામણા છે.
ADVERTISEMENT
#WATCH | Crash landing in Baramati | Five people onboard the Mumbai-Baramati charter plane, including Maharashtra Deputy CM Ajit Pawar, died as per initial information by the DGCA.
— ANI (@ANI) January 28, 2026
Visuals from the spot. pic.twitter.com/uL8TAyurv1
અજિત પવારના નિધનના ખબર મળતા જ મહારાષ્ટ્રની રાજનીતિમાં શોકની લહેર છે. દિલ્હીમાં શરદ પવારના ઘર, 6 જનપથ પર લોકો ભેગા થવા લાગ્યા છે. અજિત પવારના મિત્રો-સંબંધીઓ, તેમની પત્ની સુનેત્રા પવાર, બહેન સુપ્રિયા સુલે તમામ દિલ્હી નિવાસ પર હાજર છે, શરદ પવાર હાલમાં મુંબઇમાં છે. સુપ્રિયા સુલે થોડી જ વારમાં મુંબઈ જવા રવાના થશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: બારામતી વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન, અન્ય 5 લોકોના પણ મોત

ADVERTISEMENT
અજિત પવાર મહારાષ્ટ્રના બારામતી ક્ષેત્રમાં ખૂબ જ પ્રભાવશાળી અને લોકપ્રિય રાજકીય નેતા રહ્યા છે. તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે જોડાયેલા રહ્યા છે અને લાંબા સમયથી સતત બારામતી વિધાનસભા બેઠક પરથી જીતી રહ્યા છે. બારામતી દાયકાઓથી પવાર પરિવારનો રાજકીય ગઢ રહ્યો છે, જ્યાં શરદ પવાર, સુપ્રિયા સુલે અને અજિત પવાર બધાની મજબૂત રાજકીય હાજરી રહી છે. આ જ કારણ છે કે આ વિસ્તારના મતદારો ઘણા વર્ષોથી સતત પવાર પરિવારના નેતાઓને મત આપતા આવ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.